વિરેન્દ્ર સેહવાગ (અંગ્રેજી:Virender Sehwag) ભારત દેશના દિલ્હી રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેમને રમતગમત ક્ષેત્રે ક્રિકેટની રમતમાં કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].