વિલિયમ નોર્મન બ્રાઉન | |
---|---|
જન્મ | ૨૪ જૂન ૧૮૯૨ બાલ્ટીમોર |
મૃત્યુ | ૨૨ એપ્રિલ ૧૯૭૫ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | Indologist |
સંસ્થા | |
પુરસ્કારો |
વિલિયમ નોર્મન બ્રાઉન (૨૪ જૂન, ૧૮૯૨ - ૨૨ એપ્રિલ, ૧૯૭૫[૧]) એક અમેરિકન શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ ભારતીય સંસ્કૃતિ વિષે જાણકારી તેમ જ સંસ્કૃત વિષય સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી, અમેરિકામાં પ્રથમ વાર "સાઉથ એશિયન સ્ટડીઝ" નામથી શૈક્ષણિક વિભાગની સ્થાપના કરી હતી. "અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી"ની જવાબદારી ઈ. સ. ૧૯૨૬ના વર્ષમાં એમણે નિભાવી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીના મોટાભાગના સમય દરમ્યાન તેઓ "યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા" ખાતે સંસ્કૃત વિષયના અધ્યાપક (પ્રોફેસર) રહ્યા હતા.[૨].
તેમણે સંસ્કૃત ભાષાના પુષ્પદન્ત અને આદિ શંકરાચાર્ય રચિત સૌંદર્યલહરી નામના ગ્રંથનો અનુવાદ કર્યો હતો, જે ઈ. સ. ૧૯૫૮ના વર્ષમાં "હાવર્ડ ઓરિએન્ટલ સિરિઝ"ના ૪૩મા વોલ્યુમ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા.[૩][૪][૫].