વામન

વામન
વિજયના દેવતા
વામનજી રાજા બલી સાથે
જોડાણોદશાવતાર
રહેઠાણવૈકુંઠ
મંત્ર ૐ વામન દેવતાભ્યો નમઃ
ઉત્સવોવામન દ્વાદશી

વામન અવતાર હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દશ અવતારોમાંથી પાંચમો અવતાર છે. જે ભાદ્રપદમાં શુક્લ પક્ષની દ્વાદશીને અવતરિત થયા. આચાર્ય શુક્ર એ એમની સંજીવની વિદ્યાથી બલી તથા બીજા અસુરો ને પણ જીવિત તેમજ સ્વસ્થ કરી દીધા હતા. રાજા બલીએ આચાર્યની કૃપાથી જીવન પ્રાપ્ત કર્યું હતું. તે સાચા હ્રદયથી આચાર્યની સેવામાં લાગી ગયા. શુક્રાચાર્ય પ્રસન્ન થયા. એમણે યજ્ઞ કરાવ્યો. અગ્નિથી દિવ્ય રથ, અક્ષય ત્રોણ, અભેદ્ય કવચ પ્રકટ થયા. આસુરી સેના અમરાવતી પર ચઢી ગઈ. ઇન્દ્ર એ જોતા જ સમજી લીધું કે આ વખતે દેવતા આ સેનાનો સામનો નહિ કરી શકે. બલી બ્રહ્મતેજથી પોષિત હતો. દેવગુરુના આદેશથી દેવતા સ્વર્ગ છોડીને ભાગી ગયા. અમર ધામ અસુર રાજધાની બન્યું. શુક્રાચાર્ય એ બલીનું ઇન્દ્રસ્થ સ્થિર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો પ્રારંભ કર્યો. સો અશ્વમેઘ કરીને બલી નિયમ સમિત ઇન્દ્ર બની જશે. પછી એને કોણ હટાવી શકે છે.

આ જોઇને દેવમાતા અદિતિ અત્યંત દુખી હતા. એમણે એમના પતિ મહર્ષિ કશ્યપથી એમણે પ્રાર્થના કરી. મહર્ષિ તો એક જ ઉપાય જાણે છે.- ભગવાનના શરણ, અને આરાધના. અદિતિ એ ભગવાનની આરાધના કરી, પ્રભુ પ્રકટ થયા. અદિતિને વરદાન મળ્યું. એના જ ગર્ભથી ભગવાન પ્રકટ થયા. તત્કાલ વામન બ્રહ્મચારી બની ગયા. મહર્ષિ કશ્યપ એ ઋષીઓની સાથે એનું ઉપનયન સંસ્કાર સંપન્ન કર્યું. ભગવાન વામન પિતાથી આજ્ઞા લઈને બલીને ત્યાં ગયા. નર્મદાના ઉત્તર કિનારા પર અસુરેન્દ્ર બલી અશ્વમેઘ યજ્ઞ માં દીક્ષિત હતા. આ એનો અંતિમ અશ્વમેઘ હતો.

છત્ર, પલાશ, દંડ તથા કમન્ડલુ માટે, જટાધારી, અગ્નિની સમાન તેજસ્વી વામન બ્રહ્મચારી ત્યાં પધાર્યા. બલી, શુક્રાચાર્ય, ઋષિગણ, બધા એ તેજથી અભિભૂત એમની અગ્નીઓની સાથે ઉઠીને ઉભા થયા. બલી એ એના ચરણ ધોયા, પૂજા કરી અને પ્રાર્થના કરી જે પણ ઈચ્છા હોય તે માંગી લો.

બલીના કુળની શૂરતા, ઉદારતા વગેરેની પ્રશંશા કરીને વામને 'મને મારા પગોથી ત્રણ પદ ભૂમિ જોઈએ.' માંગ્યું. બલીએ ખુબ આગ્રહ કર્યો કે બીજું કંઈ માંગી લો પર વામન એ જે માંગ્યું હતું તે જ માંગ્યું હતું. એક પદમાં પૃથ્વી, એકમાં સ્વર્ગાદીલોક તથા શરીરથી સમસ્ત નભ વ્યાપ્ત કરી લીધા એમણે એનું વામ પદ બ્રહ્મલોકથી ઉપર સુધી ગયું. એના અંગુષ્ઠ નખથી બ્રહ્માંડનું આવરણ તનિક તૂટી ગયું. બ્રહ્મદ્રવ ત્યાંથી બ્રહ્માંડમાં પ્રવેશ થયા. બ્રહ્માજી એ ભગવાનના ચરણ ધોયા અને ચરણોદકની સાથે એને બ્રહ્મદ્રવને એમના કમંડળમાં લઇ લીધા. તે જ બ્રહ્મદ્રવ ગંગાજી બન્યા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]