રવિદાસ | |
---|---|
ભગત રવિદાસ મોચી તરીકે કામ કરતા હતા. ગુલેર, પહારી પ્રદેશના મનાકુ અને નૈનસુખ પછી પ્રથમ પેઢીના માસ્ટર, ca-૧૮૦૦-૧૮૧૦ | |
અંગત | |
જન્મ | |
મૃત્યુ | બનારસ, દિલ્હી સલ્તનત (હાલનું વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારત) |
ધર્મ | હિંદુ |
જીવનસાથી | લોના દેવી |
બાળકો | ૧ |
પ્રખ્યાત કાર્ય | ગુરુ તરીકે પૂજનીય અને ગુરુ ગ્રંથ સાહિબ માં તેમની વાણી શામેલ છે, રવિદાસિયા પંથ ના મુખ્ય વ્યક્તિ, ગુરુ ગ્રંથ સાહિબ માં તેમના ૪૧ શ્લોકો. |
અન્ય નામો | રૈદાસ, રોહીદાસ, રુહી દાસ, રોબિદાસ, ભગત રવિદાસ |
વ્યવસાય | કવિ, ચામડાના કારીગર, સતગુરુ (આધ્યાત્મિક શિક્ષક) |
કારકિર્દી માહિતી | |
પ્રભાવિત | |
પ્રભાવ
|
સંત કવિ રૈદાસ (રોહીદાસ) અથવા રવિદાસ તે મહાન સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લોક-વાણી નો અદ્વિતીય પ્રયોગ રહ્યો છે. જેનાથી જનમાનસ પર એનો અમિટ પ્રભાવ પડે છે. મધુર અને સહજ સંત રૈદાસ ની વાણી જ્ઞાનાશ્રયી હોવા છતાં પણ જ્ઞાનાશ્રયી અને પ્રેમાશ્રયી શાખાઓ ના મધ્ય સેતુ જેવી છે.
પ્રાચીનકાળથી જ ભારતમાં વિભિન્ન ધર્મો તથા મતોના અનુયાયી નિવાસ કરે છે. આ બધામાં મેલ-જોલ અને ભાઈચારો વધારવા માટે સંતો એ સમયે-સમયે મહત્વપૂર્ણ યોગદાન દીધું છે. આવા સંતોમાં રૈદાસ નું નામ અગ્રગણ્ય છે. તેઓ સંત કબીર ના ગુરૂભાઈ હતા કેમ કે તેમના ગુરુ પણ સ્વામી રામાનંદ હતાં.
લગભગ છસો વર્ષ પહેલા ભારતીય સમાજ અનેક બુરાઇઓ થી ગ્રસ્ત હતો. તે સમયે રૈદાસ જેવા સમાજ-સુધારક સંતો નો પ્રાદુર્ભાવ થયો. રૈદાસનો જન્મ વિક્રમ સંવંત ૧૪૩૩માં મહા સુદ પુનમના દિવસે કાશીમાં ચર્મકાર કુળમાં થયો હતો. તેમના પિતા નું નામ રઘુ અને માતા નું નામ ઘુરવિનિયા બતાવાય છે. રૈદાસ એ સાધુ-સંતો ની સંગતિ થી પર્યાપ્ત વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પગરખાં બનાવવાનું કામ તેમનો પૈતૃક વ્યવસાય હતો અને તેમણે આને સહર્ષ અપનાવ્યો. તેઓ પોતાનું કામ પૂરી લગન તથા પરિશ્રમ થી કરતાં હતાં અને સમય પર કાર્ય ને પૂરું કરવા માટે બહુ ધ્યાન દેતા હતાં.
તેમની સમયાનુપાલન ની પ્રવૃતિ તથા મધુર વ્યવહાર ને કારણે તેમના સંપર્કમાં આવનાર લોકો પણ બહુત પ્રસન્ન રહતાં હતાં.
રૈદાસ ના કે સમયમાં સ્વામી રામાનન્દ કાશી ના બહુત પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત સંત હતાં. રૈદાસ તેમની શિષ્ય-મંડલી ના મહત્વપૂર્ણ સદસ્ય હતાં.
પ્રારંભ થી જ રૈદાસ બહુ પરોપકારી તથા દયાળુ હતાં અને બીજાની સહાયતા કરવી એ તેમનો સ્વભાવ બની ગયો હતો. સાધુ-સંતો ની સહાયતા કરવામાં તેમને વિશેષ આનંદ મળતો હતો. તેઓ તેમને પ્રાય: મૂલ્ય લીધા વગર પગરખાં ભેટ આપતાં હતાં. તેમના સ્વભાવ ને કારણે તેમના માતા-પિતા તેમનાથી અપ્રસન્ન રહતા હતા. અમુક સમય બાદ તેમણે રૈદાસ તથા તેમની પત્ની ને પોતાના ઘર થી અલગ કરી દીધાં. રૈદાસએ પાડોશમાં જ પોતાની માટે એક અલગ ઝૂંપડ઼ી બનાવી તત્પરતા થી પોતાના વ્યવસાય નું કામ કરતાં હતાં અને શેષ સમય ઈશ્વર-ભજન તથા સાધુ-સંતો ના સત્સંગમાં વ્યતીત કરતાં હતાં. તેમના નામ પરથી જ ગુજરાતના ચમાર જ્ઞાતિના લોકો રોહિત તરીકે ઓળખાય છે.
તેમના જીવનની નાની-નાની ઘટનાઓથી સમય તથા વચનના પાલન સંબંધી તેમના ગુણોની ખબર પડે છે. એક વખત એક પર્વના અવસરે પાડોશના લોકો ગંગા-સ્નાન માટે જઈ રક્યુઆં હતાં. રૈદાસના શિષ્યોમાંના એકે તેમને પણ ચાલવાનો આગ્રહ કર્યો તો તેઓ બોલ્યાં, ગંગા-સ્નાન માટે હું અવશ્ય ચાલત પણ એક વ્યક્તિને પગરખાં બનાવી આજે જ દેવાનું મેં વચન આપી દીધું છે. જો હું તેમને આજે પગરખાં નહીં દઈ શકું તો વચન ભંગ થશે. ગંગા સ્નાન માટે જઈશ પણ મન અહીં આટકેલું હશે તો પુણ્ય કેમ મળશે? મન જે કામ કરવા માટે અન્ત:કરણ થી તૈયાર હોય તેજ કામ કરવું ઉચિત છે. મન સારું હશે તો તેને કથરોટના જળમાંજ ગંગાસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. કહે છે કે આ પ્રકાર નો વ્યવહાર બાદ જ એ કહેવત પ્રચલિત થઈ કે - "મન ચંગા તો કથરોટ માં ગંગા".
રૈદાસ એ ઊઁચ-નીચની ભાવના તથા ઈશ્વર-ભક્તિ ના નામ પર કરાતા વિવાદ ને સારહીન તથા નિરર્થક બતાવતા અને બધાને પરસ્પર હળીમળીને પ્રેમપૂર્વક રહેવાનો ઉપદેશ દેતાં.
તેઓ સ્વયં મધુર તથા ભક્તિપૂર્ણ ભજનો ની રચના કરતાં હતાં અને તેમને ભાવ-વિભોર થઈ સંભળાવતા હતાં. તેમનો વિશ્વાસ હતો કે રામ, કૃષ્ણ, કરીમ, રાઘવ આદિ સૌ એક જ પરમેશ્વર ના વિવિધ નામ છે. વેદ, કુરાન, પુરાણ આદિ ગ્રથોમાં એક જ પરમેશ્વર નું ગુણગાન કરાયું છે.
કૃષ્ણ, કરીમ, રામ, હરિ, રાઘવ, જબ લગ એક ન પેખા
વેદ કતેબ કુરાન, પુરાનન, સહજ એક નહિં દેખા
તેમનો વિશ્વાસ હતો કે ઈશ્વર ની ભક્તિ માટે સદાચાર, પરહિત-ભાવના તથા સદ્વ્યવહાર નું પાલન કરવું અત્યાવશ્યક છે. અભિમાન ત્યાગી અન્ય કે સાથે વ્યવહાર કરવા અને વિનમ્રતા તથા શિષ્ટતા ના ગુણોના વિકાસ કરવા પર તેમણે બહુ જોર દીધું. પોતાના એક ભજનમાં તેમણે કહ્યું છે-
કહ રૈદાસ તેરી ભગતિ દૂરિ હૈ, ભાગ બડ઼ે સો પાવૈ.
તજિ અભિમાન મેટિ આપા પર, પિપિલક હવૈ ચુનિ ખાવૈ
તેમના વિચારો નો આશય એ જ છે કે ઈશ્વર ની ભક્તિ ઘણા ભાગ્ય થી પ્રાપ્ત થાય છે. અભિમાન શૂન્ય રહી કામ કરવા વાળા વ્યક્તિ જીવનમાં સફળ રહે છે જેમ કે વિશાળકાય હાથી સાકર ના કણોં ને ચુસવામાં અસમર્થ રહે છે પણ લઘુ શરીર ની પિપીલિકા (કીડી) આ કણોં ને સરળતાપૂર્વક ચુસી લેતી છે. તે પ્રકારે અભિમાન તથા મોટાઈ નો ભાવ ત્યાગી વિનમ્રતાપૂર્વક આચરણ કરવા વાળા મનુષ્ય જ ઈશ્વર નો ભક્ત હોઈ શકે છે.
રૈદાસ ની વાણી ભક્તિ ની સચ્ચી ભાવના, સમાજ ના વ્યાપક હિત ની કામના તથા માનવ પ્રેમથી ઓત-પ્રોત હોય છે. એ માટે તેમના શ્રોતાઓ ના મન પર ઊઁડો પ્રભાવ પડતો હતો. તેમના ભજનો તથા ઉપદેશો થી લોકોને એવી શિક્ષા મળતી હતી કે જેનાથી તેમની શંકાઓ કા સંતોષજનક સમાધાન થઈ જતો હતો અને લોકો સ્વયં: તેમના અનુયાયી બની જતા હતાં.
તેમની વાણી નો એટલો વ્યાપક પ્રભાવ પડતો કે સમાજ ના બધા વર્ગો ના લોકો તેમના પ્રતિ શ્રદ્ધાળુ બની ગયાં. કહેવાય છે કે મીરાં બાઈ તેમની ભક્તિ-ભાવના થી ખૂબ પ્રભાવિત થઈ અને તેમની શિષ્યા બની ગઈ હતી.
વર્ણાશ્રમ અભિમાન તજિ, પદ રજ બંદહિજાસુ કી
સન્દેહ-ગ્રન્થિ ખણ્ડન-નિપન, બાનિ વિમુલ રૈદાસ કી
આજે પણ સંત રવિદાસ ના ઉપદેશ સમાજ ના કલ્યાણ તથા ઉત્થાન માટે અત્યધિક મહત્વપૂર્ણ છે. તેમણે પોતાના આચરણ તથા વ્યવહાર થી એ પ્રમાણિત કરી દીધું હતું કે મનુષ્ય પોતાના જન્મ તથા વ્યવસાય ને આધારે પર મહાન નથી હોતો. વિચારો ની શ્રેષ્ઠતા, સમાજ ના હિત ની ભાવના થી પ્રેરિત કાર્ય તથા સદ્વ્યવહાર જેવા ગુણ જ મનુષ્ય ને મહાન બનાવવા માં સહાયક હોય છે. આજ ગુણોં ને કારણે સંત રવિદાસ એ પોતાના સમય ના સમાજમાં અત્યાધિક સન્માન મળ્યું અને આ જ કારણે આજે પણ લોકો આમને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે.
જાતિ-જાતિ માંજાતિ હૈં, જો કેતન કે પાત |
રૈદાસ મનુષ ના જુડ઼ સકે જબ તક જાતિ ન જાત ||
મન ચંગા તો કઠૌતીમાં ગંગા ||
અબ કૈસે છૂટે રામ, નામ રટ લાગી |
પ્રભુજી તુમ ચન્દન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાનિ |
પ્રભુજી તુમ ઘન બન હમ મોરા, જૈસે ચિતવત ચંદ ચકોરા |
પ્રભુજી તુમ દીપક હમ બાતી, જાકી જોતિ બરૈ દિન રાતી |
પ્રભુજી તુમ મોતી હમ ધાગા, જૈસે સોને મિલત સુહાગા |
પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, ઐસી ભક્તિ કરૈ રૈદાસા |