તંત્રી | ભાગ્યેશ જ્હા |
---|---|
પૂર્વ સંપાદક |
|
વર્ગ | સાહિત્ય |
આવૃત્તિ | માસિક |
બંધારણ | મુદ્રિત |
પ્રકાશક | ગુજરાત સાહિત્ય અકાદમી |
સ્થાપક | ગુજરાત સાહિત્ય અકાદમી |
સ્થાપના વર્ષ | ૧૯૮૩ |
દેશ | ભારત |
મુખ્ય કાર્યાલય | ગાંધીનગર |
ભાષા | ગુજરાતી |
વેબસાઇટ | શબ્દસૃષ્ટિ |
ISSN | 2319-3220 |
OCLC ક્રમાંક | 30957926 |
શબ્દસૃષ્ટિ ગુજરાતી ભાષાનું સાહિત્યિક સામયિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપૃષ્ઠ છે. તે દર મહિનાની ૫મી તારીખે પ્રકાશિત થાય છે. આ સામયિકની શરૂઆત ૧૯૮૩માં ગુજરાત સાહિત્ય અકાદમીની ૧૯૮૨માં સ્થાપના થયા બાદ થઈ હતી. શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો (દેવનાગરી: शब्दाख्यज्योति प्रकाशो) સામયિકનું સૂત્ર છે.[૨]
શબ્દસૃષ્ટિનો પહેલો અંક ઓક્ટોબર ૧૯૮૩માં સુમન શાહના સંપાદનમાં પ્રકાશિત થયો હતો. શ્રી શાહે મે ૧૯૮૬ સુધી તંત્રી તરીકે સેવાઓ આપી. તેમના અનુગામી તરીકે જ્યોતિષ જાનિ જોડાયાં. તેઓ ઓક્ટોબર ૧૯૮૬થી ફેબ્રુઆરી ૧૯૯૦ સુધી માનાર્હ સંપાદક રહ્યા. સામયિકના ત્રીજા તંત્રી તરીકે પ્રવીણ દરજી એ પદભાર સંભાળ્યો. તેમનો કાર્યકાળ જાન્યુઆરી ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૪ સુધીનો રહ્યો. ત્યારબાદ જાન્યુઆરી ૧૯૯૫થી લઈને ઓક્ટોબર ૨૦૧૩ સુધી હર્ષદ ત્રિવેદી તંત્રી રહ્યા હતા[૩]. હર્ષદ ત્રિવેદીની પદમુક્તિ બાદ તંત્રી સ્થાન રિક્ત રહ્યું. આ પરિસ્થિતિમાં ભાગ્યેશ જ્હા, રાજેન્દ્ર પટેલ અને દક્ષેશ ઠાકરના સહ લેખનમાં સામયિક ચાલતું રહ્યું. મે ૨૦૧૭માં વિષ્ણુ પંડ્યા અકાદમીના અધ્યક્ષ બન્યા અને ત્યારથી આ સામયિક એમનાં તંત્રીપદ હેઠળ પ્રકાશિત થવા લાગ્યું. હાલમાં સામયિકનું પ્રકાશન ભાગ્યેશ જ્હાના તંત્રીપદ હેઠળ થાય છે.
|access-date=
(મદદ)
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |