ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી | |
---|---|
પ્રકાર | શાંતિ કરાર |
સંદર્ભ | બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ |
મુસદો | ૨૮ જૂન ૧૯૭૨ |
હસ્તાક્ષર | ૨ જુલાઈ ૧૯૭૨ |
સ્થાન | શિમલા, બાર્નેસ કોર્ટ (રાજ ભવન)[૧] હિમાચલ પ્રદેશ, ભારત |
મુદ્રિત | ૭ ઓગસ્ટ ૧૯૭૨ |
અમલમાં | ૪ ઓગસ્ટ ૧૯૭૨ |
શરત | બન્ને પક્ષો દ્વારા માન્ય |
Negotiators | ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય |
Signatories | ઈન્દિરા ગાંધી (ભારતના વડાપ્રધાન) ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (પાકિસ્તાનના પ્રમુખ) |
Parties | India Pakistan |
Ratifiers | ભારતીય સંસદ પાકિસ્તાની સંસદ |
Depositary | ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર |
ભાષાઓ |
શિમલા કરાર અથવા શિમલા સમજૂતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨ જુલાઈ ૧૯૭૨ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ખાતે કરવામાં આવેલ એક શાંતિ કરાર છે.[૨]૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપ અને સહયોગને કારણે પાકિસ્તાનનો પરાજય થયો હતો અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનના લેફ્ટિનેન્ટ ગવર્નર નિયાઝીના નેતૃત્ત્વમાં ૯૩૦૦૦ સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કરતાં તત્કાલીન પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે આઝાદી મળી હતી. યુદ્ધ બાદ શાંતિ સ્થપાય તે હેતુથી ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર સમજૂતી કરવામાં આવી હતી. આ સમજૂતી બન્ને દેશો વચ્ચેના સંઘર્ષ અને ટકરાવને સમાપ્ત કરી પારસ્પરીક સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી.[૩]
આ સંધિ પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે શિમલા ખાતે કરવામાં આવી હતી. આ સમજૂતીથી પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે રાજનૈતિક દરજ્જો આપવામાં આવ્યો. સમજૂતીના દસ્તાવેજો પર બન્ને દેશના વડાઓએ ૩ જુલાઈની રાત્રે ૦૦:૪૦ કલાકે હસ્તાક્ષર કર્યા હતા પરંતુ અધિકારીક રીતે શિમલા કરારની તારીખ ૨ જુલાઈ ૧૯૭૨ ગણવામાં આવે છે.[૩][૪]
શિમલા કરારના પ્રમુખ પરિણામ આ પ્રમાણે હતા :
બન્ને દેશો સંયુક્ત રાષ્ટ્રના બંધારણીય સિદ્ધાંતો અને ઉદ્દેશ્યોનુ પાલન કરશે.
બન્ને દેશો સંઘર્ષ અને વિવાદ સમાપ્ત કરવાના પ્રયત્ન કરશે અને દ્વિપક્ષીય વાતચીત દ્વારા પારસ્પરિક મતભેદોનો ઉકેલ લાવશે.[૨][૫]
ઉપ-મહાદ્વિપની શાંતિ બનાવી રાખવા એકબીજા વિરુદ્ધ બળ પ્રયોગ નહી કરે, પ્રાદેશિક અખંડતા અને સંપ્રભુતા બનાવી રાખશે તથા એકબીજાની રાજનૈતિક સ્વતંત્રતામાં હસ્તક્ષેપ નહી કરે.
બન્ને સરકારો એકબીજા વિરુદ્ધના શતુત્રાપુર્ણ પ્રચારને રોકવાના પૂરતાં પ્રયત્નો કરશે તથા એવી સૂચના અને માહિતીનો પ્રચાર-પ્રસાર કરશે જે બન્ને દેશોના મૈત્રી સંબધોને ઉત્તેજન પૂરું પાડે.
