શાંતિનાથ ૧૬મા જૈન
તીર્થંકર , ૫મા ચક્રવર્તી, ૧૧મા કામદેવ
શાંતિનાથ બાસડી, જીનાનાથપુર કર્ણાટકમાં ઈ.સ.પૂ. ૧૨૦૦ની મૂર્તિ તેના પાયામાં જૂની કન્નડ ભાષામાં શિલાલેખ છે.
ધર્મ જૈનધર્મ પુરોગામી ધર્મનાથ અનુગામી કુંથુનાથ પ્રતીક હરણ or સાબર ઊંચાઈ ૪૦ ધનુષ્ય (૧૨૦ મીટર) ઉંમર લગભગ ૭૦૦,૦૦૦ લાખ વર્ષ વર્ણ સુવર્ણ વ્યક્તિગત માહિતી આવિર્ભાવ દેહત્યાગ જીવનસાથી યશોમતિ માતા-પિતા વિશ્વસેન (પિતા) અચિરા (માતા)
શાંતિનાથ હાલના યુગ (અવસર્પિણી કાળ)ના સોળમા જૈન તીર્થંકર છે. તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાને ઘેર થયો હતો. જૈન પંચાંગ અનુસાર તેમની જન્મ તિથી જેઠ વદ તેરસ છે. તેઓ ચક્રવર્તી અને તરીકે પણ ઓળખાતા. ૨૫ વર્ષની ઉંમરે તેઓ સિંહાસન પર બેઠા હતા. [ ૪] ૫૦ વર્ષની વયે, તી જૈન સાધુ બન્યા અને તેમનો તપ સાધના શરૂ કરી. જૈન માન્યતા અનુસાર, તેમનો આત્મા કર્મોનો ક્ષય કરી સિદ્ધ બન્યા.
તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને રાણી અચિરાને ઘેર થયો જેઠ વદ તેરસના દિવસે થયો હતો. તેમના સમય દરમિયાન વાઈનો રોગચાળો ફાટી નીકળ્યો અને તેમણે લોકોને તેમાંથી ઉગારવામાં મદદ કરી આથી તેમને શાંતિનાથ એવું નામ મળ્યું.
શાંતિનાથ પાંચમા ચક્રવર્તી હતા અને ૨૫ વર્ષ સુધી શાસન કરી તેમણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાનો નિર્ણય લીધો. એક વર્ષના દીક્ષા પર્યાપ પછી પોષ (ડિસેમ્બર/જાન્યુઆરી)ની સુદ નોમને દિવસે, નંદી વૃક્ષ નીચે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. દિગંબર મત અનુસાર કિંપુરુષ અને મહામાનસી તેમના યક્ષ અને યક્ષીણી છે અને શ્વેતાંબર મત અનુસાર ગરુડ અને નિર્વાણી તેમના યક્ષ યક્ષિણી છે.
સિદ્ધ આત્માઓના શારિરીક મૃત્યુને પરંપરાગત રીતે મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ કર્મોનો ક્ષય કરી જન્મ-પુનર્જન્મના ચક્રમાંથી આત્માની મુક્તિ એવો થાય છે. જેઠ (મે-જૂન) વદ તેરસના દિવસે શિખરજી ઉપર તેઓ મોક્ષે પધાર્યા. [ ૧૦] આ સ્થલ હાલના ઉત્તર ઝારખંડના પારસનાથ હિલ્સ તરીકે ઓળખાય છે.[ ૧૧]
રાજા શ્રીસેન
ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક
સુધર્મા દેવલોકમાં દેવ
અમિતેજ, આર્કકીર્તિના રાજકુમાર
૧૦મા દેવલોક - પ્રાણતમાં દેવ (૨૦ સાગરનું આયુષ્ય)
પૂર્વ મહાવીદેહ ક્ષેત્રમાં અપારજિત બળદેવ (૮૪,૦૦,૦૦ પૂર્વનું આયુષ્ય)
૧૨મા દેવલોક અચ્યુતમાં ઇન્દ્ર (૨૨ સાગરનું આયુષ્ય)
પૂર્વ મહવિદેહમાં તીર્થંકર ક્ષેમનકરના પુત્ર વજ્રયુદ્ધ ચક્રિ
નવગ્રૈવેયક દેવલોકમાં દેવ
પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ધનરથના પુત્ર મેઘરથ જ્યાં હાલમાં સીમંધર સ્વામી વિચરે છે.
સર્વાર્થ સિદ્ધ વિમાન માં દેવ (૩૩ સાગર આયુષ્ય)
આચાર્ય અજિતપ્રભુસૂરી દ્વારા શાંતિનાથ ચરિત્ર, આ લખાણ યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
શ્રી પોન્ના દ્વારા ૧૦ મી સદીની આસપાસ રચેલ પુસ્તક શાંતિપુરાણ .
હરણના લાંછન સાથે શ્વેતમબર પંથની શાંતિનાથની મૂર્તિ
શાંતિનાથને સામાન્ય રીતે બેઠેલી અથવા ઊભેલી ધ્યાનસ્થ અવસ્થામાં દર્શાવવામાં આવે છે. દરેક તીર્થંકરની ઓળખાણ દર્શાવવા માટે એક વિશિષ્ટ પ્રતીક વાપરવામાં આવે છે તેને લાંછન કહેવામાં આવે છે. સામાન્ય રીતે તીર્થંકરના પગ નીચે તે કોતરવામાં આવે છે. શાંતિનાથનું લાંછન હરણ અથવા સાબરનું ચિહ્ન હોય છે. તમામ તીર્થંકરોની જેમ, અને ઢળેલી આંખોથી દર્શાવવામાં આવે છે.
શાંતિનાથ મંદિર, ખજુરાહો - યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ
પ્રાચિન બડા મંદિર, હસ્તિનાપુર - શાંતિનાથનું જન્મ સ્થળ
શાંતિનાથ મંદિર, દેવગઢ
શાંતિનાથ બસાડી, જીનાનાથપુરા
શાંતિનાથ જૈન તીર્થ
અહારજી જૈન તીર્થ
શાંતિનાથ જૈન મંદિર, કોઠારા
શિયાણી જૈન તીર્થ, સુરેન્દ્રનગર, ગુજરાત
લિસેસ્ટરમાં શાંતિનાથ જૈન મંદિર (યુરોપ અને પશ્ચિમી વિશ્વનો પ્રથમ જૈન મંદિર)
શાંતિનાથ બસાદી, જીનાનાથપુરા
શાંતિનાથ મંદિર,દેવગઢ, ઉત્તરપ્રદેશ
શાંતિનાથ જૈન મંદિર,
કોઠારા
શાંતિનાથ જૈન તીર્થ
હસ્તિનાપુર રાચિન બડા મંદિરના 'સિંહ દ્વાર'
શાંતિનાથ મંદિર, ખજુરાહો
શાંતિનાથ જૈન મંદિર, રામટેક
૨૦૧૬ માં, અજમેરમાં ૫૪ ફીટની ઊંચાઈ ધરાવતી શાંતિનીથની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે.[ ૧૮]
શ્રી મહાવીરજીમાંશાંતિનાથ જિનાલય ખાતે શાંતિનીથની ૩૨ ફૂટની મૂર્તિ
હસ્તિનાપુરના પ્રાચિન બડા મંદિરમાં શાંતિનાથની ૩૧ ફૂટની મૂર્તિ
૧૮ ફૂટ (૫.૫ મીટર) શિલ્પ શાંતિનાથ બાસડી, હલેબીડ
નુગુઝા દિગમ્બર જૈન મંદિરમાં ૧૭.૫૦ ફૂટની મૂર્તિ
શાંતિનીથ મંદિર,ખજૂરહોની છબી
શાંતિનાથ બસાડી, ચંદ્રગિરી ખાતે શાંતિનીથની ૧૫ ફૂટ ઊંચી પ્રતિમા
Johnson, Helen M. (1931), Shantinathacaritra (Book 5 of the Trishashti Shalaka Purusha Caritra) , Baroda Oriental Institute , https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213370.html
Titze, Kurt; Bruhn, Klaus (1998). Jainism: A Pictorial Guide to the Religion of Non-violence . Motilal Banarsidass.
