عجائب گھر لاہور | |
લાહોર સંગ્રહાલય | |
જૂનું નામ | કેન્દ્રીય સંગહાલય |
---|---|
સ્થાપના | ૧૮૬૫, વર્તમાન ઇમારત ૧૮૯૪ |
સ્થાન | ધ મોલ, લાહોર પંજાબ પાકિસ્તાન |
અક્ષાંશ-રેખાંશ | 31°34′06″N 74°18′29″E / 31.568226°N 74.308174°E |
પ્રકાર | પુરાતત્ત્વીય સંગ્રહાલય, આર્ટ ગેલેરી, ધરોહર, આધિનિક ઇતિહાસ, ધાર્મિક |
સંગ્રહ કદ | પ્રી એન્ડ પ્રોટો[upper-alpha ૧], સિક્કા, હિન્દુ બૌદ્ધ જૈન, ગાંધાર તેમજ ઇસ્લામિક હસ્તપ્રતો, લઘુ ચિત્રો, સામાન્ય સંગ્રહ, શસ્ત્રો, નૃવંશવિજ્ઞાન, ટપાલ ટિકિટ, કળા અને શિલ્પ, સમકાલીન ચિત્ર, પાકિસ્તાન આંદોલન ગેલેરી |
મુલાકાતીઓ | ૨૫૦,૦૦૦ (૨૦૦૫માં) |
લાહોર સંગ્રહાલય ('લાહોર વન્ડર હાઉસ'), પાકિસ્તાનના લાહોરમાં સ્થિત એક સંગ્રહાલય છે, જે ૧૮૬૫માં નાના પાયે સ્થપાયેલ અને ૧૮૯૪માં બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન લાહોરમાં 'ધ મોલ' પર તેના વર્તમાન સ્થળે ખોલવામાં આવ્યું હતું. લાહોર સંગ્રહાલય પાકિસ્તાનના સૌથી વધુ મુલાકાત લેવામાં આવેલા સંગ્રહાલયોમાંનું એક અને દક્ષિણ એશિયાના મુખ્ય સંગ્રહાલયોમાંનું એક છે.
આ સંગ્રહાલયમાં પ્રાચીન ઇન્ડો-ગ્રીક અને ગાંધાર રાજ્યોમાંની બૌદ્ધ કલાનો વિસ્તૃત સંગ્રહ છે. તેમાં મુઘલ સામ્રાજ્ય, શીખ સામ્રાજ્ય અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સંગ્રહો પણ છે.
રુડયાર્ડ કિપલિંગના પિતા સંગ્રહાલયના પ્રારંભિક ક્યુરેટરોમાંના એક હતા. 'લાહોર વન્ડર હાઉસ'ના પૂર્વ નામે ઓળખાતા આ સંગ્રહાલયની સામે સ્થિત ઝમઝમ તોપ એ કિપલિંગની નવલકથા 'કિમ'નું એક પ્રારંભિક દ્રશ્ય છે.[૧]
લાહોર સંગ્રહાલયની સ્થાપના મૂળ ૧૮૬૫–૬૬માં હાલના ટોલિન્ટન માર્કેટના સ્થળ પર કરવામાં આવી હતી, જે ૧૮૬૪ના પંજાબ પ્રદર્શન માટે બનાવવામાં આવેલો પ્રદર્શનખંડ છે.[૨] હાલની ઇમારતનું નિર્માણ ૧૮૮૭માં યોજાયેલી રાણી વિક્ટોરિયાની સુવર્ણ જયંતીના સ્મારક તરીકે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે એકત્રિત કરવામાં આવેલા વિશેષ જાહેર ભંડોળ મારફતે નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. નવા સંગ્રહાલયનો શિલાન્યાસ ૩ ફેબ્રુઆરી ૧૮૯૦ના રોજ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર, ડ્યુક ઓફ ક્લેરેન્સ અને ક્વીન વિક્ટોરિયાના પૌત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૮૯૪માં નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ સમગ્ર સંગ્રહાલયને જ્યુબિલી મ્યુઝિયમ તરીકે તેના નવા નામ સાથે આ નવનિર્મિત ઇમારતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો.
સંગ્રહાલયનો તમામ સંગ્રહ પાછળથી ૧૮૯૪માં લાહોરના બ્રિટિશ યુગના મૂળમાં આવેલા 'ધ મોલ' પરના તેના હાલના સ્થળે ખસેડવામાં આવ્યો હતો.[૧] હાલની ઇમારત લાહોરના જાણીતા સ્થપતિ સર ગંગારામે ડિઝાઇન કરી હતી.
રુડયાર્ડ કિપલિંગના પિતા જ્હોન લોકવુડ કિપલિંગ મ્યુઝિયમના પ્રથમ અધ્યક્ષો (ક્યુરેટરો)માંના એક હતા અને તેમના પછી કે.એન. સીતારામે આ પદભાર સંભાળ્યો હતો.
૧૯૪૮માં પંજાબના ભાગલાના ભાગરૂપે સંગ્રહાલયની કલાકૃતિઓ પાકિસ્તાન અને ભારતના નવા રચાયેલા દેશો વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી, જેમાં સંગહાલયે તેના સંગ્રહનો લગભગ ૬૦ ટકા હિસ્સો જાળવી રાખ્યો હતો. બાકીનો સંગ્રહ હિસ્સો ભારતને આપવામાં આવ્યો હતો જે આ વિશેષ હેતુથી બનાવવામાં આવેલા ચંદીગઢના ગવર્નમેન્ટ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.[૩] ૨૦૦૫માં લાહોર મ્યુઝિયમમાં ૨,૫૦,૦૦૦થી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા.
આ સંગ્રહાલયમાં ગ્રેસિયો[upper-alpha ૨]–બૌદ્ધ શિલ્પો, મુઘલ અને પહાડી ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સંગ્રહમાં સિંધુ ખીણ સંસ્કૃતિ, ગાંધાર અને ગ્રેકો-બેક્ટ્રીયન સમયગાળાના મહત્વપૂર્ણ અવશેષો પણ છે. ગાંધાર કાળના "ઉપવાસી બુદ્ધ" સંગ્રહાલયમાંના સૌથી વધુ કિંમતી અને પ્રખ્યાત નમૂનામાંનું એક છે. પ્રવેશ ખંડની છતમાં પાકિસ્તાની કલાકાર સાડેક્વેઇનનું એક મોટું ભીંતચિત્ર છે જે તેમણે મૂળ ૧૯૭૨–૭૩ માં બનાવ્યું હતું.
સંગ્રહાલયમાં મુઘલ અને શીખ કાષ્ઠકામના નમૂનાઓ પણ છે અને બ્રિટિશ સમયગાળાના ચિત્રોનો મોટો સંગ્રહ પણ છે. આ સંગ્રહમાં સંગીતના સાધનો, પ્રાચીન ઝવેરાત, કાપડ, માટીકામ અને શસ્ત્રાગાર તેમજ પ્રદર્શનમાં કેટલાક તિબેટિયન અને નેપાળી કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે.
The history of Hellenistic Bactria (northern Afghanistan, and areas of Tajikistan and Uzbekistan) is particularly obscure and its reconstruction contentious.