વીરપાંડ્યા કટ્ટબોમ્મન | |
---|---|
![]() | |
શાસન | ૧૭૯૨–૧૬ ઓક્ટોબર ૧૭૯૯ |
જન્મ | Did not recognize date. Try slightly modifying the date in the first parameter. પાંચાલનકુરિચી (વર્તમાન તૂતૂકૂડી જિલ્લો, તમિલનાડુ, ભારત) |
મૃત્યુ | 16 October 1799 કયતારુ, ((વર્તમાન તૂતૂકૂડી જિલ્લો, તમિલનાડુ, ભારત) | (ઉંમર 39)
જીવનસાથી | જક્કમ્મલ |
પિતા | જગવીરા કટ્ટબોમ્મન નાયકર |
માતા | અરુમુગથમ્મલ |
વીરપાંડ્યા કટ્ટબોમ્મન[૧] એ ૧૮મી સદીના પોલીગર[upper-alpha ૧] અને ભારતના તામિલનાડુમાં આવેલા પાંચાલનકુરિચીના[૨][૩] રાજા હતા. તેઓ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા અને પુડુકોટ્ટાઇ રાજ્યના શાસક વિજયા રઘુનાથ તોંડાઇમાનની મદદથી બ્રિટિશરોએ તેમના પર કબજો જમાવ્યો હતો અને ૩૯ વર્ષની વયે તેમને ૧૬ ઓક્ટોબર ૧૭૯૯ના રોજ કયતારુ ખાતે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.[૪]
વીરપાંડ્યા કટ્ટબોમ્મનનો જન્મ જગવીરા કટ્ટબોમ્મન નાયકર અને અરુમુગથમ્મલને ત્યાં તેલુગુ મૂળના પરિવારમાં થયો હતો. તેના પિતા જગવીરા પાંચાલનકુરિચીના પોલીગર હતા. તે પાંચાલનકુરિચીના બોમ્મુ અને આથી કટ્ટબોમ્મન કુળના હતા. ૩૦ વર્ષની વયે તેમને પાંચાલનકુરિચીના પોલીગર તરીકે તેમના પિતાનો હોદ્દો વારસામાં મળ્યો હતો, અને તેઓ સ્થાનિક ક્ષેત્રના ૪૭મા પોલીગર બન્યા હતા.[૫]
સ્થાનિક તમિલ લોકોનો ટેકો મેળવવા માટે, તેમના પિતા જગવીરા કટ્ટબોમ્મન નાયકરે તેમના પુત્રનું નામ પાંડ્યા કટ્ટબોમ્મન નાયકર રાખ્યું અને તેમના પોતાના નામ જગવીરાનું ટૂંકું સંસ્કરણ "વીર" ઉમેર્યું હતું.
વીરપાંડ્યાએ એક પોલીગર તરીકે કર વસૂલવાનો અને સૈનિકોની ભરતી કરવાનો અધિકાર જાળવી રાખ્યો હતો, બ્રિટિશરો પોલીગરોને ગેરકાયદેસર શાસકો તરીકે જોતા હતા અને તેમની કરવેરાની સત્તાનો અંત લાવવા માંગતા હતા, અને તેમની શક્તિ અને પ્રભાવને ઘટાડવા માંગતા હતા. આ માટે તેઓએ એક નવી કર નીતિ રજૂ કરી, જેના દ્વારા તેઓ કર વસૂલાત દરમિયાન પોલિગરો અને અન્ય વચેટિયાઓને સંપૂર્ણપણે દરકિનાર કરવાનો ઇરાદો ધરાવતા હતા.[૬] કટ્ટબોમ્મને નવી કર નીતિને અંગ્રેજો દ્વારા સ્થાનિક ક્ષેત્ર પરના તેમના સાર્વભૌમત્વને છીનવી લેવાના પ્રયાસ તરીકે જોઈ અને તેમને સાલિયાણું આપવાનું બંધ કરી દીધું હતું અને દલીલ કરી હતી કે તેમના ક્ષેત્રમાં લાંબા સમય સુધી દુષ્કાળને કારણે તેમનો કર માફ કરવો જોઈએ.[૭]
૧૭૯૮માં કટ્ટબોમ્મન અને તિરુનેલવેલીના તત્કાલીન કલેક્ટર જેક્સન વચ્ચે બાકી કરવેરા અંગે મતભેદ થયો હતો. ત્રણ મહિના બાદ કટ્ટબોમ્મને રામનાથપુરમમાં જેક્સન સાથે મુલાકાત કરી હતી, જ્યાં કંપનીના દળો અને પોલિગર વચ્ચે બોલાચાલી થઇ હતી, જેના પરિણામે કંપનીના દળોના ડેપ્યુટી કમાન્ડર ક્લાર્કનું મૃત્યુ થયું હતું, કટ્ટબોમ્મનેને તપાસ બાદ આ વિવાદમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
