લોટેશ્વર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°40′57″N 71°46′30″E / 23.6824°N 71.775124°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
તાલુકો | શંખેશ્વર તાલુકો |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
લોટેશ્વર (તા. શંખેશ્વર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા શંખેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે. લોટેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
લોટેશ્વર ખારીનો ટીંબો તરીકે પણ ઓળખાય છે અને તે રૂપેણ નદીની સહાયક નદી ખારી નદીની ડાબી બાજુએ આવેલું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે.[૧]
અહીં આવેલો પ્રાચીન સ્થાપ્ત્ય એવો લોટેશ્વરનો કુંડ પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ છે. રચના પરત્વે એ ચાર અર્ધવર્તુળાકારોને સ્વસ્તિકની પેઠે ચાર છેડે જોડેલા હોય એવો દેખાવ ધરાવે છે. એના મધ્ય ભાગે કૂવો છે જે સમચોરસ આકાર ધરાવે છે.
એક લોકવાયકા પ્રમાણે, પ્રાચીન સમયે કુંતી માતા સાથે પાંચ પાંડવો ફરતા ફરતાં આ પ્રદેશ આવ્યા ત્યારે આ પ્રદેશ હિડંબા વન તરીકે ઓળખાતો હતો. તે સમયે જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ને એવો નિયમ હતો કે ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરી પછી જ ભોજન કરવું. પણ હિડંબા વનમાં એક પણ શિવલિંગ હતું નહિ, તેથી તેમણે પાણી પીવાના લોટાને (કળશ્યો) ઊંધો મૂકીને શિવલિંગ માનીને તેની પૂજા અર્ચના કરવા લાગ્યા. પણ કુંતી માતાએ પુત્રને રોકી અને કહ્યું કે આ શિવલિંગની પૂજા કહી શકાય નહી. ત્યારે બાજુમાં ઉભેલા સહદેવે ભીમને બોલાવીને કહ્યું કે આ ઊંધા લોટા પર ગદાનો પ્રહાર કર, ભીમે લોટા પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે ત્યાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો. ત્યારે લોટાની પૂજા અર્ચના કરી. ત્યાર પછી અહી એક સુંદર મંદિરનું નિર્માણ થયું અને આ મંદિરને 'લોટેશ્વર' તથા કુંડને 'લોટેશ્વર કુંડ' નામ આપ્યું.[સંદર્ભ આપો]
ફાગણ વદ અગિયારસથી ફાગણી અમાસ સુધી મંદિરે મેળો ભરાય છે. ભૂત-પ્રેત, દુઃખ-દર્દ, દૂર કરવા લોકો લોટેશ્વર મહાદેવજીના મંદિરે આવી ધૂણતા અને ત્યારથી આ મેળાનું નામ ધુણીયો મેળો પડી ગયું છે.[૨]
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |