વિજયરાય વૈદ્ય | |
---|---|
જન્મ | વિજયરાય કલ્યાણરાય વૈદ્ય 7 April 1897 ભાવનગર, ગુજરાત |
મૃત્યુ | 17 April 1974 વડોદરા | (ઉંમર 77)
ઉપનામ | વિનોદકાંત |
શિક્ષણ | બી.એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | વિલ્સન કોલેજ, મુંબઇ |
નોંધપાત્ર પુરસ્કારો |
|
વિજયરાય વૈદ્ય (૧૮૯૭-૧૯૭૪) ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા.
તેમનો જન્મ ૭ એપ્રિલ ૧૮૯૭ના રોજ ગુજરાતનાં વઢવાણ ખાતે થયો હતો. પિતાનું નામ કલ્યાણરાય વૈદ્ય હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાંથી મેળવ્યું અને મુંબઇની વિલ્સન કોલેજમાંથી વર્ષ ૧૯૨૦માં તેમણે વિનયન શાખાના સ્નાતકની પદવી મેળવી. તેમણે અધ્યાપન, પત્રકારત્વ અને સાહિત્ય-વિવેચન જેવા ક્ષેત્રોમાં સેવાઓ આપી હતી. સ્નાતક થયા બાદ તુરંત જ તેઓ બટુભાઈ ઉમરવાડિયાનાં સામયિક 'ચેતન'માં સહતંત્રી તરીકે જોડાયા હતા. ૧૯૨૪માં તેમણે 'કૌમુદી'નું પ્રકાશન કર્યું અને ૧૯૩૭થી ૧૯૪૯ સુધી સુરતની ટી.બી. કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. તેમણે ગુજરાતી સાહિત્યમાં કરેલા યોગદાન માટે ૧૯૩૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને ૧૯૫૨માં નવસારીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં તેમને ‘સાહિત્ય સંત’ તરીકે સન્માન આપવામાં આવ્યું. આ ઉપરાંત ૧૯૫૫માં તેમને નર્મદ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.[૧][૨]
૧૯૭૪ની ૩૧મી એપ્રિલે વડોદરા ખાતે તેમનું નિધન થયું.[૧]
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |