વિલે પાર્લે મુંબઈ મહાનગરનું એક પરું (ઉપનગર) છે અને લોકલ ટ્રેનની વેસ્ટર્ન તથા હાર્બર લાઇન પર આવતું સ્ટેશન છે.
જુલાઇ ૨૦૧૩માં વિલે પાર્લે સ્ટેશન વેસ્ટર્ન લાઇનનું પ્રથમ અને સમગ્ર મુંબઈ લોકલ ટ્રેન માળખાનું બીજું એવું સ્ટેશન બન્યું જેમાં સ્વચાલિત સીડી (એસ્કેલેટર) હોય. તેનો ખર્ચ ૫૦ લાખ થયો હતો.[૧]
વિલે પાર્લે સ્ટેશન પર ૨ હાર્બર લાઇનના, ૨ મેઇન લાઇનના અને ૨ ફાસ્ટ ટ્રેનના એમ કુલ મળીને ૬ પ્લેટફોર્મ છે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ તરફ જતી-આવતી ટ્રેન માટે એક અલાયદો ટ્રેક પણ છે.