વાપી

વાપી
—  શહેર  —
જૈન મંદિર, વાપી
જૈન મંદિર, વાપી
વાપીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°22′N 72°54′E / 20.367°N 72.900°E / 20.367; 72.900
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વાપી
વસ્તી ૧,૬૩,૬૩૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 27.33 metres (89.7 ft)

વાપી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા વાપી તાલુકામાં આવેલું એક, ઔદ્યૌગિકક્ષેત્રે જાણીતું, તેમજ મુંબઇથી દિલ્હી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું શહેર છે. આ ઉપરાંત વાપી શહેર અમદાવાદથી મુંબઇ જતા રેલ્વે માર્ગ પરનું વિરાર અને વલસાડ વચ્ચેનું સ્ટેશન છે. વાપી શહેર ખાતે આવેલી જી.આઈ.ડી.સી. ખુબ જ મોટી ઔદ્યૌગિક વસાહત છે. દમણગંગા નદીના કિનારે આવેલું આ શહેર તેના રસાયણિક ઉદ્યોગો માટે જાણીતું છે.

વાપીમાં ઔદ્યોગિક વસાહત અને જોખમી રાસાયણિક કચરાઓનાં લીધે દુનિયામાં ૪ (ચોથા) ક્રમનું પ્રદુષિત શહેર જાહેર થયેલું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર તથા વાપી ઉદ્યોગથી જોડાયેલા તમામ લોકોએ એક જુથ થઇને વાપીના ઉદ્યોગોના કચરાઓનો નિકાલ કરવાની પહેલ કરી હતી અને તેને અમલમાં મુકાવી.[સંદર્ભ આપો]

વાપી નગરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મહાવિદ્યાલય જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંથી સિલ્વાસા તેમ જ દમણ રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. આ ઉપરાંત વાપી અને શામળાજીને જોડતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ આ શહેરને રાજ્યની પૂર્વ સરહદે આવેલાં અન્ય સ્થળો સાથે જોડે છે.

પરિવહન

[ફેરફાર કરો]
વાપી રેલ્વે સ્ટેશન

મુંબઇથી અમદાવાદ જતા રેલ્વે માર્ગ પર વલસાડ અને વિરાર વચ્ચે વાપી સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા વાપી પહોંચી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ શહેરને બે ભાગમાં વિભાજીત કરે છે, જેમાં પારડી અને ભીલાડની વચ્ચે વાપી આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી દમણ પણ જઇ શકાય છે.

વાપીથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Vapi City Population Census 2011 | Gujarat". www.census2011.co.in. મેળવેલ 23 October 2017.