આ સમજૂતી અંતર્ગત ૧૭ ડિસેમ્બર ૧૯૭૧ની સંઘર્ષ વિરામ રેખાને (સીઝ ફાયર લાઇન) ભારત અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા ગણવામાં આવી. આ સાથે જ એ બાબતની પણ સમજૂતી કરવામાં આવી કે કોઈપણ પક્ષ પારસ્પરિક મતભેદો અને કાયદાકીય નિયમોને ધ્યાનમાં લીધા વિના એકલપક્ષીય રીતે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહી.[૨][૪]
ભારત હંમેશા એ બાબતને સમર્થન આપતું રહ્યું છે કે કાશ્મીર એ દ્વિપક્ષીય મુદ્દો છે અને ૧૯૭૨ની સમજૂતી મુજબ કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીત દ્બારા જ ઉકેલવામાં આવશે તથા સંયુક્ત રાષ્ટ્ર સહિતના ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કરવામાં આવ્યો.[૬]
આ કરાર બન્ને દેશો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષને રોકવામાં નિષ્ફળ નિવડ્યો છે. ૧૯૯૯નું કારગિલ યુદ્ધ તેની સાબિતી છે. ૧૯૮૪ના ઓપરેશન મેઘદૂત અંતર્ગત ભારતે સિઆચીન ગ્લેશિયરના એ તમામ દુર્ગમ ક્ષેત્રો પર કબજો જમાવી દીધો જેની સીમાઓને શિમલા કરારમાં સ્પષ્ટ રીતે પરિભાષિત કરવામાં આવી ન હતી. ભારતના આ પગલાંને પાકિસ્તાન દ્વારા શિમલા કરારના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવે છે.
ઘણા ભારતીય સિવિલ સેવા અધિકારીઓ દ્વારા એવો તર્ક આપવામાં આવે છે કે, "બન્ને દેશોના વડાઓ વચ્ચે નિયંત્રણ રેખાને જ આંતરરાષ્ટ્રીય સરહદ ગણવાની મૂક સમજૂતી થઈ હતી." જોકે, પાકિસ્તાની અધિકારીઓ આ વાતને સમર્થન આપતા નથી.[૩][૪] બન્ને દેશો દ્વારા સ્વીકારવામાં આવેલી સંઘર્ષ વિરામ રેખાના આધાર પર ભારત હંમેશા સંયુક્ત રાષ્ટ્ર ના હસ્તક્ષેપનો ઇનકાર કરતું આવ્યું છે. ભારતના મતે સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય સંઘર્ષ વિરામ રેખાની દેખરેખ કરવાનો હતો જેની ઓળખ ૧૯૪૯ની કરાંચી સમજૂતી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ નવા કરારના આધારે જૂની સમજૂતી રદ્દ થયેલી છે આથી સંયુક્ત રાષ્ટ્ર પર્યવેક્ષક સમૂહની કોઈ જરૂર નથી. જોકે પાકિસ્તાન આ મુદ્દે ભિન્ન મત ધરાવતું હોઇ હાલ પણ આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અટવાયેલો પડ્યો છે.[૬]
શિમલા કરારના ટીકાકારોના મતે આ સંધિ પાકિસ્તાન સામે ભારતની શરણાગતિ હતી. કારણે આ સમજૂતી અંતર્ગત ભારતીય સેનાએ યુદ્ધમાં જીતેલા પ્રદેશો તથા યુદ્ધકેદીઓ પાકિસ્તાનને પરત કરવા પડ્યા હતા. જોકે ભારતના પક્ષે સૌથી મોટી સફળતા એ હતી કે તેણે કાશ્મીર સહિતના બન્ને દેશો વચ્ચેના વિવાદોને પારસ્પરિક વાતચીત દ્વારા જ ઉકેલ લાવવાની શરત પર પાકિસ્તાનને બાધ્ય કર્યું હતું.
|archive-date=
(મદદ) સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૫ ના રોજ વેબેક મશિન