જૈન ધર્મમાં સમવશરણ એટલે સહુને શરણ એવો અર્થ થાય છે. સમવશરણ તિર્થંકરોના દિવ્ય ઉપદેશ ભવન માટે વપરાય છે. સમવશરણ બે શબ્દોના મેળથી બનેલ છે, "સમ" (સહુને) અને "તક". જ્યાં બધાને જ્ઞાન મેળવવાની સમાન તક મળે, તે સમવશરણ છે.[૧] તે તિર્થંકરોનું કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેવો દ્વારા રચવામાં આવે છે.[૨] સમવશરણ "જૈન કલા"માં ખૂબ જ પ્રચલિત છે.[૩]
સમવશરણમાં તીર્થંકર એક કોમળ ગાદી પર બિરાજમાન હોય છે, પરંતુ તેને અડકતા નથી (તેનાથી બે આંગળ ઉપર). તીર્થંકરની નજીક તેમના ગણધર (મુખ્ય શિષ્ય) બિરાજે છે. અન્ય તમામ નીચે દર્શાવેલ રીતે બિરાજે છે.[૪]
જૈન ગ્રંથો અનુસાર, સમવશરણમાં ચાર વિશાળ રસ્તાઓ હોય છે, જ્યાં દરેક રસ્તા પર એક માનસ્તંભ હોય છે.[૫] ભવનનો કુલ આકાર તે યુગમાં લોકોની ઊંચાઈ પર આધાર રાખે છે.[૬]
સમવશરણમાં તીર્થંકર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજે છે, પણ એવું પ્રતીત થાય છે કે તેઓ બધી દિશાઓમાં જોઈ રહ્યા છે.[૭] તીર્થંકર સરળતાથી જૈન દર્શન વિશે ઉપદેશ આપે છે.[૮] બધા જીવો (પ્રાણીઓ પણ) આ ઉપદેશ સાંભળે છે અને અહિંસાના માર્ગ પર આગળ વધે છે.[૯] તીર્થંકરનો દિવ્ય ધ્વનિ સહુને એકસમાન રૂપમાં સંભળાય છે.[૭]