વીર નિર્વાણ સંવત (યુગ) એ એક કેલેન્ડર છે જેનો પ્રારંભ ૧૫ ઓક્ટોબર ૫૨૭ ઈસવીસન પૂર્વ થી થાય છે. તે ૨૪માં જૈન તીર્થંકર મહાવીર સ્વામી ના નિર્વાણની ઉજવણી કરે છે. આ સૌથી જૂની કાલક્રમિક ગણતરીઓ માં એક છે જેનો ઉપયોગ ભારતમાં હજી પણ થાય છે. [૧]
પ્રારંભિક લખાણમાં મહાવીર સ્વામી ના નિર્વાણ વર્ષ નો ઉલેખ યતિવ્રિશભ ના તિલોય-પન્નતી (૫ મી સદી) મા મળે છે. [૨] જેમ કે જીનસેનના હરિવંશ (ઈસવીસન ૭૮૩) માં વીર નિર્વાણ યુગનો ઉલ્લેખ છે, તે અને શક સંવત(ઈસવીસન ૭૮ માં શરૂઆત) ૬૦૫ વર્ષ અને ૫ મહિના નો તફાવત છે. [૩]
૨૧ ઓક્ટોબર ૧૯૭૪ ના રોજ સમગ્ર ભારતમાં અને વિશ્વમાં જૈનો દ્વારા મહાવીર સ્વામીનો ૨૫૦૦ મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો [૪] [૫]
જૈન વર્ષ વીર નિર્વાણ સંવત કાર્તિકી વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષ ઉમેરીને મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વીર નિર્વાણ સંવત ૨૫૪૪ અને વિક્રમ સંવત ૨૦૭૪, કાર્તિક કૃષ્ણ અમાવસ્યા (ચૈત્રિ અને પૂર્ણિમંત) પર ૨૦ ઓક્ટોબર ૨૦૧૭ ના દિપાવળી પછીથી શરૂ થઈ હતી. [૬] [૭] નવી ચૈત્રિઆદિ વિક્રમ સંવત (ઉત્તર ભારતમાં સામાન્ય) ચૈત્રમાં સાત મહિનાથી વહેલા શરૂ થાય છે, આ રીતે ચૈત્ર-કાર્તિક કૃષ્ણ દરમિયાન, વિક્રમ અને વીર નિવાણ સંવત વચ્ચેનો તફાવત ૪૬૯ વર્ષ છે.
જૈન વ્યવસાયી લોકોએ પરંપરાગત રીતે તેમના નાણાકીય વર્ષની શરૂઆત દિવાળી થી કરી હતી. વીર અને શક યુગ વચ્ચેનો સંબંધ આચાર્ય વિરસેના દ્વારા "તિથોગલી પૈન્નયા" અને "ધવલ" માં આપવામાં આવ્યો છે: [૮]
पंच य मासा पंच य वास छच्चेव होन्ति वाससया |
परिणिव्वुअस्स अरिहितो तो उप्पन्नो सगो राया ||
આમ નિર્વાણ સકા યુગના ૬૦૫ વર્ષ અને ૫ મહિના પહેલાં આવ્યું હતું.
જૈન પંંચાંગ એક ચાંદ્ર–સૌર પંચાંગ અને માત્ર પરંપરાગત વિકર્મ અથવા સાકા કૅલેન્ડર્સ જેવા હોય છે. પૃથ્વીના સંદર્ભમાં ચંદ્રની સ્થિતિના આધારે મહિનાઓ અને દર ત્રણ વર્ષમાં એકવાર એક વધારાનો મહિનો (અધિક માસ) ઉમેરીને, સૂર્ય સાથે તબક્કામાં મહિના લાવવા માટે મૌસમ સાથે સુસંગત થવા માટે ગોઠવવામાં આવે છે. તેનો દિવસ અથવા તારીખ જે તિથી તરીકે ઓળખાય છે, તે ચંદ્રના તબક્કાને સૂચવે છે અને મહિનો સૌર વર્ષની આશરે મૌસમ સૂચવે છે.
લ્યુનિસોલર કેલેન્ડરમાં (ચાંદ્ર–સૌર પંચાંગમાં) નીચેની વ્યવસ્થા છે: નિયમિત અથવા સામાન્ય વર્ષમાં ૧૨ મહિના હોય છે; એક લીપ વર્ષમાં ૧૩ મહિના હોય છે. નિયમિત અથવા સામાન્ય વર્ષમાં ૩૫૩, ૩૫૪ અથવા ૩૫૫ દિવસ હોય છે; લીપ વર્ષમાં ૩૮૩, ૩૮૪ અથવા ૩૮૫ દિવસ હોય છે.
જૈન પંચાંગમાં મહિનાઓ છે - કારતક, માગસર, પોષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રવણ, ભાદરવો, આસો.
એક મહિનામાં દિવસની સરેરાશ સંખ્યા ૩૦ છે પરંતુ ચાંદ્ર–સૌર વર્ષમાં દિવસની સરેરાશ સંખ્યા ૩૫૪ છે અને ૩૬૦ (એક વર્ષમાં ૧૨ મહિના) નહીં કારણ કે ચંદ્રને પૃથ્વીના આસપાસના વર્તુળને પૂર્ણ કરવામાં લગભગ ૨૯.૫ દિવસ (૩૦ દિવસ નહીં) લાગે છે. તેથી એક તિથિ લગભગ બે મહિનાના સમયગાળામાં દૂર થાય છે.
હિબ્રુ, હિન્દુ ચાંદ્ર, બૌદ્ધ અને તિબેટીયન કલેન્ડર્સ બધા લ્યુનિસોલર છે, અને તેથી ૧૮૭૩ સુધી જાપાની કેલેન્ડર્સ અને ૧૯૧૨ સુધી ચિની કલેન્ડર્સ હતા.
ઇસ્લામિક કેલેન્ડર શુદ્ધ ચંદ્ર કેલેન્ડર છે કારણ કે તેની તારીખ (તિથિ) ચંદ્રના તબક્કાને સૂચવે છે પરંતુ તેના મહિનાઓ સૌર વર્ષ અથવા મોસમના સમય સાથે તબક્કામાં નથી. તે સૂર્ય અથવા મોસમ સાથે સુસંગત થવા માટે તેના કેલેન્ડરને વ્યવસ્થિત કરતું નથી. તેથી દર ત્રણ વર્ષે કોઈ વધારાનો મહિનો ઉમેરવામાં આવતો નથી.
ગ્રેગોરિયન કલેન્ડર (અંગ્રેજી સીઇ) શુદ્ધ સૌર કેલેન્ડર છે અને તેની તારીખ સૂર્ય મોસમનો સમય સૂચવે છે પરંતુ ચંદ્રનો તબક્કોને સૂચવતો નહીં.