વસ્ત્રાપુર તળાવ | |
---|---|
![]() વસ્ત્રાપુર તળાવ, ૨૦૧૨ | |
સ્થાન | વસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°02′18″N 72°31′44″E / 23.0384°N 72.5290°E |
પ્રકાર | કૃત્રિમ |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | અમદાવાદ |
વસ્ત્રાપુર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું એક તળાવ છે. ઇ.સ. ૨૦૦૨માં તળાવનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
તળાવની ફરતે ચાલવા-જોગિંગ કરવા માટેની માર્ગ (૬૦૦ મીટર), નાના બગીચા, બેસવા માટેના બાંકડાઓ તથા બાળકો માટે ચકડોળ અને રમવા માટેની અન્ય સુવિધાઓ છે. તળાવની બધી બાજુ રસ્તાઓ આવેલા છે, જેની બીજી બાજુએ શોપિંગ સેન્ટરો (બજાર) વિકાસ પામ્યાં છે. આજુબાજુમાં ખાણી-પીણીની પણ ઘણી રેકંડીઓ છે. તળાવ સંકુલમાં એક ઓપન એર થિયેટર પણ આવેલું છે. તળાવની નજીકમાં અમદાવાદ વન (જુનું નામ: આલ્ફા વન) નામનો મૉલ આવેલો છે.
૨૦૧૩માં વસ્ત્રાપુર તળાવનું નામકરણ 'ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર' તરીકે કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી છે.[૧]
૨૦૧૬માં તળાવ લગભગ સંપૂર્ણપણે સૂકાઇ ગયું હતું. લોકોએ મૃત માછલીઓને દૂર કરીને જીવિત માછલીઓને બચાવવા માટે તેમને અન્ય સ્થળોએ ખસેડી હતી.[૨]
સપ્ટેમ્બર ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તળાવને નર્મદા નદીના પાણીથી ભરવાની યોજના બનાવી હતી.[૩]
![]() | આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |