જન્મ | સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન 7 March 1911 કસાયા, ઉત્તર પ્રદેશ, ભારત |
---|---|
મૃત્યુ | 4 April 1987 દિલ્હી, ભારત | (ઉંમર 76)
ઉપનામ | અજ્ઞેય |
વ્યવસાય | કવિ, લેખક |
ભાષા | હિંદી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | આધુનિક કાળ |
લેખન પ્રકારો | વાર્તા, કવિતા, નવલકથા, નિબંધ |
વિષયો | સામાજીક, યથાર્થવાદી |
સાહિત્યિક ચળવળ | નવી કવિતા, પ્રયોગવાદ |
નોંધપાત્ર સર્જનો | |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી, જ્ઞાનપીઠ |
સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન (ઉપનામ: અજ્ઞેય) (૭ માર્ચ ૧૯૧૧ - ૪ એપ્રિલ ૧૯૮૭) જ્ઞાનપીઠ પુરુસ્કાર વિજેતા આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર હતા. તેમને કવિતા અને વાર્તા-સાહિત્યમાં એક મોટું પરિવર્તન લાવનાર વાર્તાકાર, લલિત-નિબંધકાર, સંપાદક અને અધ્યાપક તરીકે ઓળખવામાં આવે છે.[૧].
અજ્ઞેય પ્રયોગવાદ અને નવી કવિતાને સાહિત્ય જગતમાં પ્રસ્થાપિત કરનાર કવિ હતા.તેમણે 'સપ્તક' કવિતા શ્રેણી સંપાદિત કરી, અને 'દિનમાન' નામનું હિન્દી સાપ્તાહિક પણ શરૂ કર્યું હતું.[૧] સંગ્રહિત ૨૦૦૯-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન
અજ્ઞેયનો જન્મ ૭ માર્ચ ૧૯૧૧ના રોજ ઉત્તર પ્રદેશના કસયા (હાલનું કુશીનગર)માં થયો હતો. તેમના પિતા, હિરાનંદ શાસ્ત્રી , એક પુરાતત્ત્વવિદ, ખોદકામમાં કામ કરતા હતા. તેમની માતા વ્યંતીદેવી (અ.તા. ૧૯૨૪) હતા જે ખૂબ ભણેલા નહોતા. હિરાનંદ શાસ્ત્રી અને વ્યંતીદેવીને ૧૦ સંતાનો હતા, જેમાંથી અજ્ઞેય ચોથો ક્રમે હતા. અજ્ઞેયનું બાળપણ લખનૌ (૧૯૧૧–૧૯૧૫) માં વિત્યું. વિવિધ સ્થળોએ તેમના પિતાની વ્યાવસાયિક નિમણૂકને લીધે બાળપણ કેટલાક વર્ષો કાશ્મીર, બિહાર અને મદ્રાસમાં પણ વિતાવ્યા.આ પ્રકારની જીવનશૈલીને કારણે, અજ્ઞેય વિવિધ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિઓના સંપર્કમાં આવ્યા. તેમના પિતા, જે પોતે સંસ્કૃતના વિદ્વાન હતા છતાં તેમણે અજ્ઞેયને હિન્દીનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને મૂળભૂત અંગ્રેજી પણ શીખવ્યું. તેમને જમ્મુમાં પંડિત અને મૌલાવી દ્વારા સંસ્કૃત અને પર્સિયન શીખવવામાં આવ્યું હતું.[૨] [૩]આમ શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી જ સંસ્કૃત, ફારસી, અંગ્રેજી અને બંગાળી ભાષા અને સાહિત્ય સાથે થયું. ૧૯૨૫માં પંજાબમાં પ્રવેશ પરિક્ષા પાસ કરી તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં દાખલ થયા. લાહોરમાં બી.એસ.સી કરી અંગ્રેજી સાથે એમ.એ. કરતા સમયે તેઓ બોમ્બ બનાવતા પકડાયા અને પછી ફરાર થઈ ગયા.
