વિરાટ

વિરાટ
વિરાટ
વિરાટ તેમના દરબારમાં (ચિત્ર: રાજા રવિ વર્મા પ્રેસ, ૧૯૨૦)
માહિતી
જીવનસાથીસુદેક્ષણા
બાળકોઉત્તરા, ઉત્તર, શ્વેત અને શંખ

રાજા વિરાટ (સંકૃત: विराट)કે જેમના રાજ્યમાં પાંડવોએ એક વર્ષના ગુપ્તવાસ દરમિયાન આશરો લીધો હતો. તેમની રાણીનું નામ સુદેક્ષણા હતું. તેમને એક પુત્રી હતી જેનું નામ ઉત્તરા હતું અને તેણે અર્જુન પાસેથી નૃત્ય વિદ્યા શીખી હતી અને ત્યાર બાદ તેના વિવાહ અભિમન્યુ સાથે કરવામા આવ્યા હતા. વિરાટ રાજાને ત્રણ પુત્રો પણ હતા જેમનું નામ ઉત્તર, શ્વેત તથા શંખ હતું. દ્રોણાચાર્યના હાથે પુત્રો સહિત મહાભારત ના યુદ્ધમાં તેમનો વધ થયો હતો.