લુણાવાડા રજવાડું લુણાવાડા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૪૩૪–૧૯૪૮ | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 1,005 km2 (388 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 63967 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૪૩૪ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી.
લુણાવાડા રજવાડાનો વિસ્તાર ૧,૦૦૫ ચોરસ કિમી હતો[૧] અને બોમ્બે પ્રેસિડેન્સીની તે રેવા કાંઠા એજન્સી હેઠળ આવતું હતું જે પછીથી બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભળ્યું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતી.
આ રજવાડાની સ્થાપના ૧૨૨૫માં અણહિલવાડ પાટણના સિદ્ધરાજ જયસિંહના વંશજો દ્વારા વિરપુર રાજ્ય તરીકે થઇ હતી. ઇસ ૧૪૩૪માં રાણા ભિમસિંહજીએ રાજધાની લુણાવાડા ખાતે મહી નદીના સામેના કાંઠા પર ખસેડી. અહીં શહેર વસ્યું એ પહેલા આ વિસ્તાર પર સંતરામપુર રજવાડામાં પુવાર રાજપૂતોના આધિપત્ય હેઠળ હતો.
૧૮૨૬માં લુણાવાડા રાજ્ય બ્રિટિશ રક્ષિત બન્યું અને રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતું. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે દુષ્કાળના કારણે પાછલા દાયકા કરતાં તેની વસતીમાં ૨૮%નો ઘટાડો થયો હતો.[૨]
રજવાડાના શાસકો સોલંકી વંશના રાજપૂતો હતા. વખત સિંહજી (૧૮૬૭–૧૯૧૯) રજવાડાના જાણીતાં શાસક હતા.[૩] રજવાડાંના શાસકો 'રાણા'નું બિરુદ ધરાવતા હતા અને બ્રિટિશરો દ્વારા ૯-તોપોની સલામીઓ મેળવતા હતા.[૪]