ભારતની સ્વતંત્રતા ચળવળની લડત લડવાના વિચાર સાથે ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મી (એચએસઆરએ) માં જોડાયા, અને બ્રિટિશ વસાહતી સરકાર સામે બળવાખોર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. નવેમ્બર 1૧૯૩૦ માં, સમાજવાદી ક્રાંતિકારી અને એચએસઆરએના નેતા, ભગતસિંહને ૧૮૨૯ માં જેલમાંથી ભાગી છૂટવામાં મદદ કરવાના પ્રયાસમાં સામેલ હોવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ભારતમાં બ્રિટીશ શાસન સામે દેશદ્રોહના આરોપ હેઠળ સજા ફટકારવામાં આવી હતી. તેમણે પછીનાં ચાર વર્ષ લાહોર, દિલ્હી અને અમૃતસરની જેલમાં વિતાવ્યા. આ જેલના દિવસોમાં, તેમણે ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને તેમની નવલકથા શેખર: એક જીવની પ્રથમ ડ્રાફ્ટ લખવાનું શરૂ કર્યું. [૪] [૫] ત્યારબાદ ફરી ૧૯૩૦ના અતંમાં તેઓ પકડાઈ ગયા અને ચાર વર્ષની સજા થઈ.[૬]
તેઓ પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન (પીડબ્લ્યુએ) સાથે સંકળાયેલા હતા અને ૧૯૪૨માં તેમણે ઓલ ઇન્ડિયા એન્ટી-ફાસિસ્ટ કન્વેન્શનનું આયોજન કર્યું હતું. ૧૯૪૨ માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તે ભારતીય સેનામાં જોડાયો અને કોહિમા મોરચામાં લડાકુ અધિકારી તરીકે મોકલવામાં આવ્યા. ૧૯૪૬ માં તેમણે સેના છોડી દીધી. તેઓ થોડા સમય માટે મેરઠ ( ઉત્તર પ્રદેશ ) રહ્યા અને સ્થાનિક સાહિત્યિક જૂથોમાં સક્રિય રહ્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે અન્ય લેખકોના અંગ્રેજીમાં ઘણા અનુવાદો અને તેમની પોતાની કવિતાઓ, જેલ ડેઝ અને અન્ય કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો . [૭]
૧૯૩૦થી ૧૯૩૬ સુઘીનો સમય વિવિધ જેલમાં પસાર થયો. ૧૯૩૬-૩૭માં "સૈનિક" અને "વિશાળ ભારત" નામનાં સામયિકોમાં સંપાદક તરીકે કામ કર્યુ. ૧૯૪૩થી ૧૯૪૬ સુધી બ્રિટિશ સૈન્યમાં સેવા આપી. ત્યારબાદ અલ્હાબાદથી "પ્રતિક" નામનું સમયિક શરૂ કરી અને ઓલ ઇન્ડિયા રેડીયોમાં નોકરી ચાલુ કરી હતી. જોધપુર વિશ્વવિદ્યાલયમાં ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેમને સેવા આપી હતી.[૮]
અજ્ઞેયે ૧૯૪૦માં સંતોષ મલિક સાથે લગ્ન કર્યા, પણ ૧૯૪૫ માં તેમણે છૂટાછેડા લીધા. તેમણે ૭ જુલાઈ ૧૯૫૬ના રોજ કપિલા વાત્સ્યાયન સાથે લગ્ન કર્યા . તેઓ ૧૯૬૯માં અલગ થઈ ગયા. [૯] [૧૦]૪ એપ્રિલ ૧૯૮૭ના રોજ દિલ્હી ખાતે તેમનું અવસાન થયું. તેમના અંતિમસંસ્કાર નિગમબોધ ઘાટ ખાતે થયાં હતાં.[૧૧]
"ભગ્નદૂત" (૧૯૩૩) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે જેના પર છાયાવાદનો પ્રભાવ જોવા મળે છે.
અજ્ઞેયની નવલકથા 'શેખર: એક જીવની' (૧૯૪૧–૪૪) બે ભાગમાં લખયેલી છે. તે આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી પ્રથમ હિન્દી નવલકથા છે. આ નવલકથામાં વ્યક્તિના વિકાસમાં અવરોધ ઊભા કરનાર, વ્યક્તિત્વને દબાવનાર, કચડનાર સમાજ સામેના એક વ્યક્તિના વિદ્રોહની કથા આલેખવામાં આવી છે. તેમની બીજી નવલકથા 'નદી કે દ્વીપ' મનોવૈજ્ઞાનિક શૈલીમાં લખાયેલી છે. આધુનિક યુગમાં મનુષ્ય સમૂહમાં રહેતો હોવાં છતાં તે જે એકલતા તથા વિચ્છિન્નતા અનુભવે છે, તેનું આલેખન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. તેમની 'અપને અપને અજનબી' (૧૯૬૧) વસ્તુ અને કથાશિલ્પની દ્રષ્ટિએ આધુનિક માનવસંવેદનાને લક્ષમાં રાખીને લખાયેલી નવલકથા છે. અસ્તિત્વવાદી દર્શનનું ખંડન કરતી આ નવલકથામાં તેમણે મૃત્યુના સાક્ષાત્કારની વાત કરી છે.[૧૨]
અજ્ઞેયે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથા 'શ્રીકાન્ત'નું તથા જૈનેન્દ્રકુમારની નવલકથા 'ત્યાગપત્ર'નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે તેમજ રવીન્દ્રનાથ ટાગોરની 'ગોરા'નું હિન્દીમાં ભાષાંતર કર્યું છે.[૧૨]અજ્ઞેયે પોતાની તેમજ અન્ય કેટલાક ભારતીય લેખકોની કૃતિઓનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. તેમણે વિશ્વ સાહિત્યના કેટલાક પુસ્તકોનું પણ હિન્દીમાં ભાષાંતર કર્યું.
૧૯૬૪માં "આંગનકે પાર દ્વાર" માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો અને ૧૯૭૮માં "કિતની નાવોમેં કિતની બાર" (૧૯૬૭) સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.[૮]
|access-date=
(મદદ)