વ્યારા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°06′32″N 73°23′37″E / 21.1088°N 73.3937°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
વસ્તી | ૩૯,૭૮૯[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૭૫ ♂/♀ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 69 metres (226 ft) |
વ્યારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું નગર તેમ જ વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૭૨૧ થી ૧૯૪૯ દરમિયાન વ્યારા ગાયકવાડના શાસન હેઠળ બરોડા રાજ્યમાં આવતું હતું, તેમજ આ વિસ્તાર ઇ.સ. ૧૭૮૧ દરમિયાન વાંસદા રજવાડા હેઠળ પણ હતો. ૧૦ જૂન ૧૯૪૮ના રોજ તે ભારત સંઘમાં ભળી ગયું હતું.
વ્યારા 21°07′N 73°24′E / 21.12°N 73.4°E પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ ૬૯ મીટર છે. વ્યારા સુરત-ભુસાવલ (તાપ્તી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર સુરતથી ૬૫ કિમીના અંતરે આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી, આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.
વ્યારામાં ઘણા બાગ જેમ કે જલ-વાટીકા, અમર-વન વગેરે આવેલા છે.
અહીં આવેલો ફતેહ બુર્જ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-182) છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |