સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
બોરિવલી નેશનલ પાર્ક | |
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
ઉદ્યાનનો મુખ્ય દરવાજો | |
નજીકનું શહેર | મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19°15′N 72°55′E / 19.250°N 72.917°E |
વિસ્તાર | 103.84 km2 (40.09 sq mi)[૧][૨] |
સ્થાપના | ૧૯૪૨ |
નામકરણ | સંજય ગાંધી |
મુલાકાતીઓ | ૨૦ લાખ (in ૨૦૦૪) |
નિયામક સંસ્થા | પર્યાવરણ મંત્રાલય[૩] |
વેબસાઇટ | https://sgnp.maharashtra.gov.in/ |
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP), જે પહેલા બોરિવલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો,[૪] ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મુંબઈ શહેરનો મોટો આરક્ષિત વિસ્તાર છે,[૫][૬] જે ૧૦૪ ચો.કિમી. (૪૦ ચો. મા.) માંં પથરાયેલો છે અને જે ત્રણે બાજુથી મુંબઈથી ઘેરાયેલો છે.[૭] તે શહેરી વિસ્તારની અંદર આવેલા સૌથી મોટાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વિશ્વનાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતા ઉદ્યાન તરીકે જાણીતો છે.[૫]
દર વર્ષે આ ઉદ્યાન ૨૦ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. મુલાકાતીઓ ૨૪૦૦ વર્ષ જૂની કાન્હેરી ગુફાઓની પણ મુલાકાત લે છે, જે આ ઉદ્યાનની અંદર પથ્થરોને કોતરીને બનાવવામાં આવેલી હતી.
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ૪ થી સદી જેટલો જુનો અને લાંબો ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન ભારતમાં સોપારા અને કલ્યાણ એ બે બંદરો હતા, જે ગ્રીસ અને મેસોપોટેમીયા જેવી પ્રાચીન સંસ્કૃતિઓ જોડે વેપાર કરતા હતા. આ બે બંદર વચ્ચેના ૪૫ કિ.મી જેટલો લાંબા માર્ગમાંથી થોડો માર્ગ આ જંગલ વચ્ચેથી પસાર થતો હતો.[૮]
આ ઉદ્યાનના મધ્યમાં આવેલી કાન્હેરી ગુફામાં ઈસ પૂર્વે ૯મી અને ૧લી સદી વચ્ચે મહત્વનું બૌદ્ધ અભ્યાસનું કેન્દ્ર અને યાત્રા સ્થળ હતું.[૯] આ ગુફાઓ મોટાં બેસાલ્ટ ખડકમાંથી કોતરી કાઢવામાં આવી હતી.[૧૦]
આઝાદી પહેલા આ ઉદ્યાનનું નામ "ક્રિષ્નાગિરિ રાષ્ટ્રીય ઉદ્યાન" હતું. તે વખતે ઉદ્યાનનો વિસ્તાર ૨૦.૨૬ ચો.કિ.મી. (૭.૮૨ ચો.મી.) જેટલો જ હતો. ૧૯૬૯ માં વિવિધ આરક્ષિત વન્ય વિસ્તારો આ ઉદ્યાન સાથે જોડી દેવામાં આવ્યા હતા. તે પછી વન્ય વિભાગના સ્વતંત્ર વિભાગે તેનું સંચાલન કર્યુ, જે "બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન ઉપ વિભાગ" તરીકે ઓળખાયું હતું. ૧૯૭૪ માં તેનું નામ "ક્રિષ્નાગીરી રાષ્ટ્રીય ઉદ્યાન" રખાયું, જે પછી બદલાઇને "બોરિવલી રાષ્ટ્રીય ઉદ્યાન" થયું. ૧૯૮૧માં, ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીની યાદગીરીમાં આ ઉદ્યાનનું નામ 'સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન' પાડવામાં આવ્યું.