રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 | ||||
---|---|---|---|---|
ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 સાથેનો ભારતનો માર્ગ નકશો. | ||||
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) GQ: ૧૪૪૮ કિ.મી. (ચેન્નઈ - બાલાસોર) | |||
મહત્વનાં જોડાણો | ||||
ઉત્તર અંત | ઝારપોખરીયા, ઓરિસ્સા | |||
દક્ષિણ અંત | ચેન્નઈ, તમિલનાડુ | |||
સ્થાન | ||||
રાજ્યો: | ઓરિસ્સા: ૪૮૮ કિ.મી. આંધ્ર પ્રદેશ: ૧૦૦૦ કિ.મી. તમિલનાડુ: ૪૫ કિ.મી. | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | કોલકાતા (વાયા NH 6) - બાલાસોર - કટક - ભુવનેશ્વર - વિશાખાપટનમ - રાજામુન્દ્રી - વિજયવાડા - ગુન્ટૂર - ઓન્ગોલે - નેલ્લોર - ચેન્નઈ | |||
Highway system | ||||
|
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 (NH 5) ભારતનો મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે ભારતનાં પૂર્વ કિનારાના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આવેલો છે. તેના ઉત્તર છેડે ઓરિસ્સાનું ઝારપોખરીયા અને દક્ષિણ છેડે તમિલનાડુનું ચેન્નઈ આવેલાં છે. NH 5 રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજનાની સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજનાનો ભાગ છે.[૧]
NH 5ની લંબાઈ 1,533 km (953 mi).
તમિલનાડુમાં, NH 5 ચેન્નઈથી શરૂ થઈ તિરુવલ્લુર જિલ્લાનાં ગુમ્મિડિપુંડી થઈ અને તુરંત આંધ્ર પ્રદેશમાં પ્રવેશે છે.
આંધ્ર પ્રદેશમાં, તે નવ તટવર્તી જિલ્લાઓનાં મોટાભાગનાં તટીય શહેરો જેવાકે, નેલ્લોર, ઓન્ગોલે, ચિલકલુરીપેટ, ગુન્ટૂર, વિજયવાડા, ઈલુરુ, તાડેપાલ્લીગુડેમ, તાનુકુ, રાજામુન્દ્રી (વાયા લાલાચેરુવુ), તુની, વિશાખાપટનમ (વાયા નાદકોઠા રોડ), શ્રીકાકુલમ, તેક્કાલી અને પલાસ-કાશીબુગ્ગા,માંથી પસાર થાય છે.
ઓરિસ્સામાં, તે બારીપાડા, બાલાસોર, ભદ્રક, કટક, ભુવનેશ્વર અને બહેરામપુરમાંથી પસાર થાય છે.
,