૧૭૯૯માં કલેક્ટરને મળવાનો ઇનકાર કર્યા બાદ, બ્રિટિશરોએ મેજર જ્હોન એલેક્ઝાન્ડર બેનરમેનના વડપણ હેઠળ સશસ્ત્ર દળ મોકલ્યું હતું.[૮]
બ્રિટીશરોના આકસ્મિક આક્રમણને ખાળવા કટ્ટબોમ્મનને પાંચાલનકુરિચીમાં પોતાના કિલ્લામાંથી લડત આપી. શરૂઆતમાં તેમના દળો કંપનીના દળોને રોકી રાખવામાં સફળ રહ્યા હતા પરંતુ આખરે કિલ્લો બ્રિટીશ તોપમારા સામે તેમનું સંરક્ષણ કરવામાં અસમર્થ રહ્યો હતો અને તેઓ નજીકના જંગલો તરફ ભાગી ગયા હતા. ૧ ઓક્ટોબર ૧૭૯૯ના રોજ બ્રિટિશરો સાથે સંકળાયેલા એટ્ટાયપુરમના રાજા એટ્ટપ્પન અને પુડુક્કોટ્ટાઇના રાજા વિજયા રઘુનાથ થુંડઇમાનની મદદથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યાં સુધી તેમણે ગેરિલા અભિયાનથી બ્રિટીશ દળો સામે લડત આપી હતી.[૮][૯]
ધરપકડ બાદ કટ્ટબોમ્મનની ૧૫ દિવસ સુધી પૂછતાછ કરવામાં આવી અને ફાંસીની સજા ફટકારવામાં આવી. ૧૬ ઓક્ટોબર ૧૭૯૯ના રોજ તેમને કયતારુ ખાતે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.[૭]
તેમના મૂકબધિર ભાઈ ઉમેદુરાઇ સહિતના તેમના બચી ગયેલા સંબંધીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પલયમકોટ્ટાઇના કિલ્લામાં બંધ કરી દેવામાં આવ્યા હતા, જો કે ઉમેદુરાઇ નાસી છૂટ્યા હતા અને અન્ય પોલિગરો સાથે જોડાયા હતા અને બ્રિટિશરો સામે લડવાનું ચાલુ રાખ્યું હતું. ઓક્ટોબર ૧૮૦૧માં તેમની પણ હાર થઈ અને અંગ્રેજોનો વિરોધ કરનારા અન્ય પોલિગરો સાથે તેમને પણ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા અને પાંચાલનકુરિચીના કિલ્લાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો.[૪]
ઇતિહાસકાર સુસાન બેલી કહે છે કે કટ્ટબોમ્મનને સ્થાનિક લોકવાયકામાં રોબિન હૂડ જેવું વ્યક્તિત્વ ગણવામાં આવે છે અને તે કુમ્મી પદ્યસ્વરૂપની કેટલીક પરંપરાગત કથાઓ અને લોકગીતોનો વિષય છે. કયતારુ ખાતે તેમની ફાંસીની સજાનું સ્થળ એક "શક્તિશાળી સ્થાનિક મંદિર" બની ગયું છે અને એક સમયે ત્યાં ઘેટાંની બલિ આપવામાં આવતી હતી.[૧૦] તમિલનાડુ સરકારે ૧૯૭૪માં પાંચાલનકુરિચી કિલ્લાનું પુનર્નિર્માણ કર્યું હતું.[૭] સરકાર દ્વારા કયતારુ ખાતે એક સ્મારકની જાળવણી કરવામાં આવે છે અને પાંચાલનકુરિચી ખાતેના જૂના કિલ્લાના અવશેષો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત છે.[૧૧][૧૨] ૨૦૦૬માં, તિરુનેલવેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમની જન્મજયંતી પર પાંચાલનકુરિચી ખાતે એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.[૧૩]
શિવાજી ગણેશનને ચમકાવતી તમિળ ભાષાની ફિલ્મ વીરપાંડ્યા કટ્ટબોમ્મન તેમના જીવન પર આધારિત છે.[૧૪]
કટ્ટબોમ્મનને ફાંસી અપાયાની દ્વિશતાબ્દીની યાદમાં ભારત સરકારે ૧૬ ઓક્ટોબર, ૧૯૯૯ના રોજ તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૧૫] વિજયનારાયણમ ખાતેના ભારતીય નૌકાદળના સંચાર કેન્દ્રનું નામ આઇએનએસ કટ્ટબોમ્મન રાખવામાં આવ્યું છે.[૧૬]
|archive-date=
(મદદ)