વાંકાનેર રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું | |||||||
૧૬૦૫–૧૯૪૮ | |||||||
![]() સૌરાષ્ટ્રમાં વાંકાનેર રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 1,075 km2 (415 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 44259 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૦૫ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
![]() |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
વાંકાનેર રજવાડું ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.[૧] તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
વાંકાનેર રજવાડાની સ્થાપના ઇ.સ. ૧૬૨૦માં ધ્રાંગધ્રા રજવાડાના રાય ચંદ્રસિંહજી (૧૫૮૪-૧૬૨૮)ના સૌથી મોટા પરથીરાજજીના પુત્ર સરતાનજીએ કરી હતી. રાજ્યના રાજવીઓ ઝાલા વંશના રાજપૂતો હતો. ૧૮૦૭માં મહારાજા રાય સાહિબ ચંદ્રસિંહજી પ્રથમે બ્રિટિશરો સાથે સંધિ કરી અને વાંકાનેર રજવાડું બ્રિટિશ રક્ષિત બન્યું. ૧૮૬૨માં રાજ્યને પોતાના શાસક માટે વંશજ પસંદ કરવાની સત્તા મળી હતી. વાંકાનેરના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટેની સંધિ પર ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં હસ્તાક્ષર કર્યા હતા.[૨]
વાંકાનેરના શાસકો 'મહારાજા રાજ સાહિબ' બિરુદ ધારણ કરતા હતા.[૩]