વલ્લભીપુર | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°53′N 71°52′E / 21.88°N 71.86°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
વસ્તી | ૧૫,૮૫૨[૧] (૨૦૧૧) | ||
લિંગ પ્રમાણ | ૯૩૭ ♂/♀ | ||
સાક્ષરતા | ૭૯.૨% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વલ્લભીપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વના તાલુકા વલ્લભીપુર તાલુકાનું એક મહત્વનું શહેર છે, જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.
વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશ (ઈ.સ. ૪૭૦-૭૮૮) ની રાજધાની હતી. શબ્દકોશમાં "વલભી" શબ્દનો અર્થ ‘છજું; ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.[૨] આ નગર નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર છે. એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય છે. એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયુ એવુ ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.[૩] તો રસિકલાલ પરીખ આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ-કપાસ (ર) વલહી - વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ[૪] આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.[૫] મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને: ૪૭૦). આ પૂર્વે મોર્યથી ગુપ્ત કાળ સુધી સૌરાષ્ટ્રનું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ જુનાગઢ) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા-સમૃઘ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતા વલભીનગરી સમૃઘ્ધિથી છલકાવા લાગી.
વલભીના શાસકોના મોટા ભગવાન પરમ માહેશ્વર હતા એટલે અહી કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હશે. જેના અવશેષ રૂપ વિશાળ ભવ્ય લિંગો અને નંદીઓ આજસુધી મોજુદ છે, અલબત તે સમયનુ એક પણ મંદિર હયાત નથી. તો વૈષ્ણવ અને સૌર સંપ્રદાયને પણ એટલું જ મહત્વ મળ્યુ હતુ, એક સમયે તે બૌદ્ધ ધર્મનું પણ પ્રમુખ કેન્દ્ર હતુ. મૈત્રક કાળ દરમિયાન અહી કેટલાંક બૌદ્ધ વિહાર પણ બંધાયા હતા.[૫]
એક વિધાધામ તરીકે પણ વલભી પ્રખ્યાત હતી. ઇ.સ. ૭૦૦ આસપાસ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે તેના પુસ્તકમાં વિદ્યાપીઠનું વર્ણન કરેલું છે.
દડવા (રાંદલના) ખાતે એક વાવમાં બ્રાહ્મણોનાં કેટલાક ગોત્રનાં કુળદેવી રાંદલમાતાનું એક પ્રાચિન મંદિર આવેલુ છે. એકાદ દાયકા પહેલા ત્યાંથી મુર્તિની અહીંયા વલ્લભીપુરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. વલ્લભીપુરમાં હવે ઉતારાની સંપુર્ણ સુવિધાવાળુ રાંદલમાતાનું મંદિર સંકુલ અસ્તિત્વ ધરાવે છે.
વલ્લભીપુરમાં આવેલું આ પ્રાચીન મંદિર ૨૫ ફુટ ઉંડા પાયા અને ૩૮ સ્થંભો પર ઉભેલું છે.[૬] આ મંદિર લગભગ બે હજાર વરસ જેટલું જુનું છે.[૬] મંદિરનું ખરૂ નામ તો બથેશ્વર મહાદેવ હતું કેમ કે આ લીંગ માણસની બાથમાં લઈ ન શકાય એટલું મોટું છે.[૬]
અહીં આવેલા પ્રાચીન ટીંબાને ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક (ક્રમાંક: N-GJ-73) જાહેર કરેલ છે.