રાણી વેલુ નાચ્ચિયાર | |
---|---|
શિવગંગાઇની રાણી રામનાથપુરમની રાજકુમારી | |
૨૦૦૮ની ભારતીય ટપાલટિકિટ પર વેલુ નાચ્ચિયાર | |
શિવાગંગા એસ્ટેટના રાજા | |
શાસન | ઈ.સ. ૧૭૮૦ – ઈ.સ. ૧૭૯૦[૧] |
રાજ્યાભિષેક | ૧૭૮૦ |
પુરોગામી | મુથ્થુ વડુગણાથા પેરિયાવુડાય થેવર (૧૭૭૨ સુધી) |
અનુગામી | વેલાચ્ચિ નાચ્ચિયાર[૧] |
જન્મ | રામનાથપુરમ, શિવગંગા રજવાડું (વર્તમાન તમિલ નાડુ, ભારત) | 3 January 1730
મૃત્યુ | 25 December 1796 શિવગંગાઇ, શિવગંગા રજવાડું (વર્તમાન તમિલ નાડુ, ભારત) | (ઉંમર 66)
અંતિમ સંસ્કાર | ૨૫ ડિસેમ્બર ૧૭૯૬ |
જીવનસાથી | મુથ્થુ વડુગણાથા પેરિયાવુડાય થેવર |
વંશ | સેતુપતિ |
પિતા | ચેલ્લામુથુ વિજયરાગુનાથા સેતુપતિ |
માતા | મુથાથલ નાચ્ચિયાર |
રાણી વેલુ નાચ્ચિયાર (૩ જાન્યુઆરી ૧૭૩૦ – ૨૫ ડિસેમ્બર ૧૭૯૬) એ ૧૭૮૦ થી ૧૭૯૦ દરમિયાન શિવગંગા રજવાડાના રાણી હતા. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કરનાર પ્રથમ ભારતીય રાણી હતા.[૨][૩] તમિલો દ્વારા તેમને વીરમંગાઈ ("બહાદુર મહિલા") તરીકે ઓળખવામાં આવે છે.[૪] હૈદર અલીની સેના, સામંતશાહી શાસકો, મારુથુ બંધુઓ, દલિત કમાન્ડરો અને થાંડવરાયણ પિલ્લાઈના સમર્થનથી તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા હતા.[૫][૬][૭][૮]
વેલુ નાચ્ચિયાર રામનાથપુરમની રાજકુમારી હતા. તેઓ રાજા ચેલ્લામુથ્થુ અને રામનાદ સામ્રાજ્યની રાણી સકંધીમુથ્થલના એકમાત્ર સંતાન હતા. નાચ્ચિયારને યુદ્ધની ઘણી પદ્ધતિઓની તાલીમ આપવામાં આવી હતી, જેમાં યુદ્ધના શસ્ત્રોનો ઉપયોગ, વલારી, સિલામ્બમ, ઘોડેસવારી અને તીરંદાજી જેવી માર્શલ આર્ટ્સનો સમાવેશ થાય છે. તેઓ ઘણી ભાષાઓમાં વિદ્વાન હતા અને ફ્રેન્ચ, અંગ્રેજી અને ઉર્દૂ જેવી ભાષાઓમાં નિપુણ હતા.[૩] તેમણે શિવગંગાઇના રાજા સાથે લગ્ન કર્યા, જેમનાથી તેમને એક પુત્રી હતી.
૧૭૮૦માં જ્યારે તેમના પતિ, મુથુ વડુગનાથ પેરિયાવુદય થેવર, કલૈયારકોઇલ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો સાથેની લડાઇમાં માર્યા ગયા હતા, ત્યારે તેમને આ સંઘર્ષમાં ઘસડવામાં આવ્યા હતા. વેલુ નચ્ચિયાર ભાગેડુ તરીકે શિવગંગાઇથી ફરાર થઈ ગયા હતા અને હૈદર અલીની મદદ માંગી હતી. હૈદર અલીએ તેમને ૫૦૦૦ સૈનિકો અને દારૂગોળો તથા હથિયારોની મદદ કરી હતી. શરૂઆતમાં હૈદર અલીએ મદદ કરાવી ના પાડી દીધી હતી, પરંતુ બાદમાં સૈનિકો, હથિયારો અને તાલીમમાં તેની મદદ કરવા સંમત થઈ ગયા હતા. વેલુ નાચ્ચિયારે અમીર વેપારીઓની પણ મદદ માંગી હતી. ઘણા સામંતશાહી સરદારો, ટીપુ સુલતાન, મારુધુ બંધુઓ અને થંડવરયન પિલ્લાઈના ટેકા સાથે આઠ વર્ષના આયોજન પછી તેમણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત આપી.[૫][૬][૭]
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમનો કેટલોક દારૂગોળો સંગ્રહિત કર્યો હતો તે જગ્યાના ખબર મળતાં જ તેણીની તેની કમાન્ડર કુયલી[૮] સાથે એ દારૂગોળાના અડ્ડા પર આત્મઘાતી હુમલો કર્યો હતો, અને તેને ફૂંકીને આગ ચાંપી દીધી હતી.[૯][૧૦][૧૧] નચ્ચિયારે તેમના પતિના સામ્રાજ્યને પુનઃ પ્રાપ્ત કર્યું અને વધુ દસ વર્ષ સુધી તેના પર શાસન કર્યું.[૧૨] ૧૭૯૦માં, તેમના પછી તેમની પુત્રી વેલ્લાકી રાજગાદીએ આવી.[૧] તેમણે પોતાની પુત્રીને મારુધુ બંધુઓ સાથે રાજ્યના વહીવટમાં મદદ કરવાની સત્તા આપી હતી. થોડા વર્ષો બાદ ૨૫ ડિસેમ્બર ૧૭૯૬ના રોજ વેલુ નાચ્ચિયારનું અવસાન થયું હતું.[૧૩]
વેલુ નાચ્ચિયાર સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર