સરપંચ એટલે પંચાયતી રાજની રાજકીય પ્રથા હેઠળ ગ્રામ્યસ્તરે કામ કરતી વહીવટી સંસ્થા એટલે કે ગ્રામ પંચાયતનો ચુંટાયેલો નેતા.[૧] આ પ્રકારની રાજકીય પ્રથા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ અમલી છે. આ વ્યવસ્થામાં સરપંચ ગ્રામ પંચાયતના ચુંટાયેલા નેતા તરીકે પાંચ વર્ષ સુધી અન્ય ચુંટાયેલા સભ્યો સાથે મળીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ગ્રામોત્કર્ષની યોજનાઓ લાગુ કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાની સત્તા ધરાવે છે.
ભારતના કેટલાક રાજ્યો જેવા કે બિહારમાં સરપંચ ફોજદારી અને દિવાની કાયદાઓનો ન્યાય અને આ કાયદાઓના ભંગ પર દંડ આપવાની પણ સત્તા ધરાવે છે.[૨]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |