લોકસભાના અધ્યક્ષ | |
---|---|
![]() ભારતનું રાજચિહ્ન | |
![]() | |
પદ અવધિ | ૫ વર્ષ |
પ્રારંભિક પદધારક | ગણેશ વાસુદેવ માવળંકર ૧૫ મે ૧૯૫૨ |
વેબસાઇટ | અધ્યક્ષની સત્તાવાર વેબસાઇટ |
લોકસભાના અધ્યક્ષ એ ભારતીય સંસદના નીચલા ગૃહના કાર્યવાહી ચલાવનાર વડા હોય છે.[૧] સામાન્ય ચૂંટણી બાદની પ્રથમ જ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. પ્રણાલીગત રીતે અધ્યક્ષ સત્તાધારી પક્ષ અથવા ગઠબંધનના જ સભ્ય હોય છે અને તેમને લોકસભાના સભ્યોમાંથી જ પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવે છે.
હાલના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ઓમ બિરલા છે, જે ૧૭મી લોકસભાનાં અધ્યક્ષ છે.[૨]
લોકસભાની તમામ કાર્યવાહી અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે અને કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહિ તે નક્કી પણ તેમના દ્વારા કરવામાં આવે છે. સદનમાં શિસ્ત અને શિષ્ટતાની જાળવણી પણ તેમના દ્વારા કરવામાં આવે છે, તેઓ ગેરવર્તણુક કરનાર સભ્યને નિલંબિત કરી અને સજા પણ કરી શકે છે. તેઓ વિવિધ પ્રસ્તાવો જેમ કે અવિશ્વાસ પ્રસ્તાવ, કાર્યવાહી મોકુફ રાખવાનો પ્રસ્તાવ, નિંદા પ્રસ્તાવ અને ધ્યાન દોરવા માટેના પ્રસ્તાવો. દરેક બેઠકમાં જે વિષયો પર ચર્ચા કરવાની હોય તે કાર્યસુચિ અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવે છે. અધ્યક્ષની ચૂંટણીની તારીખ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. લોકસભાના સભ્યો દ્વારા કરાતી તમામ ટિપ્પણી અને ભાષણો અધ્યક્ષને સંબોધીને કરવામાં આવે છે. સંસદના બંન્ને ગૃહોના સંયુક્ત સત્રોની કાર્યવાહી લોકસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાના આ હોદ્દો સભાપતિ દ્વારા સંભાળવામાં આવે છે જે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે. પ્રાધાન્યના આજ્ઞાપત્ર અનુસાર લોકસભા અધ્યક્ષ ઉપપ્રધાનમંત્રી બાદ આવે છે અને સંપૂર્ણ યાદીમાં છઠ્ઠા ક્રમાંક પર આવે છે.
અધ્યક્ષને ભારતના બંધારણની ૯૪મા અને ૯૬મા અનુચ્છેદ હેઠળ લોકસભાની હાજર બહુમતી દ્વારા હટાવી શકાય છે.
અધ્યક્ષને લોકોના પ્રતિનિધિત્વનો કાયદો, ૧૯૫૧ની ૭ અને ૮મી કલમ હેઠળ લોકસભાના સભ્ય હોવા માટે દૂર કરી શકાય છે.[૩] બંધારણના ૧૧૦મા અનુચ્છેદમાં નાણાં ખરડાની આપેલ વ્યાખ્યા બહાર જઈ અને કોઈ ખરડો નાણાં ખરડો તરીકે અધ્યક્ષ જાહેર કરે તો પણ તેમને હટાવી શકાય.[૪] આમ થતાં કોર્ટ દ્વારા રાષ્ટ્રીય ગૌરવોના અપમાન અટકાવતો કાયદો, ૧૯૭૧ હેઠળ અધ્યક્ષની લોકસભાની સદસ્યતા રદ્દ પણ થઈ શકે. જોકે કાર્યવાહીમાં થયેલ કથિત ચૂક માટે બંધારણના ૧૨૨મા અનુચ્છેદ અનુસાર કોર્ટમાં ન જઈ શકાય.[૫]
સામાન્ય ચૂંટણી અને નવી સરકાર બન્યા બાદ સંસદના કાયદાકીય વિભાગ દ્વારા લોકસભાના વરિષ્ઠ સભ્યોની એક યાદી તૈયાર કરી અને સંસદીય બાબતોના મંત્રીને સોંપવામાં આવે છે જે પ્રોટેમ અધ્યક્ષને પસંદ કરે છે. આ નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાવવી ફરજિયાત છે.[૬]
ચૂંટણી બાદની પ્રથમ બેઠક જેમાં અધ્યક્ષ અને ઉપ અધ્યક્ષની ચૂંટણી કરાય છે તેની કાર્યવાહી પ્રોટેમ અધ્યક્ષ દ્વારા ચલાવવામાં આવે છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપ અધ્યક્ષ; અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળે છે. આ બંને જ્યારે ગેરહાજર હોય ત્યારે અધ્યક્ષ દ્વારા પસંદ કરાયેલ છ સભ્યોની સમિતિ વરિષ્ઠતા અનુસાર કાર્યવાહી સંભાળે છે.
