મેજર રામ રાઘોબા રાણે PVC | |
---|---|
![]() પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે રામ રાઘોબા રાણેની અર્ધપ્રતિમા | |
જન્મ | ચેંડિયા, કારવાર, મુંબઈ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન કર્ણાટક, ભારત) | 26 June 1918
મૃત્યુ | 11 July 1994 પુણે, મહારાષ્ટ્ર | (ઉંમર 76)
દેશ/જોડાણ | ઢાંચો:Country data British India (૧૯૪૦–૧૯૪૭) ![]() |
સેવા/શાખા | ![]() |
સેવાના વર્ષો | ૧૯૪૦–૧૯૬૮ |
હોદ્દો | ![]() |
સેવા ક્રમાંક | IC-7244[૧] |
દળ | બેમ્બે સેપર્સ |
યુદ્ધો | દ્વિતીય વિશ્વ યુદ્ધ ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | ![]() |
મેજર રામ રાઘોબા રાણેનો જન્મ ૨૬ જૂન ૧૯૧૮ના રોજ ચેંદીઆ, કરવર જિલ્લો, કર્ણાટક ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ૧૧ જુલાઈ ૧૯૯૪ના રોજ પૂણે ખાતે ભારતીય ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ ઈસ્પિતાલમાં થયું હતું. તેઓ કરવરના કોંકણ ક્ષત્રિય મરાઠા પરિવારમાંથી આવતા હતા. કરવરમાં તેમની મૂર્તિ ઉભી કરવામાં આવી છે. તેમને કોર્પસ ઑફ ઈન્જિનિયરની બૉમ્બે સેપર્સમાં ૧૫ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ૧૯૬૮માં સૈન્યમાંથી મેજર તરીકે નિવૃત્ત થયા. તેમના ૨૧ વર્ષના કાર્યકાળમાં પાંચ વખતે તેમનો ઉલ્લેખ ડિસ્પેચમાં કરાયો હતો. તેમણે ૧૯૪૭-૧૯૪૮માં જમ્મુ અને કાશ્મીરની કાર્યવાહીમાં ઉત્તમ કામગીરી બજાવી હતી. તેમણે પાકિસ્તાન સામેના યુદ્ધમાં બતાવેલી બહાદુરી અને વીરતા માટે પરમવીર ચક્ર વડે સન્માનિત કરાયા હતા.
૧૮ માર્ચ ૧૯૪૮ના રોજ સૈન્યએ ઝાંગર કબ્જે કર્યું જેને દુશ્મનોએ ડિસેમ્બર ૧૯૪૭માં કબ્જે કર્યું હતું. રાજૌરી પહોંચતા પહેલાં મેજર આત્મસિંઘ અને તેમના સૈનિકોએ ઝાંગડ ગામ કબ્જે કર્યું અને પાકિસ્તાની સૈનિકોને ખદેડી મૂક્યા. પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી અને પુંછ વચ્ચેનો રાષ્ટ્રિય ધોરીમાર્ગને નુક્શાન પહોંચાડ્યું હતું.
ભારતીય સૈનિકોએ પ્રજાને ઘૂસણખોરોના અત્યાચારથી બચાવવા નૌશેરાથી રાજૌરી તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. અધવચ્ચે ચિંગાસ આવતુ હતું. ૮ એપ્રિલ ૧૯૪૮ના રોજ ૪થી ડોગરાએ રાજૌરી તરફ આગળ વધવાનું શરૂ કર્યું. તેમણે નૌશેરાથી ૧૧ કિમી ઉત્તરે બરવાલી ટેકરી પર હુમલો કર્યો અને દુશ્મનને તેમની ચોકીઓથી ખદેડી મૂક્યા અને સ્થળને કબ્જામાં લીધું. પરંતુ બરવાલીથી આગળ માર્ગમાં મોટા પ્રમાણમાં અવરોધો હતા અને સુરંગક્ષેત્રો હતા જેને કારણે બટાલિઅનને આગળ વધવામાં અડચણ આવી. ભારે તોપો અને રણગાડીઓ પણ આગળ વધવામાં નિષ્ફળ રહી.
આ કટોકટીની પરિસ્થિતિમાં સેકન્ડ લેફ્ટનન્ટ રાણે અને તેમની ૩૭ ફિલ્ડ કંપની જે ૪ ડોગરા સાથે જોડાયેલી હતી તેમણે સ્વૈચ્છિક કાર્યવાહી કરી. ૮ એપ્રિલ ના રોજ જ્યારે તેઓ એક સુરંગ ક્ષેત્ર નિષ્ક્રિય કરી રહ્યા હતા ત્યારે દુશ્મનના મોર્ટાર ફાયરિંગમાં તેમના બે સૈનિકો માર્યા ગયા અને રાણે સહિત પાંચ અન્ય ઘાયલ થયા. જોકે સાંજ સુધીમાં રાણે અને તેમના સૈનિકોએ સુરંગક્ષેત્ર નિષ્ક્રિય કરી દીધું અને રણગાડીઓને આગળ વધવા માર્ગ કરી દીધો. પરંતુ માર્ગ પરથી દુશ્મનો હજુ દૂર નહોતા થયા અને માર્ગ હજુ પણ આગળ વધવા માટે અસુરક્ષિત હતો.
સેકન્ડ લેફ્ટનન્ટ રાણે રાતમાં પણ કામ કરતા રહ્યા અને રણગાડીઓ માટે સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો. ૯ એપ્રિલના રોજ તેમના સૈનિકો સળંગ ૧૨ કલાક સુધી સતત કામ કરતા રહ્યા અને માર્ગના અવરોધો અને સુરંગ ક્ષેત્ર દૂર કરતા રહ્યા. જ્યારે માર્ગ પર ચાલવું અશક્ય બન્યું ત્યારે તેમણે ફાંટો પાડી અને માર્ગ તૈયાર કરી દીધો. દુશ્મનના ભારે તોપ અને મોર્ટર ફાયરીંગ વચ્ચે રાણે કામ કરતા રહ્યા.
૧૦ એપ્રિલના રોજ માર્ગમાંનો અવરોધ જે આગલી રાતે હટાવી નહોતો શક્યો તે દૂર કરવા તેઓ સવારમાં વહેલા ઉઠ્યા. તેમણે પાંચ વિશાળ દેવદારના વૃક્ષો જે સુરંગ વડે ઘેરાયેલ હતા તે ભારે ગોળીબાર વચ્ચે બે કલાકમાં દૂર કર્યા.
સૈન્ય આ દિવસે બીજો અવરોધ સુધી વધુ ૧૩ કિમી આગળ વધ્યું. આ અવરોધ સુધીના તમામ માર્ગો પર દુશ્મન સૈનિકો ચોકી ગોઠવી હતી. રાણે રણગાડીમાં અવરોધ સુધી ગયા અને તેની નીચે પેટે ઘસડાઈ અને સુરંગ વડે અવરોધને ઉડાવી દીધા. આ રીતે તેમણે માર્ગને રાત પૂરી થાય તે પહેલાં જ સાફ કરી નાખ્યો.
૧૧ એપ્રિલના રોજ રાણે એ ચીંગાસ અને તેથી આગળનો માર્ગ સાફ કરવા માટે ૧૭ કલાક કામ કર્યું. રાણે ભારતીય સૈન્યને રાજૌરી સુધી આગળ વધવાની કાર્યવાહીમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તેને કારણે લગભગ ૫૦૦ દુશ્મનો માર્યા ગયા અને અનેક ઘવાયા. તેને કારણે ચીંગાસ અને રાજૌરીમાં અનેક નિર્દોષ જીવ પણ બચાવી શકાયા. રાણેની દૃઢ નિશ્ચય અને અથાક પરિશ્રમ વગર સૈન્ય ચીંગાસ ન પહોંચી શકી હોત અને તે વ્યૂહાત્મક સ્થળ જે આસપાસના તમામ વિસ્તાર પર નજર રાખવા માટે આદર્શ હતું તે કબ્જામાં ન આવી શકત.
રાજૌરી તરફ આગળ વધવાની કાર્યવાહીમાં રાણી કરેલા યોગદાન માટે તેમને યુદ્ધ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો.