![]() | આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર KartikMistry (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
સંપ્રતિ | |
---|---|
![]() | |
પાંચમા મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ. ૨૨૪–૨૧૫ |
પુરોગામી | દશરથ મૌર્ય |
અનુગામી | શાલીશુક્લા |
વંશ | મૌર્ય |
પિતા | કુણાલ |
માતા | કંચનમાલા |
ધર્મ | જૈન[૧] |
મૌર્ય સામ્રાજ્ય (ઈ.પૂ. ૩૨૨–૧૮૦) | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||
સંપ્રતિ મૌર્ય રાજવંશના શાસક હતા. તે મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તે તેના પિતરાઈ ભાઈ દશરથ મૌર્યના ઉત્તરાધિકારી બન્યા.
જૈન સ્ત્રોત પરિશિષ્ટપર્વણ અનુસાર તેણે પાટલીપુત્ર અને ઉજ્જૈન બન્ને પર શાસન કર્યું.[૨] જૈન સાહિત્ય દર્શાવે છે કે અશોકના મૃત્યુ પછી (દશરથ મૌર્યના શાસનકાળ દરમિયાન) સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, આંધ્રા અને મૈસૂરના ક્ષેત્રો મૌર્ય સામ્રાજ્યમાંથી અલગ થઈ ગયા. જેને સંપ્રતિ દ્વારા પુન: પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.[૩]
સંપ્રતિ મહારાજાને પૂર્વ ભારતમાં જૈન ધર્મના પ્રચાર તથા સંરક્ષણ માટેના પ્રયાસો માટે ઓળખવામાં આવે છે. તેઓ જૈન મુની 'શ્રી સુહસ્તી સૂરી' ના શિષ્ય હતા.[૪] સ્ત્રોત દર્શાવે છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા સ્થાપિત મંડળના આઠમા ગુરુ[૧] અને જૈન મુની સુહસ્તી સૂરી પાસે તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો, જ્યારે સ્થવિરાવલી (૯.૫૩) અનુસાર તેઓ જન્મે જૈન હતા.[૫] જૈન ધર્મ અપનાવી તેઓ ભારતના ઘણા ભાગોમાં જૈન ધર્મના પ્રચાર પ્રસારનું શ્રેય પામ્યા. તેમણે મુનીઓની યાત્રા તેમજ દેરાસરોના નિર્માણ અને જીર્ણોદ્ધાર કરી લાખો જિન પ્રતિમાઓની સ્થાપના કરાવી.[૬]