શક્કરપારા એ ઘઉંના લોટને તેલ અથવા ઘીમાં તળીને બનાવવામાં વાનગી છે.[૧] સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે.
લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. ૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો.