શ્રવણબેલગોડા ಶ್ರವಣಬೆಳಗೊಳ | |
— નગર — | |
ગોમટેશ્વર ની વિશાળ મૂર્તિ ૯૭૮-૯૯૩ AD.
| |
અક્ષાંશ-રેખાંશ | 12°51′N 76°28′E / 12.85°N 76.46°E |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
જિલ્લો | હાસન |
અધિકૃત ભાષા(ઓ) | કન્નડ[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
શ્રવબેલગોડા (કન્નડ: ಶ್ರವಣಬೆಳಗೊಳ) એ ભારતના કર્ણાટક રાજ્યના હાસન જિલ્લામાં આવેલ એક નગર છે. તે બેંગ્લોર થી ૧૫૮ કિમી દૂર આવેલ છે. શ્રવણબેલગોડામાં આવેલ ગોમટેશ્વર કે બાહુબલીની મૂર્તિ એ એક પ્રમુખ જૈન યાત્રા ધામ છે. તાલક્કડનઅ ગંગા રાજાઓના શાસન કાળ દરમ્યાન અહીંની વાસ્તુ અને શિલ્પકલા તેના ચરમ પર હતી.
આ નગર હાસન જિલ્લાના ચન્નારાયપટના તાલુકાના મથક ચન્નારાયપટનાની અગ્નિ દિશામાં ૧૩ કિમી દૂર આવેલ છે. હાસન જિલ્લા મથકથી તે ૫૧ કિમી દૂર આવેલ છે. તે બેંગ્લોર મેંગ્લોર રોડ (NH-48)થી ૧૨ કિમી દક્ષિણમાં આવેલ છે. તે હાલેબીડુ થે ૭૮ કિમી, બેલુરથી ૮૯ કિમી, મૈસુરથી ૮૩ કિમી, મેંગ્લોરથી ૨૩૩ કિમી, હીરીસાવેથી ૧૭ કિમી દૂર આવેલ છે. તે રાજ્યમાર્ગ અને જિલ્લા માર્ગોથી સારી રીતે જોડાયેલ છે.
શ્રવણ બેલગોડાનો અર્થ થાય છે શ્રવણ (કે જૈન સાધુ)નો સફેદ તળાવ. આમતો તે ક્ષેત્રમાં ઘણાં બેલગોડા છે જેમને એક બીજાથી અલગ પાડ્આવા કાંઈક પૂર્વર્ગ અપાય છે જેમકે હાલેબેલગોડા અથવા કોડીબેલગોડા.જૈન સાધુની પ્રચંડકાય મૂર્તિની હાજરી ને પરિણામે બેલગોડાને શ્રવણ અર્થાત જૈન સાધુ (કે શ્રમણ) નો પૂર્વર્ગ અપાયો. બેલગોડા શબ્દ કન્નડ ભાષાના બે શબ્દ બેલ (સફેદ) અને કોડા (તળાવ) પરથી ઉતરી આવેલ છે તેમ લાહગે છે કેમકે આ શહેરની મધ્યમાં સુંદર તળાવ છે.આ સ્થળનો શ્વેત સરોવર કે ધવલ સરોવર તરીકે સંસ્કૃત લિપીઓમાં ઉલ્લેખ તેના કન્ન્ડ શબ્દ બેલગોડા હોવાની પુષ્ટિ કરે છે. અમુક અન્ય સ્થળોએ આ જગ્યાનો ઉલ્લેખ બેલગુલ્લા તરીકે કરયો છે કન્ન્ડમાં જે એક છોડનું નામ ગુલ્લા છે.એવી એક સ્થાનીય લોક કથા છે કે એક ધાર્મિક વૃદ્ધ મહિલા ગુલ્લાના ફળમાં દૂધ લઈ આવતી અને તેણે આ વિશાળ મૂર્તિનો અભિશેક કર્યો. અમુક પ્રાચીન લિપીઓમાં આ શહેરને દેવરા બેલગોલા કે ગોમટપુરા તરીકે પણ ઓળખાવાયો છે. અમુક આધુનિક લેખોમાં આ ને દક્ષિણ કાશી પણ કહે છે.
