રાહીબાઈ સોમા પોપેરે | |
---|---|
રાહીબાઈ સોમા પોપેરે, ૨૦૧૯માં. | |
જન્મની વિગત | ૧૯૬૪ અહમદનગર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત. |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | બીજ માતા |
વ્યવસાય | ખેડૂત, ખેતી વિશેષજ્ઞ, સંરક્ષણ કાર્યકર |
પ્રખ્યાત કાર્ય | દેશી અને પરંપરાગત ખેત પેદાશની પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ |
પુરસ્કારો |
|
રાહીબાઈ સોમા પોપેરે એ ૧૯૬૪માં જન્મેલા, એક ભારતીય ખેડૂત અને સંરક્ષણવાદી છે. તેઓ અન્ય ખેડૂતોને પાકની મૂળ દેશી જાતો તરફ પાછા ફરવામાં મદદ કરે છે, સ્વ-સહાય જૂથો માટે વાલનું બિયારણ તૈયાર કરે છે. બીબીસીની "૧૦૦ મહિલાઓ ૨૦૧૮"ની યાદીમાં સમાવાયેલી ત્રણ ભારતીય મહિલાઓમાંના તેઓ એક છે. વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકરે તેમને "બીજ માતા" નામ આપ્યું છે.[૧]
રાહીબાઈ સોમા પોપેરે મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં આવેલા કોમ્ભલણે ગામના વતની છે.[૧] તેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નથી.[૨] તેમણે આખી જિંદગી ખેતરોમાં કામ કર્યું છે અને તેઓ પાકની વિવિધતાની અસાધારણ સમજ ધરાવે છે.[૨]
રાહીબાઈ સોમા પોપેરે તેમની ખેતરની જમીન પર ૧૭ જુદા જુદા પાક ઉગાડે છે.[૩] ૨૦૧૭ માં BAIF ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હતી, તેમાં તેમને જાણવા મળ્યું હતું કે તેમના બનાવેલા બગીચાઓ આખા વર્ષ માટે પરિવારની આહાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરે છે.[૩]
તેમણે નજીકના ગામોમાં સ્વ-સહાય જૂથો અને પરિવારો માટે વાલના બિયારણની શ્રેણી વિકસાવી હતી.[૩] તેમને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ભૂતપૂર્વ મહાનિર્દેશક રઘુનાથ માશેલકરે 'બીજ માતા' તરીકે વર્ણવી હતી. તેઓ કળસુબાઈ પરિસર બિયાની સંવર્ધન સમિતિ નામના સ્વ-સહાય જૂથના સક્રિય સભ્ય છે [૪]તેમણે ખેતરો પર સિંચાઈની પોતાની પદ્ધતિઓ વિકસાવી છે; બંજર જમીનને ઉપયોગી સ્થાનમાં ફેરવી તે તેનો ઉપયોગ કરતા. તે ખેડૂતો અને વિદ્યાર્થીઓને બીજ પસંદ કરવા, ફળદ્રુપ જમીન રાખવા અને જીવાતોનું નિયંત્રણ કરવાની તાલીમ આપે છે.[૫] તે ચાર પગલાની ડાંગરની ખેતીમાં કુશળ છે.[૬] તેમણે મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ટ્રાન્સફર ફોર રૂરલ એરિયાઝ (MITTRA) ના સહયોગથી તેના આંગણામાં મરઘાં ઉછેરવાનું શીખ્યા છે. [૭]
આ સાથે, જાન્યુઆરી ૨૦૧૫માં, તેમણે બાયોવરસિટી ઇન્ટરનેશનલના માનદ સંશોધન ફેલો પ્રેમ માથુર અને ભારતમાં છોડની જાતો અને ખેડૂતોના અધિકારોના રક્ષણ માટેની સરકારી સંસ્થાના અધ્યક્ષ આર આર હંચિનલ તરફથી પ્રશંસા પણ મેળવી છે.[૨]