વિનોદ ભટ્ટ | |
---|---|
![]() વિનોદ ભટ્ટ અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૧૯૯૫ | |
જન્મ | નાંદોલ, ગુજરાત, ભારત | 14 January 1938
મૃત્યુ | 23 May 2018 | (ઉંમર 80)
વ્યવસાય | લેખક, વેરા સલાહકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ |
|
નોંધપાત્ર સર્જનો | 'વિનોદની નજરે','ઈદમ તૃતીયમ્','વિનોદવિમર્શ','તમે યાદ આવ્યા','પ્રભુને ગમ્યું તે ખરું' |
નોંધપાત્ર પુરસ્કારો | |
જીવનસાથીઓ | કૈલાશબેન, નલીનીબેન |
વિનોદ ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા. તેમનાં હાસ્યલેખોની કટાર ગુજરાતી સમાચાર પત્રો અને અન્ય સામયિકોમાં પ્રગટ થયા હતા.
તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમના પિતા અને માતાનું નામ જસવંતલાલ અને જયાબેન હતું . તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી, જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી.[૧][૨]
૨૩ મે, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે લાંબી બીમારી પછી તેમનું અવસાન થયું હતું.[૩][૪]
તેમના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે:[૫]