![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યક્તિગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Nationality | ભારતીય | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | September 30, 2001 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યવસાય | નિશાનેબાજ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
દેશ | ભારત | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રમત | નિશાનેબાજી (શૂટીંગ) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Event(s) | ૧૦મીટર એર પિસ્તોલ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
|
સરબજોત સિંઘ (જન્મ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧) એક ભારતીય ખેલ નિશાનેબાજ છે. તેણે પેરિસ ખાતે આયોજીત ૨૦૨૪ ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં મનુ ભાકરની સાથે ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો હતો.
સરબજોત હરિયાણાના અંબાલા જિલ્લાના બરાડા બ્લોકના ધીના જાટ ગામના રહેવાસી છે. તે ખેડૂત જતિન્દર સિંહ અને ગૃહિણી હરદીપ કૌરનો પુત્ર છે. સરબજોતનો જન્મ જાટ પરિવારમાં થયો છે.[૧] તેણે ચંદીગઢના સેક્ટર ૧૦માં આવેલી ડીએવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.[૧]
સરબજોત ૨૦૨૨માં ચીનના હાંગઝોઉના ખાતે આયોજીત એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમનો ભાગ હતા.[૨] સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલની ભારતીય ૧૦ મીટર એર પિસ્તોલ ટીમે ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ચીનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.[૩] સરબજોતે એશિયન ગેમ્સ શૂટિંગ સ્પર્ધામાં દિવ્યા ટી.એસ. સાથે મિક્સ્ડ ૧૦ મીટર એર પિસ્તોલમાં પણ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.[૪][૫][૬]
અગાઉ ૨૦૨૧માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપની વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ એમ બંને સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. વર્ષ ૨૦૧૯માં તેણે આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો હતો.
તેણે મનુ ભાકર સાથે ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટુકડી સ્પર્ધામાં પેરિસમાં ૨૦૨૪ ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં કાંસ્ય પદક જીત્યો હતો.[૭]