રીટા કોઠારી | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() રીટા કોઠારી, ડિસેમ્બર ૨૦૧૭ | |||||||||||
જન્મ | 30 July 1969 | ||||||||||
વ્યવસાય | લેખક, અનુવાદક, પ્રાધ્યાપક | ||||||||||
ભાષા | ગુજરાતી | ||||||||||
રાષ્ટ્રીયતા | ભારતીય | ||||||||||
શિક્ષણ | એમ.એ, એમ.ફિલ, પીએચ.ડી | ||||||||||
માતૃ શિક્ષણ સંસ્થા |
| ||||||||||
નોંધપાત્ર સર્જનો |
| ||||||||||
સહી | ![]() | ||||||||||
| |||||||||||
વેબસાઇટ | |||||||||||
ittgn |
રીટા કોઠારી (જન્મ: ૩૦ જુલાઈ ૧૯૬૯) ગુજરાતી, અંગ્રેજી ભાષાના લેખિકા અને અનુવાદક છે. સિંધી સમુદાયના સભ્ય તરીકે તે સમુદાયની યાદોને અને તેની ઓળખને સાચવવાના ઉદ્દેશ્યથીમાં, કોઠારીએ ભારતના ભાગલા અને લોકો પર તેની અસરો વર્ણવતી અનેક પુસ્તકો લખ્યા છે. તેમણે અનેક ગુજરાતી સાહિત્ય કૃતિઓનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે.
કોઠારીએ 1989 માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ થી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પૂર્ણ કરી હતી, ત્યારબાદ બે વર્ષે તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૯૫માં તેમણે માસ્ટર ઑફ ફિલોસોફીની ડિગ્રી અને ૨૦૦૦માં ડોક્ટર ઓફ ફિલોસોફી ડિગ્રી મેળવી હતી. આ બે પદવીઓ તેમને ગુજરાત યુનિવર્સીટી દ્વારા અનુક્રમે ધ એક્સપિરીઅન્સ ઑફ ટ્રાન્સલેટીંગ હિન્દી પ્રોઝ એન્ડ ટ્રાન્સલેટીંગ ઈંડિયા - કલ્ચરલ પોલિટિક્સ ઑફ ઈંગ્લીશ (હિન્દી ગદ્ય અનુવાદનો અનુભવ અને ભારતનું પરિવર્તન - અંગ્રેજીની સંસ્કૃતિક રાજકારણ) વિષયમાં તેમના સંશોધન કાર્ય માટે આપવામાં આવી હતી.[૧]
તેઓ અશોક યુનિવર્સિટી , સોનીપત ખાતે અંગ્રેજી વિભાગમાં શીખવે છે. તેમણે ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ટેકનોલોજી, ગાંધીનગર ખાતે હ્યુમનિટીઝ ઍન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં કામ કર્યું હતું.[૨] તેમણે ૧૯૯૨ થી ૨૦૦૭ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજી સાહિત્ય અને ભાષાંતર શીખવ્યું.[૩] તે પછી તેણીએ એમ.આઇ.સી.એ (સ્ટ્રેટેજિક માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન સંસ્થા) માં સંસ્કૃતિ અને સંચાર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા.[૧]
કોઠારીના શિક્ષણ ક્ષેત્રે સાહિત્ય, સિનેમા, નૃવંશશાસ્ત્ર અને સાંસ્કૃતિક ઇતિહાસમાં રસ ધરાવે છે. ભાષાઓ, સંદર્ભો અને સંસ્કૃતિઓ વચ્ચેનો પ્રવાસ તેમના રસનું કેન્દ્ર છે, જેને તેઓ ભાષાંતરના ત્રિપાર્શ્વ કાચ દ્વારા ભારતીય સંદર્ભમાં જુએ છે.[૪]
તેઓ અમદાવાદમાં રહે છે.[૫]
એક સિંધી તરીકે પોતાની ઓળખને સાચવવાના પ્રયાસમાં, કોઠારીએ : ટ્રાન્સલેટીંગ ઈંડિયા - કલ્ચરલ પોલિટિક્સ ઑફ ઈંગ્લીશ (ભારતનું પરિવર્તન- અંગ્રેજીની સંસ્કૃતિક રાજકારણ) (૨૦૦૩), ધ સિંધી હિન્દુસ ઑફ ગુજરાત (શરણાર્થીઓનો ભાર: ગુજરાતના હિંદુ સિંધીઓ) (૨૦૦૭), અનબોર્ડર્ડ મેમોરિઝ : પાર્ટીશન સ્ટોરીઝ ફ્રોમ સિંધ (બિનપ્રવાસિત યાદો - સિંધની ભાગલા સમયની વાતો (૨૦૦૯), અને મેમોરીઝ એન્ડ મૂવમેન્ટ્સ (યાદો અને ચળવળો)(૨૦૧૬).[૨]
કોઠારીએ મોડર્ન ગુજરાતી પોએટ્રી ઍન્ડ કોરલ આઇલેન્ડ : ધ પોએટ્રી ઑફ નિરંજન ભગત (અનુ: આધિનિક ગુજરાતી કવિતાઓ અને પરવાળાનો ટાપુ : નિરંજનન ભગતની કવિતાઓ) નામના પુસ્તક સહ-અનુવાદ કર્યો છે. તેમણે જોસેફ મેકવાનની નવલકથા આંગળિયાત નો ધ સ્ટેપચાઈલ્ડ નામે અને ઇલા આરબ મહેતાની વાડ નવલકથાનો ધ ફેન્સ (૨૦૧૬) નામે અનુવાદ કર્યો છે. તેમણે જુડી વાકાબાયશી સાથે ડિસેન્ટ્રીંગ ટ્રાન્સલેશન સ્ટડીઝ : ઈન્ડિયા ઍન્ડ બિયોન્ડ (૨૦૦૯)નું અને રૂપર્ટ સ્નેલ સાથે ચુટનીફાયિંગ ઈંલીશ : ધી ફોનોમેનોન ઑફ હિંગ્લિશ (૨૦૧૧)નું સહ-સંપાદન કર્યું છે. તેણી સ્પીચ ઍન્ડ સાઈલેન્સ : લીટરેરી જર્નીસ્ બાય ગુજરાતી વુમેનના સંપાદક અને અનુવાદક છે.[૬][૭][૮] તેમણે પોતાના પતિ અભિજિત કોઠારી સાથે મળી કનૈયાલાલ મુનશીની ત્રણ નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજનો અનુક્રમે ધ ગ્લૉરિ ઑફ પાટણ (૨૦૧૭), ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત (૨૦૧૮) અને ધ કિંગ ઑફ કિંગ્સ (૨૦૧૯) નામે અનુવાદ કરેલ છે.[૯][૧૦]