અહીં બે ટેકરીઓ આવેલી છે ચંદ્રગિરી (ચિક્કાબેટ્ટા)અને વિંદ્યગિરી. અંતિમ શ્રુત કેવળી ભદ્રબાહુ સ્વામી અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય એ અહીં સાધના કરી હોવાનું મનાય છે.[૧] ચંદ્રગુપ્ત બસાડી, જે ચંદ્રગુપ્ત મૌર્યને સમર્પિત હતી, તેનું બાંધકામ સમ્રાટ અશોકે મૂળે અહીં ત્રીજી શતાબ્દીમાં અહીં કરાવી હોવાનું મનાય છે. ચંદ્રગિરી પર ઘણાં શ્રાવકો અને સાધુઓના સ્મારકો આવેલાં છે જેમણે પાંચમી સદી પછી અહીં સાધના કરી હતી. તેમાં અંતિમ રાષ્ટ્રકુટ રાજા માન્યખેતનું સ્મારક પણ શામેલ છે. ચંદ્રગિરી પર ચામુંડરાય દ્વારા નિર્માન કરાવેલ એક સુંદર મંદિર પણ છે. ચામુંડરાય આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત-ચક્રવર્તીના શિષ્ય હતાં.
ભગવાન ગોમટેશ્વર બાહુબલીની ૫૭ ફૂટ ઊંચી મૂર્તિ વિંદ્યગિરી પર આવેલી છે. [૨] આને વિશ્વનો સૌથી મોટો એક શિલા શિલ્પ મનાય છે. રાજા ગંગરાય ના સામંત ચામુંડરાય દ્વારા આની નિર્મિતી કરાઈ હતી. આના પાયામાં કન્નડ , તમિળ અને પ્રાચીન મરાઠીમાં શિલાલેખ લખેલ છે. જે લગભગ ઈ. સ. ૮૯૧માં લખાયેલ હોવાનું મનાય છે. [૩] આ શિલા લેખ ચંગરાયના વખાણ કરે છે જેણે આ નિર્માણ કાર્યમાટે ભંડોળ પુરું પાડ્યું , અને ચામુંડરાય ના પન વખાન કરે છે જેમણે પોતાની માતા માટે આ શિલ્પ ઉભું કરાવડાવ્યું.દર બાર વર્ષે અહીં મહા મસ્તકાભિષેકનુમ્ આયોજન કરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તે દરમ્યાન અહીં શિલ્પ પર દૂધ, દહીં, ઘી, કેસર અને સોનાના સિક્કાથી અભિષેક કરવામાં આવે છે. [૪]. હવે આગળનો મહામસ્તકાભિષેક ૨૦૧૮માં થશે.
૬૦૦ થી ૧૮૩૦ની વચ્ચે લખાયેલ ૮૦૦થી વધારે શિલાલેખ શ્રવણબેલગોડામાં મળી આવે છે. મોટાભાગના શિલાલેખ ચંદ્રગિરી પર મળી આવી છે અને અન્ય શિલાલેખ ઈંદ્રગિરી અને નગરમાં મળી આવે છે. ચંદ્રગિરી પરના મોટાભાગના શિલાલેખો ૧૦મી સદીથી જુના છે. આ શિલાલેખો કન્નડ, સંસ્કૃત, તમિલ, મરાઠી, કોંકણી, મારવાડી અને મહાજની ભાષામાં લખાયેલ છે.બેન્જામીન એલ રાઈસ દ્વારા લખાયે;અ એપીગ્રાફીયા કર્નાટીકાનો બીજો ખંડ એ અહીંના શિલાલેખને આધારિત છે.
આ શિલાલેખો હલગન્નડા (પ્રાચીન કન્નડ) અને પૂર્વહલગન્નડા (પૂર્વ પ્રાચીન કન્નડ) ના વર્ણ વાપરી લખાયા છે. આમાંના અમુક શિલાલેખ ગંગ, રાષ્ટ્રકૂટ, હોયસલા, વિજયનગર, મૈસૂર અને વાડિયાર રાજાઓના શાસન અને શક્તિશાળી બનવાની કથા વર્ણવે છે. આ શિલાલેખોએ બાષાવિદોને કન્નડ ભાષાના વિકાસને સમજવાનુમ્ સાધન આપ્યું છે.[૫]
ટાઈમ્સ ઑફ ઈંડિયા દ્વારા ૫ ઑગસ્ટ, ૨૦૦૭ના થયેલ એક સર્વેક્ષણમાં આને ભારતની સાત અજાયબીઓમાં પ્રથમ સ્થાન મળ્યું હતું[૬]. ૪૯% થી વધુ મત આ સ્થળને મળ્યાં હતાં.
દિગંબર સાધુ પરંપરાના મૂળા સંઘના દેસીયા ગણના ભટ્ટારકા મઠની બેઠક શ્રવણબેલગોડામાં આવેલ છે.ભટ્ટારકાઓ દરેકને ચારુકૃતિ કહે છે. અહીં બાહુબલી કોલેજ ઓફ એંજીનીયરિંગ આવેલ છે.
|date=
(મદદ) સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન