ભારતમાં, શહીદ દિવસ તરીકે છ દિવસ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્ર માટે શહીદ થનારા વ્યક્તિઓના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
૧૯૪૮માં નથુરામ ગોડસે દ્વારા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા[૧] કરાયાની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
શહીદ દિવસ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન, ભારતના રક્ષા પ્રમુખ અને ત્રણેય સેનાના વડાઓ રાજ ઘાટ સ્મારક પર એકઠા થાય છે અને બહુરંગી ફૂલોથી પુષ્પાંજલિ અર્પણ કરે છે. સશસ્ત્ર દળોના જવાનો લાસ્ટ પોસ્ટના અવાજમાં બ્યુગલ ફૂંકે છે. આંતર-સેવાદળની ટુકડી આદરના ચિહ્ન તરીકે શસ્ત્રોને ઉલટાવે છે. સવારે ૧૧ કલાકે સમગ્ર દેશમાં ભારતીય શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. સહભાગીઓ સર્વધર્મની પ્રાર્થના કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.[૨]
રાષ્ટ્રીય સ્તરે તેને સર્વોદય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લાહોર, પાકિસ્તાનમાં ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના મૃત્યુની વર્ષગાંઠને શહીદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.[૩]
આસામ રાજ્યના બરાક ખીણ વિસ્તારમાં સિલ્હેટી ભાષી બંગાળી વસ્તીની બહુમતી હોવા છતાં આસામી ભાષાને રાજ્યની એકમાત્ર સત્તાવાર ભાષા બનાવવાના આસામ સરકારના નિર્ણય સામે વિરોધ થયો હતો. બરાક ખીણમાં સિલ્હેટી ભાષી બંગાળી વસ્તીની બહુમતી છે. બંગાળી ભાષા ચળવળ તરીકે ઉઠેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ૧૯ મે ૧૯૬૧ના રોજ સિલચર રેલ્વે સ્ટેશન પર રાજ્ય પોલીસે ૧૫ લોકોની હત્યા કરી હતી. માર્યા ગયેલા લોકોની સ્મ્ટિમાં ૧૯ મે ને ભાષા શહિદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.[૪]
૨૧ ઓક્ટોબર એ પોલીસ શહીદ દિવસ (અથવા પોલીસ સ્મારક દિવસ) છે, જે દેશવ્યાપી પોલીસ વિભાગો દ્વારા ઉજવવામાં આવે છે. ૧૯૫૯માં આ તારીખે લદ્દાખમાં ભારત-તિબેટ સરહદ પર કેન્દ્રીય અનામત પોલીસ દળના પેટ્રોલિંગ પર ચીનના દળોએ હુમલો કર્યો હતો.[૫]
ઓડિશામાં ૧૭ નવેમ્બરના દિવસે પંજાબ કેસરી લાલા લાજપતરાય (૧૮૬૮-૧૯૨૭)ની પુણ્યતિથિ શહીદ દિવસ તરીકે ઉજવાય છે.[૬]
ઝાંસીની રાણી રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.[૭]