Shah, Umakant Premanand (1987). Jaina-Rupa Mandana: Jaina Iconography:, Volume 1 . India: Shakti Malik Abhinav Publications. ISBN 81-7017-208-X .
Tukol, T. K. (1980). Compendium of Jainism . Dharwad: University of Karnataka. CS1 maint: ref=harv (link )
Shantinatha Charitra (PDF) . મૂળ (PDF) માંથી 2019-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-13 .
Jain, Arun Kumar (2009), Faith & Philosophy of Jainism , Gyan Publishing House, ISBN 9788178357232 , https://books.google.co.in/books?id=y4aVRLGhf-8C , retrieved 2017-10-08
Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi : Publications Division, Ministry of Information and Broadcasting , Government of India , ISBN 81-230-1013-3
Mittal, J.P. (2006), History Of Ancient India From 4250 BC To 637 AD , 2 , Atlantic Publishers & Distributors, ISBN 9788126906161 , https://books.google.co.in/books?id=rrh4tY3v2A4C
Sangave, Vilas Adinath (2001), Facets of Jainology: Selected Research Papers on Jain Society, Religion, and Culture , Mumbai : Popular Prakashan , ISBN 978-81-7154-839-2 , https://books.google.com/books?id=QzEQJHWUwXQC
Jacobi, Hermann (1964), Max Muller (The Sacred Books of the East Series, Volume XXII), ed., Jaina Sutras (Translation) , Motilal Banarsidass (Original: Oxford University Press), https://archive.org/stream/jainasutrasparti029233mbp#page/n333/mode/2up
Cort, John E. (2010), Framing the Jina: Narratives of Icons and Idols in Jain History , Oxford University Press , ISBN 978-0-19-538502-1 , https://books.google.com/books?id=MDBpq23-0QoC
Jain, Kailash Chand (1991), Lord Mahāvīra and His Times , Motilal Banarsidass , ISBN 978-81-208-0805-8 , https://books.google.com/books?id=8-TxcO9dfrcC
Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: (Jaina iconography) , 1 , Abhinav Publications, ISBN 9788170172086 , https://books.google.co.in/books?id=m_y_P4duSXsC
Krishna, Nanditha (2014), Sacred Animals of India , Penguin UK, ISBN 9788184751826 , https://books.google.co.in/books?id=DF_af8_547EC
Dalal, Roshen (2010), The Religions of India: A Concise Guide to Nine Major Faiths , Penguin Books India, ISBN 9780143415176 , https://books.google.co.in/books?id=pNmfdAKFpkQC
Britannica Tirthankar Definition , Encyclopædia Britannica , http://www.britannica.com/EBchecked/topic/596895/Tirthankar
Doniger, Wendy , ed. (1999), Encyclopedia of World Religions , Merriam-Webster , ISBN 0-87779-044-2 , https://books.google.co.in/books?id=ZP_f9icf2roC
Moore, Albert C. (1977), Iconography of Religions: An Introduction , Chris Robertson, ISBN 9780800604882 , https://books.google.co.in/books?id=chWcZcYcyeQC
Wilson, Tom; Ravat, Riaz (2017). Learning to Live Well Together: Case Studies in Interfaith Diversity . Jessica Kingsley Publishers. ISBN 9781784504670 .
Wilson, Tom; Ravat, Riaz (2017). Learning to Live Well Together: Case Studies in Interfaith Diversity . Jessica Kingsley Publishers. ISBN 9781784504670 .
INTERNATIONAL MEMORY OF THE WORLD REGISTER - Shāntinātha Charitra , UNESCO , http://www.unesco.org/new/fileadmin/MULTIMEDIA/HQ/CI/CI/pdf/mow/nomination_forms/india_shantinatha.pdf
Das, Sisir Kumar (2005), A History of Indian Literature, 500-1399: From Courtly to the Popular , Sahitya Akademi, ISBN 9788126021710 , https://books.google.co.in/books?id=BC3l1AbPM8sC