રાયણ | |
---|---|
રાયણનું વૃક્ષ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | વનસ્પતિ |
Order: | એરીસેલ્સ |
Family: | સપોટેસી |
Genus: | મનીલકારા |
Species: | હેક્ઝાન્ડ્રા |
દ્વિનામી નામ | |
મનીલકારા હેક્ઝાન્ડ્રા |
રાયણ મધ્યમ કદનું, ઘટાદાર સદાપર્ણી વૃક્ષ છે, જેનાં ફળ પણ સામાન્ય રીતે રાયણ તરીકે ઓળખાય છે. રાયણના વૃક્ષને થોડો સુકો વિસ્તાર પણ ઉગવા માટે માફક આવે છે. આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફુટની ઊંચાઇ સુધી વધી શકે છે. થડનો ઘેરાવો ૧ થી ૩ મીટર સુધીનો થઇ શકે છે. રાયણના વૃક્ષના ફળને રાયણ કોકડી, રાયણાં (દ. ગુજરાત) અથવા રાણકોકડી કહે છે. એ ચીકુના કુટુંબનુ ફળ છે. પાકાં ફળ પીળા રંગના ખૂબ જ મીઠાં, પૌષ્ટિક, ચિકાશયુક્ત દૂધથી ભરેલા અને સ્વાદિષ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. વૃક્ષ ખૂબ ખડતલ અને ટકાઉ હોય છે. રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. હિન્દી ભાષામાં આ વૃક્ષને "ખિરની" કહે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં સેલોન આયર્નવુડ ટ્રી (Ceylon Ironwood Tree) કહેવાય છે. રાયણના વૃક્ષની છાલ ચીકણી હોય છે. રાયણનાં ફળ કાચાં લીલા રંગનાં અને પાકી જાય ત્યારે પીળા રંગના હોય છે. ગુજરાતમાં કાંઝ (તા. દેત્રોજ) ગામમાં આવેલાં ૨૦૦ વર્ષથી પણ વધારે જૂના રાયણના ઝાડને ગુજરાત સરકારે હેરીટેજ[૧]તરીકે જાહેર કરેલ છે.[સંદર્ભ આપો]
રાયણનાં વૃક્ષો કાઠીયાવાડમાં ગીર સીવાય બહુ ઓછા જોવા મળે છે પણ બાકીના ગુજરાતમાં આસાનીથી જોવા મળે છે[૨]. રાયણના સુકાઇ ગયેલા ફળોને રાણકોકડી કહે છે[૨]. રાણકોકડીનો ઊપયોગ ફરાળ તરીકે પણ કરવામાં આવે છે[૨].
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |