રૂથ ફાઉ

ડો. રૂથ કેથ્રીન માર્થા ફાઉ[] (૯ સપ્ટેમ્બર ૧૯૨૯ – ૧૦ ઓગસ્ટ ૨૦૧૭) એક જર્મન-પાકિસ્તાની[] ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર હતા. તેઓ "પાકિસ્તાનની મધર ટેરેસા" તરીકે પણ જાણીતા છે. તેમને પાકિસ્તાનમાં રક્તપિત વડે પીડિત બીમાર લોકોનો ઇલાજ કર્યો હતો.

આરંભિક જીવન

[ફેરફાર કરો]

૯ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ તેમનો જન્મ જર્મનીનાં લીપજિગ શહેરમાં થયો હતો. રૂથ ફાઉનું કુટુંબ બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત રશિયાના શાસનને કારણે પૂર્વ જર્મની છોડીને પશ્ચિમ જર્મની આવ્યું હતું. ત્યાં ફાઉએ તબીબીશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૪૬માં મેઇન્ઝ યુનિવર્સિટીમાંથી ચિકિત્સકની પદવી પ્રાપ્ત કરી. ડોક્ટર બન્યા પછી તેઓ કેથોલિક ચર્ચમાં જોડાયા અને ગરીબ અને પીડિત લોકોના ઇલાજ કરવા માટે તેઓ પાકિસ્તાન ગયા.

તેમનું અવસાન ૧૦ ઓગસ્ટ ૨૦૧૭, આગા ખાન હોસ્પિટલમાં થયું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Doctor of Science (DSc), honoris causa, awarded to Dr. Ruth Katherina Martha Pfau સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન Aga Khan University, Karachi Retrieved 6 July 2010.
  2. Dr. Pfau to be honoured today Daily Times 11 April 2003 Retrieved 6 July 2010.