રિચા ચઢ્ઢા | |
---|---|
![]() | |
જન્મ | ૧૮ ડિસેમ્બર ૧૯૮૬ ![]() અમૃતસર ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા, દિગ્દર્શક ![]() |
કાર્યો | Cabaret ![]() |
વેબસાઇટ | http://www.richachadda.com ![]() |
રિચા ચઢ્ઢા (જન્મ: ૧૮ ડિસેમ્બર ૧૯૮૬) એ ભારતીય અભિનેત્રી છે. તેણીએ ઓયે લક્કી! ઓયે લક્કી! (૨૦૦૮) ફિલ્મથી બોલીવુડ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૦માં ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ ૧ અને ભાગ ૨ માં તેણીનો અભિનય વખણાયો હતો અને તે માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર એનાયત થયો હતો.[૧]
રિચાનો જન્મ ૧૯૮૭માં થયો હતો અને ઉછેર દિલ્હી, ભારતમાં થયો. રિચાના પિતા પંજાબી હિંદુ અને માતા બિહારી છે.[૨][૩] તેના પિતા વ્યવસ્થાપન પેઢી ધરાવે છે જ્યારે માતા દિલ્હી યુનિવર્સિટીની PGDAV કોલેજમાં પ્રાધ્યાપક છે અને તેમણે બે પુસ્તકો લખવાની સાથે ગાંધી સ્મૃતિ સાથે કાર્ય કર્યું છે.[૪][૫] ૨૦૦૨માં સરદાર પટેલ વિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણીએ સેંટ સ્ટિફન કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેણીએ મુંબઈની સોફિયા કોલેજમાંથી સોશિયલ કોમ્યુનિકેશન મિડિઆમાં અનુસ્નાતક ડિપ્લોમાનો અભ્યાસ કર્યો.
રિચાએ પોતાની કારકિર્દીનો પ્રારંભ મોડેલ તરીકે કર્યો અને પછીથી તે નાટ્યમંચ તરફ વળી. તેણીએ ભારત અને પાકિસ્તાનમાં પ્રવાસો કરીને નાટકોમાં ભાગ ભજવ્યો. પછીથી, તેણીએ બેરી જ્હોન હેઠળ તાલીમ મેળવી.[૬][૭]
રિચાએ સહાયક અભિનેત્રી તરીકે દિબાકર બેનર્જીની ૨૦૦૮ની ફિલ્મ ઓયે લક્કી! લક્કી ઓયે! માં અભિનય કર્યો.[૮] ૨૦૧૦માં તેણી રમુજી ફિલ્મ બેન્ની એન્ડ બલ્લૂ માં ફેડોરા પાત્રમાં અભિનેત્રી તરીકે આવી.[૯][૧૦]
૨૦૧૨માં, અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ માં તેણીએ મુખ્ય અભિનય ભજવ્યો. આ ફિલ્મે તેણીને નવી ૧૧ ફિલ્મોનો પ્રસ્તાવ મળવામાં મદદ કરી.[૧૧] રિચાએ આ ફિલ્મમાં નગમા ખાતૂનની ભૂમિકા ભજવી. આ ફિલ્મને ૬૫માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી અને વિવેચકો દ્વારા ખૂબ જ વખણાયી હતી.[૧૨][૧૩] ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ માં પણ તેણીએ નગમાનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મના અભિનયને પણ વિવેચકોએ વખાણ્યો.[૧૪][૧૫] રિચાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન મળ્યું[૧૬] અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર મળ્યો.[૧૭]
૨૦૧૨માં મૃગદીપ સિંહ લાંબા દ્વારા દિગ્દર્ષિત ફિલ્મ ફુર્કી માં રિચાએ અભિનય કર્યો જેમાં તેણે સ્ત્રી ડોન ભોલી પંજાબણનું પાત્ર ભજવ્યું. ત્યારબાદ તેણીએ અનુરાગ કશ્યપની ફિલ્મ શોર્ટનાં એક ભાગમાં ભૂમિકા ભજવી.[૧૮] અહીં તેણીની ભૂમિકાને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો.[૧૯] ત્યારબાદ રિચાએ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલામાં રસિલાની ભૂમિકા ભજવી જે રોમિયો અને જૂલિએટ પર આધારિત હતી.[૨૦][૨૧] આ પાત્ર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે તેણીએ આઇફા પુરસ્કારમાં નામાંકન મળ્યું.
૨૦૧૪માં રિચાએ નવનીત બહેલ દ્વારા દિગ્દર્શિત તમંચે ફિલ્મમાં બાબુ નામનું અપરાધી પાત્ર ભજવ્યું. આ પાત્ર માટે રિચાની અગાઉ ફિલ્મો કરતાં મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા.[૨૨] જોકે અમુક પ્રતિભાવોમાં અભિનયને વખાણવામાં આવ્યો.[૨૩] મીરા નાયરની મેક્સિકન-અમેરિકન ફિલ્મ વર્ડ્સ વિથ ગોડ્સમાં રિચાએ અભિનય આપ્યો. આ ફિલ્મ ૯ અલગ-અલગ દિગ્દર્શકો દ્વારા બનાવવામાં આવી હતી.[૨૪][૨૫] રિચાએ ગોડ રૂમ નામનાં ભાગમાં આ ફિલ્મમાં અભિનય આપ્યો. ૭૧માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી.[૨૬]
સૈબલ ચેટર્જીની મસાણ (૨૦૧૫)માં રિચાએ દેવી પાઠકનું પાત્ર ભજવ્યું છે. જે માટે તેની ઘણી પ્રશંસા કરાઇ છે.[૨૭][૨૮][૨૯] રિચા મેં ઔર ચાર્લ્સ, જે ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે, ફિલ્મમાં અભિનય કરી રહી છે.[૩૦] રિચા હાલમાં ઔર દેવદાસ નામની ફિલ્મમાં અભિનય કરી રહી છે જ્યાં તે પારોનું પાત્ર ભજવે છે[૩૧] અને પૂજા ભટ્ટની કેબ્રેમાં મુખ્ય અભિનય કરી રહી છે.[૩૨]
૨૦૧૪માં રિચાએ પિટા સંસ્થા માટે જાહેરાતમાં કામ કર્યું હતું અને લોકોને માંસાહારથી દૂર રહેવાની અને શાકાહાર તરફ વળવાના અભિયાનમાં ફાળો આપ્યો હતો.[૩૩] તે જ વર્ષમાં તેણીએ લેકમે ફેશન વીકમાં ભાગ લીધો હતો[૩૪] અને ટ્રાયવલ ડિઝાસ્ટર નામના નાટકમાં અભિનય આપ્યો.[૩૫] પીટાના અભિયાનમાં ભાગ લઇને શાકાહારી બનવાના અભિયાનમાં જોડાવા છતાં તેણીએ મહારાષ્ટ્ર સરકારના ગૌમાંસ પરના પ્રતિબંધને વખોડી કાઢ્યો હતો.[૩૬]
તેણીએ મિનિટ મેઇડ, ટાટા સ્કાય, આર્ચીસ ગેલેરી અને કેડબરી ડેરી ચોકલેટ વગેરે જાહેરાતોમાં કાર્ય કર્યું છે.[૩૭]
* | જાહેર ન થયેલ ફિલ્મો દર્શાવે છે |
વર્ષ | ફિલ્મ | પાત્ર | નોંધ |
---|---|---|---|
૨૦૦૮ | ઓયે લક્કી! લક્કી ઓયે! | ડોલી | |
૨૦૧૦ | બેન્ની એન્ડ બલ્લૂ | ફેડોરા | |
૨૦૧૨ | ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ | નગ્મા ખાતૂન | |
૨૦૧૨ | ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ | નગ્મા ખાતૂન | |
૨૦૧૩ | ફુર્કે | ભોલી પંજાબણ | |
૨૦૧૩ | શોર્ટ્સ | ગર્લફ્રેન્ડ | |
૨૦૧૩ | ગોલિયોં કી રાસલીલા રામ-લીલા | રસિલા | |
૨૦૧૪ | તમંચે | બાબુ | |
૨૦૧૪ | ૨૪: ઇન્ડિયા (ટેલિવિઝન ધારાવાહિક) | સપના | |
૨૦૧૪ | વર્ડ્સ વિથ ગોડ | મેઘના | મીરા નાયરની ઇન્ડો-મેક્સિકન-અમેરિકન ફિલ્મ |
૨૦૧૫ | મસાણ | દેવી | ઇન્ડો-ફ્રેંચ પ્રસ્તુતિ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૫માં રજૂઆત FIPRESCI પુરસ્કાર વિજેતા[૩૮] |
૨૦૧૫ | મેં ઓર ચાર્લ્સ | મીરા શર્મા | |
૨૦૧૬ | ચોક એન ડસ્ટર | રીપોર્ટર | |
૨૦૧૬ | સબરજીત | સુખપ્રિત | નામાંકન - ફિલ્મફેર પુરસ્કાર, શ્રેષ્ઠ સહ અભિનેત્રી |
૨૦૧૭ | ઓર દેવદાસ ![]() |
પારો | નિર્માણ પૂર્ણ[૩૯] |
૨૦૧૭ | કેબ્રે ![]() |
નિર્માણ પૂર્ણ[૪૦] | |
૨૦૧૭ | લવ સોનિયા ![]() |
માધુરી | નિર્માણ હેઠળ[૪૧] |
૨૦૧૭ | ફુર્કે ૨ ![]() |
ભોલી પંજાબણ | નિર્માણ હેઠળ[૪૨] |
વર્ષ | ફિલ્મ | પુરસ્કાર | વર્ગ | પરિણામ | સંદર્ભ |
---|---|---|---|---|---|
૨૦૧૩ | ગેંગ્સ ઓફ વાસેપુર | ફિલ્મફેર પુરસ્કાર | શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મફેર વિવેચન | Won | [૧૭] |
ફિલ્મ ફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | નામાંકન | [૧૬] | |||
સ્ક્રિન પુરસ્કારો | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૩] | |||
સ્ટારડસ્ટ પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૪] | |||
ઝી સિને પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૫] | |||
૨૦૧૪ | ફુર્કે | સ્ક્રિન પુરસ્કાર | રમુજી પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | Won | [૪૬] |
સ્ટાર ગિલ્ડ પુરસ્કકાર | નકારાત્મક પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | નામાંકન | [૪૭] | ||
ગોલિંયો કી રાસલીલા રામ-લીલા | સ્ટાર ગિલ્ડ પુરસ્કાર | સહાયક પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | [૪૭] | ||
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેદમી પુરસ્કાર | IIFA શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૮] | |||
સ્ક્રિન પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૯] | |||
૨૦૧૫ | મસાણ | સ્ટારડસ્ટ પુરસ્કાર | Won | [૫૦] | |
૨૦૧૭ | સબરજીત | સ્ટારડસ્ટ પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | નામાંકન | [૫૧] |
|access-date=
(મદદ)
|1=
(મદદ)