વાસુપુજ્ય સ્વામી | |
---|---|
૧૨મા જૈન તીર્થંકર | |
વાસુપૂજ્યની મૂર્તિ, ચંપાપુર, બિહાર | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | શ્રેયાંસનાથ |
અનુગામી | વિમલનાથ |
પ્રતીક | ભેંસ[૧] |
ઊંચાઈ | ૭૦ ધનુષ્ય (૨૧૦ મીટર)[૨] |
ઉંમર | ૭૨,૦૦,૦૦૦ વર્ષ |
વર્ણ | રાતો |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | ચંપાપુર |
દેહત્યાગ | ચંપાપુરી |
માતા-પિતા |
|
વાસુપુજ્ય સ્વામી હાલનાં અવસર્પિણી યુગના જૈન ધર્મના બારમા તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્ત બન્યો એટલેકે સિદ્ધ બન્યો. વાસુપુજ્યનો જન્મ ઇક્ષ્વાકુ રાજવંશમાં ચાંપાપુરીમાં રાજા વાસુપુજ્ય અને રાણી જયાદેવીનો ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ ફાગણ વદ ચૌદસ છે. સંસાર ત્યાગ કર્યા પાદ એક મહિનાની સાધના પછી જ હાલના ઉત્તર બંગાળના ભાગલપુરમાં ચંપાપુરી સ્થળે તેમને અષાઢ સુદ ચૌદશના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ.
વાસુપુજ્ય સ્વામી હાલનાં અવસર્પિણી યુગના જૈન ધર્મના બારમા તીર્થંકર છે. [૩]જૈન માન્યતાઓ અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરીને મુક્ત બન્યો એટલે કે સિદ્ધ બન્યો. વાસુપુજ્યનો જન્મ ઇક્ષ્વાકુ રાજવંશમાં, ચંપાપુરીમાં રાજા વાસુપુજ્ય અને રાણી જયાદેવીનો ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ ફાગણ વદ ચૌદસ છે. સંસાર ત્યાગ કર્યા બાદ એક મહિનાની સાધના પછી જ હાલના ઉત્તર બંગાળના ભાગલપુરમાં આવેલા ચંપાપુરી સ્થળે તેમનેઅષાઢ સુદ ચૌદશના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. [૪]
દ્વિપૃષ્ઠ નામનો બીજો વાસુદેવ તેમના અનુયાયી હતા. તેણે અને તેના ભાઈ બળદેવ શ્રીવિજયે, તર્ક નામના પ્રતિવાસુદેવને જીત્યો અને તેના દમનકારી શાસનનો અંત આણ્યો. શ્રીવિજય બાદમાં ભગવાન વાસુપુજ્યના સંઘમાં દીક્ષિત સાધુ બન્યા. [૪]
ઈ.સ. ૨૦૧૪માં બિહારના નાથનગર, ચંપાપુરી, ભાગલપુર બિહાર માં ૩૧ ફુટ ઉંચાઇ ધરાવતી વાસુપુજ્યની સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિનું નિર્માણ સોનાદેવી સેઠી ધર્માદા સંસ્થાના દાનમાંથી કરવામાં આવી હતી અને દિમાપુરના ફુલચંદ સેઠી સંકુલમાં આવેલી છે. [૫] [૬]