સંસ્કૃતિ દિવસ | |
---|---|
સંસ્કૃતિ દિવસ પરેડમાં જાપાની નૃત્યાંગનાઓ | |
અધિકૃત નામ | 文化の日 (Bunka no Hi ) |
ઉજવવામાં આવે છે | Japan |
પ્રકાર | રાષ્ટ્રીય રજા |
મહત્વ | સંસ્કૃતિ, કલા અને શૈક્ષણિક પ્રયાસોને પ્રોત્સાહન આપે છે |
ઉજવણીઓ | વિશિષ્ટ કલાકારો અને વિદ્વાનો માટે કલા પ્રદર્શનો, પરેડ અને પુરસ્કાર સમારોહ. |
તારીખ | નવેમ્બર ૩ |
આવૃત્તિ | વાર્ષિક |
સંસ્કૃતિ દિવસ એ 3 નવેમ્બરે જાપાનમાં દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય રજા છે. સંસ્કૃતિ, કળા અને શૈક્ષણિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉજવવામાં આવતા આ ઉત્સવમાં સામાન્ય રીતે પ્રતિષ્ઠિત કલાકારો અને વિદ્વાનો માટે કલા પ્રદર્શનો, પરેડ અને પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે.
૩ નવેમ્બર, ૧૯૪૬ના રોજ યુદ્ધ પછીના જાપાની બંધારણની ઘોષણાની યાદમાં સંસ્કૃતિ દિવસનું સૌ પ્રથમ આયોજન ૧૯૪૮માં કરવામાં આવ્યું હતું.[૧]
સૌ પ્રથમ ૧૮૬૮માં ૩ નવેમ્બરના દિવસની રાષ્ટ્રીય રજા તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તે સમયના સમ્રાટ મેઈજીના જન્મદિવસના માનમાં યોજાયેલી આ રજાને જાપાનમાં ટેન્કો-સેટુ તરીકે ઓળખવામાં આવતી હતી. ૧૯૧૨માં સમ્રાટ મેઈજીના અવસાન પછી, ૩ નવેમ્બરની આ ઉજવણી ૧૯૨૭ સુધી બંધ કરવામાં આવી હતી. ૧૯૨૭ બાદ સમ્રાટ મેઈજીના જન્મદિવસને મેઇજી-સેટુ તરીકે ઓળખતી વિશિષ્ટ રજા જાહેર કરવામાં આવી હતી. ૧૯૪૮માં સંસ્કૃતિ દિવસની ઘોષણા સાથે આ વિશિષ્ટ રજા બંધ કરવામાં આવી હતી.[૧]
સંસ્કૃતિ દિવસ એ શૈક્ષણિક પ્રયાસો, કલા અને વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોવાથી સામાન્ય રીતે સ્થાનિક અને પ્રિફેક્ચ્યુરલ[upper-alpha ૧] સરકારો દ્વારા કલા પ્રદર્શનો, સંસ્કૃતિ ઉત્સવો અને પરેડ યોજવા માટે આ દિવસ પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કાનાગાવા પ્રિફેક્ચરના હાકોન ખાતે એડો [upper-alpha ૨] સમયગાળાના કપડાં અને પોશાક પ્રદર્શિત કરવા માટે 'વાર્ષિક સામંતશાહી લોર્ડ્સ પરેડ' યોજાય છે.[૨] પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઘણી વાર આ દિવસે અથવા તેના નજીકના દિવસે "સંસ્કૃતિ ઉત્સવ" આયોજીત કરવામાં આવે છે.[૩]
૧૯૩૬થી આ દિવસે પ્રતિષ્ઠિત 'ઓર્ડર ઓફ કલ્ચર'નો પુરસ્કાર સમારોહ યોજાયો છે.[૪] આ પુરસ્કાર વિજ્ઞાન, કળાઓ કે સંસ્કૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારને સમ્રાટના હસ્તે શાહી પરિવાર દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. આ પુરસ્કાર જાપાની નાગરિકો પૂરતો મર્યાદિત નથી. જેમકે, ચંદ્ર પરથી સફળ પુનરાગમન બાદ એપોલો ૧૧ના અવકાશયાત્રીઓ તેમજ સાહિત્યિક વિદ્વાન ડોનાલ્ડ કીનને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.[૫]
આ ઉપરાંત આ દિવસે તડકાવાળા હવામાનની વધુ સંભાવના સાથે રહેલી છે. આંકડાકીય રીતે વર્ષના સૌથી ચોખ્ખા દિવસોમાંનો એક છે. ૧૯૬૫ થી ૧૯૯૬ ની વચ્ચે, સંસ્કૃતિ દિવસ પર ટોક્યોમાં માત્ર ત્રણ જ વાર વરસાદ પડ્યો છે.[૬]
|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link)