સંતરામ મંદિર | |
---|---|
સંતરામ મંદિર, દિવાળી દરમિયાન | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | નડીઆદ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°41′20″N 72°51′50″E / 22.689°N 72.864°E |
સંતરામ મંદિર ગુજરાત રાજ્યના નડીઆદ શહેરમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે. તે ગુજરાતના પ્રખ્યાત સંત સંતરામ મહારાજનું સમાધી સ્થળ છે. અહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરેલી નથી, પરંતુ અવધૂત સંતરામ મહારાજની સમાધિ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન થાય છે.
સંતરામ મંદિર જરૂરીયાતમંદોને મદદ માટે અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. સંતરામ મંદિર ટ્રસ્ટ ફિઝીયોથેરાપી સેન્ટર, આંખનું દવાખાનું તેમજ અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે. તે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ગુજરાતમાં વડોદરા, કરમસદ, ઉમરેઠ, કોયલી, રધુ, પાચેગામ, પાદરા, સોજિત્રા, ચકલાસી, વરદ અને કાલસરમાં પણ 'સંતરામ મંદિર' આવેલા છે.
સંતરામ મહારાજની સમાધિના દિવસે (મહા સુદ પૂનમ) મંદિરના પ્રાંગણમાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. આ ઉપરાંત ભક્તો દ્વારા પોતાના સંતાનો બોલતા થાય તેની માનતા માટે પોષ માસ ની પૂનમ (પોષી પૂનમ) ના દિવસે બોર ઉછાળવામા આવે છે
૧૯૯૩માં ત્યારના ભારતના પ્રધાનમંત્રી પી .વી. નરસિંહારાવ દ્વારા કોમી એકતા માટેનો કબીર પુરસ્કાર મંદિરના મહંતશ્રી નારાયણ દાસ મહારાજને આપવામાં આવ્યો હતો.[૧]
ક્રમ | નામ | સમયગાળો (વિ.સં.) | સમાધિ |
---|---|---|---|
૧ | શ્રી સંતરામ મહારાજ | મહા પુનમ, ૧૮૮૭ | |
૨ | શ્રી લક્ષ્મણદાસજી મહારાજ | વૈશાખ વદ ૧૪, ૧૯૨૫ | |
૩ | શ્રી ચતુરદાસ મહારાજ | આષો સુદ ૯, ૧૯૪૧ | |
૪ | શ્રી જયરામદાસ મહારાજ | ૧૯૪૧ થી ૧૯૪૭ | જેઠ સુદ ૧૧, ૧૯૪૭ |
૫ | શ્રી મુગટરામ મહારાજ | ૧૯૪૭ થી ૧૯૬૧ | શ્રાવણ સુદ ૮, ૧૯૬૧ |
૬ | શ્રી માણેકદાસ મહારાજ | ૧૯૬૧ થી ૧૯૭૩ | વૈશાખ સુદ ૧૧, ૧૯૭૩ |
૭ | શ્રી જાનકીદાસ મહારાજ | ૧૯૭૩ થી ૨૦૨૬ | વૈશાખ સુદ ૮, ૨૦૨૬ |
૮ | શ્રી નારાયણદાસ મહારાજ | ૨૦૨૩ (ઇ.સ. ૭મી જૂન ૧૯૬૭) થી ૨૦૬૦ | આસો પુનમ, ૨૦૬૦ (ઇ.સ. ૨૮ ઓક્ટોબર ૨૦૦૪) |
૯ | શ્રી રામદાસ મહારાજ | ૨૦૬૦ થી અત્યાર સુધી |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |