વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સપ્ટેમ્બર ૧૧ વર્ષ ૨૦૦૧ના હુમલા દરમિયાન ૨૯૯૬ લોકોના મોત થયા અને ૬૦૦૦ કરતા વધારે લોકો ઘાયલ થયા હતા.[૧] [૨]આ તાત્કાલિક મૃત્યુમાં ચાર વિમાનમાં બેઠેલા ૨૬૫ મુસાફરો (૧૯ આતંકવાદીઓ સાથે), વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને તેની આસપાસના વિસ્તારોના ૨૬૦૬, તેમજ પેન્ટાગોનના ૧૨૫ લોકોનો સમાવેશ થાય છે.[૩][૪] . વિશ્વના ઈતિહાસમાં સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧નો હુમલો આતંકવાદીઓનું સૌથી ભયંકર કૃત્ય હતું અને ડિસેમ્બર ૭, ૧૯૪૧ પર્લ હાર્બરના હુમલા બાદ અમેરિકન ધરતી પર આ સૌથી વધારે વિનાશક વિદેશી હુમલો હતો.
મૃત્યુ પામનારમાં મોટા ભાગના નાગરિકો હતા સિવાયકે ૩૪૪ અગ્નિશામકો અને ૭૧ કાયદાના અમલીકરણ અધિકારીઓ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ન્યુયોર્કની ભૂમિ પર મૃત્યુ પામ્યા, [૫]એક કાયદાના અમલીકર અધિકારી યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ્સ ૯૩ પેન્સિલવેનિયાના શેક્સવિલ વિસ્તારમાં અથડાયું ત્યારે મૃત્યુ પામ્યા,[૬] ૫૫ લશ્કરી કર્મચારીઓ પેન્ટાગોનમાં આર્લિંગટન કાઉન્ટી, વર્જિનિયા નજીક મૃત્યુ પામ્યા,[૭] અને ૧૯ આતંકવાદીઓ મૃત્યુ પામ્યા જે આ સમયે વિમાનમાં હાજર હતા. કુલ ૨૬૦૫ અમેરિકન શહેરવાસીઓ, જેમાં ૨૧૩૫ અમેરિકન નાગરિકો અને વધુમાં ૩૭૨ બિન-અમેરિકન નાગરિકો (૧૯ અપરાધીઓને બાદ કરતા) હુમલામાં મૃત્યુ પામ્યા જે કુલ ૧૨ ટકા જેટલા હતા. આ હુમલામાં ૯૦ કરતાં વધારે દેશોના લોકોએ પોતાના નાગરિકોને ગુમાવ્યા[૮], જેમાં યુનાઈટેડ કિંગડમ (૬૭ લોકોના મોત), ડોમિનિક રિપબ્લિક (૪૭ લોકોના મોત) અને ભારત (૪૧ લોકોના મોત) જેવા દેશોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક હુમલા દરમિયાન જ ૨૯૭૪ લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ હતી, તેમાં સ્નેહા એની ફિલિપ, ડોક્ટર, જેઓ વર્ષ ૨૦૦૮માં ૯-૧૧ના હુમલાને કારણે મૃત્યુ પામ્યા હતા.[૯]તેમ છતાં, વર્ષ ૨૦૦૭માં, ન્યુયોર્ક શહેરના મેડિકલ પરિક્ષણના ઓફિસ દ્વારા એવા લોકોને સત્તાવાર રીતે યાદીમાં સામેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું જેઓ હુમલા દરિમયાન જે તે વિસ્તારમાં ઉડેલી ધૂળ-રજકણના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામ્યા. તેમાં સૌ પ્રથમ ભોગ બનનાર એક મહિલા, નાગરિક અધિકાર વકીલ હતી, જેઓ વર્ષ ૨૦૦૨માં ફેફસાની ગંભીર સ્થિતિને કારણે મૃત્યુ પામી[૧૦]. સપ્ટેમ્બર 2009માં, આ યાદીમાં એવા વ્યક્તિનો સમાવેશ થયો જે વર્ષ ૨૦૦૮[૧૧] માં મૃત્યુ પામી અને ૨૦૧૧માં, પુરુષ એકાઉન્ટન્ટ જે ડિસેમ્બર ૨૦૧૦માં મૃત્યુ પામ્યો તેની સંખ્યા પણ સામેલ થઈ[૧૨]. એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં મૃત્યુ પામનારનો આંક વધીને ૨૭૫૩ થઈ અને કુલ મળીને ૯-૧૧ના હુમલાના ભોગ બનનારની સંખ્યા ૨૯૭૭ થઈ.[૧૩]
ઓગસ્ટ ૨૦૧૩ અનુસાર, તબીબી સત્તાધિકારીઓએ તારણ કાઢ્યુ કે, ૧૧૪૦ લોકો જેઓ હુમલા દરમિયાન લોઅર મેનહૅટનમાં કામ કરતા હતા, રહેતા હતા અથવા ભણતા હતા તેઓ ગ્રાઉન્ડ ઝીરોમાં ઝેરી તત્ત્વોના સંપર્કમાં આવતા તેમનું કેન્સરના રોગનું નિદાન થયું છે[૧૪]. એવા અહેવાલો નોંધવામાં આવ્યા છે કે ૧૪૦૦ કરતાં વધારે બચાવ કર્મચારીઓ જેમણે દિવસ દરમિયાન આ ઘટના સ્થળે પ્રતિક્રિયા આપી હતી અને હુમલાના અમુક મહિનાઓ બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમાં ઓછામાં ઓછી ૧૦ ગર્ભવતી મહિલાઓએ પોતાનો ગર્ભ ગુમાવ્યો હતો.[૧૫]
પેન્ટાગોન ખાતે 125 લોકો માર્યા ગયા હતા જેમાંથી મોટા ભાગના લોકો માટે યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી અથવા યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળ કામ કર્યું હતું.[૧૬]
125 લોકોના મૃત્યુમાં, સિત્તેર નાગરિકો હતા, જેમાં સુડતાલીસ આર્મી કર્મચારીઓ, છ આર્મીના ઠેકેદારો, છ નેવી કર્મચારીઓ, ત્રણ નૌકાદળીઓના ઠેકેદારો, સાત ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના કર્મચારીઓ, એક ડિફેન્સ કોન્ટ્રાક્ટરના સેક્રેટરી ઓફિસર અને પંચાવન યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી ફોર્સિસના સભ્ય હતા. [૧૭]
લેફ્ટનન્ટ જનરલ ટીમોથી મૌડે (આર્મી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ) પેન્ટાગોન ખાતે માર્યા ગયેલા સર્વોચ્ચ રેન્કિંગ લશ્કરી અધિકારી હતા.[૧૮]
સપ્ટેમ્બર ૧૧, ૨૦૧૧ અનુસાર, હુમલાને લગતા કુલ ૨૭૫૩ મૃત્યુના પ્રમાણપત્રો નોંધવામાં આવ્યા છે. તેમાના ૧૫૮૮ (૫૮ ટકા) ફોરેન્સિક રીતે પુનપ્રાપ્ત ભૌતિક અવશેષોમાંથી ઓળખાયા છે.[૧૯] એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ તબીબ પરિક્ષકોના ઓફિસમાં લગભગ ૧૦ હજાર ઓળખ નહીં થયેલા હાડકા અને પેશીઓના નમૂના છે જે મૃતકોની યાદી સાથે મેળ ખાતા નથી.[૨૦] [૨૧]વર્ષ ૨૦૦૬માં જ્યારે કર્મચારીઓ નુકસાન પામેલી ડોશે બેન્ક બિલ્ડિંગને તોડ્યું હતું ત્યારે તેમાંથી હજુ પણ હાડકાંના નમૂના મળી રહ્યા હતા.[૨૨]
એપ્રિલ ૧૭, ૨૦૧૩ સ્ટેટન દ્વીપ પર ફ્રેશ કિલ્સ લેન્ડફિલ ખાતે ચાળ્યા બાદ પાંચ શક્ય અવશેષો મળ્યા. મેડિકલ પરિક્ષકનું કહેવું છે કે શક્ય છે કે હુમલાના બે દિવસ બાદ ભોગ બનનારના પુરાવાઓ પ્રાપ્ત થયા હતા.
૨૧ જૂન ૨૦૧૩ના રોજ, તબીબી પરીક્ષકની કચેરીએ સાઇટમાંથી એકત્ર કરેલા ભંગારના, ડીએનએ પરીક્ષણના પરિણામે, તેની ૧૬૩૭મી ભોગ બનેલી, ૪૩ વર્ષીય મહિલા, તેના પીડિતોની સૂચિ સાથે મેળ ખાય છે. પરિવારની વિનંતીને કારણે તેનું નામ જાહેર કરવામાં નહોતું આવ્યું.
૫ જુલાઈ ૨૦૧૩ના રોજ, તબીબી પરિક્ષકની કચેરીએ એફડીએનવાય ફાયરફાઇટર લેફ્ટનન્ટ જેફરી પી. વાલ્ઝ, ૩૭ના, પુનપરિક્ષણ બાદ અવશેષોને ઓળખી કાઢ્યા હતા. તેમના અવશેષો હુમલાના મહિનાઓ પછી પ્રાપ્ત થયા હતા અને હવે ફોરિન્સક દ્વારા ઓળખી કાઢવામાં આવનાર ૧૬૩૮માં ભોગ બનનાર વ્યક્તિ છે.[૨૩]
|first=
at position 5 (મદદ)