લોકસભા અધ્યક્ષ માટેના પાત્રતાના માપદંડ,
૧) તેઓ ભારતના નાગરિક હોવા જરૂરી છે.
૨) તેમની ઉંમર ૨૫ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
૩) તેઓ ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકારમાં ફાયદો આપનાર પદ પર નિયુક્તિ મેળવેલ ન હોવા જોઈએ.
ક્રમાંક | નામ | છબી | કાર્યકારી સમય | પક્ષ | |||
---|---|---|---|---|---|---|---|
શરૂઆત | અંત | ગાળો | લોકસભા | ||||
૧ | ગણેશ વાસુદેવ માવળંકર | ૧૫ મે ૧૯૫૨ | ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬ | ૧લી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૨ | એમ એ અયંગ્ગર | ૮ માર્ચ ૧૯૫૬ | ૧૦ મે ૧૯૫૭ | ||||
૧૧ મે ૧૯૫૭ | ૧૬ એપ્રિલ ૧૯૬૨ | ૨જી | |||||
૩ | સરદાર હુકમ સિંહ | ૧૭ એપ્રિલ ૧૯૬૨ | ૧૬ માર્ચ ૧૯૬૭ | ૩જી | |||
૪ | નિલમ સંજીવ રેડ્ડી | ![]() |
૧૭ માર્ચ ૧૯૬૭ | ૧૯ જુલાઇ ૧૯૬૯ | ૪થી | ||
5 | ગુરદિયાલ સિંહ ઢિલ્લોન | — | ૮ ઓગસ્ટ ૧૯૬૯ | ૧૯ માર્ચ ૧૯૭૧ | |||
૨૨ માર્ચ ૧૯૭૧ | ૧ ડિસેમ્બર ૧૯૭૫ | ૫મી | |||||
6 | બાલી રામ ભગત | — | ૧૫ જાન્યુઆરી ૧૯૭૬ | ૨૫ માર્ચ ૧૯૭૭ | |||
(૪) | નિલમ સંજીવ રેડ્ડી | ![]() |
૨૬ માર્ચ ૧૯૭૭ | ૧૩ જુલાઇ ૧૯૭૭ | ૬ઠ્ઠી | જનતા પાર્ટી | |
7 | કે એસ હેગડે | ![]() |
૨૧ જુલાઇ ૧૯૭૭ | ૨૧ જાન્યુઆરી ૧૯૮૦ | |||
૮ | બલરામ જાખડ | ![]() |
૨૨ જાન્યુઆરી ૧૯૮૦ | ૨૭ ઓક્ટોબર ૧૯૮૪ | ૭મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૬ જાન્યુઆરી ૧૯૮૫ | ૧૮ ડિસેમ્બર ૧૯૮૯ | ૮મી | |||||
૯ | રબિ રાય | — | ૧૯ ડિસેમ્બર ૧૯૮૯ | ૯ જુલાઇ ૧૯૯૧ | ૯મી | જનતા દળ | |
૧૦ | શિવરાજ પાટીલ | ![]() |
૧૦ જુલાઇ ૧૯૯૧ | ૨૨ મે ૧૯૯૬ | ૧૦મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૧ | પૂર્ણો સંગમા | ૨૩ મે ૧૯૯૬ | ૨૩ માર્ચ ૧૯૯૮ | ૧૧મી | |||
૧૨ | જીએમ સી બાલયોગી | — | ૨૪ માર્ચ ૧૯૯૮ | ૧૯ ઓક્ટોબર ૧૯૯૯ | ૧૨મી | તેલુગુ દેશમ પાર્ટી | |
૨૨ ઓક્ટોબર ૧૯૯૯ | ૩ માર્ચ ૨૦૦૨ | ૧૩મી | |||||
૧૩ | મનોહર જોશી | ![]() |
૧૦ મે ૨૦૦૨ | ૨ જૂન ૨૦૦૪ | શિવસેના | ||
૧૪ | સોમનાથ ચેટર્જી | ૪ જૂન ૨૦૦૪ | ૩૧ મે ૨૦૦૯ | ૧૪મી | ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) | ||
૧૫ | મીરા કુમાર | ![]() |
૪ જૂન ૨૦૦૯ | ૪ જૂન ૨૦૧૪ | ૧૫મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૬ | સુમિત્રા મહાજન | ૫ જૂન ૨૦૧૪ | ૧૯ જૂન ૨૦૧૯ | ૧૬મી | ભારતીય જનતા પાર્ટી | ||
૧૭ | ઓમ બિરલા | ![]() |
૧૯ જૂન ૨૦૧૯ | હાલમાં | ૧૭મી | ભારતીય જનતા પાર્ટી |