સરલા દેવી | |
---|---|
ସରଳା ଦେବୀ | |
![]() | |
જન્મની વિગત | નારીલો ગામ, બંગાળ પ્રેસીડેન્સી, ઓરિસ્સા વિભાગ, બ્રિટીશ ભારત | 19 August 1904
મૃત્યુ | 4 October 1986 | (ઉંમર 82)
રાષ્ટ્રીયતા | ભારતીય |
મૂળ વતન | કટક |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ભગીરથ મોહપાત્રા (લ. 1917) |
સંતાનો | પુત્ર |
માતા-પિતા |
|
સંબંધીઓ | બાલમુકુંદ કાનુનગો (કાકા); નિર્મલા દેવી, કવયિત્રી (બહેન); રાય બહાદુર દુર્ગાચરણ દાસ (બનેવી); નિત્યાનંદ કાનુનગો (ભાઈ); બિંધુ ભુષણ દાસ (ભત્રીજો) |
સરલા દેવી (૧૯ ઓગસ્ટ ૧૯૦૪ – ૪ ઓક્ટોબર ૧૯૮૬) ભારતીય સ્વતંત્રતા કાર્યકર, નારીવાદી, સામાજિક કાર્યકર, રાજકારણી અને લેખક હતાં. ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં જોડાનાર તે પ્રથમ ઉડિયા મહિલા હતાં. તેઓ ૧ એપ્રિલ ૧૯૩૬ના રોજ ઓરિસ્સા વિધાનસભામાં ચૂંટાયેલ પ્રથમ મહિલા બન્યા હતા. ઉપરાંત ઓરિસ્સા વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર, કટક સહકારી બેંકના પ્રથમ મહિલા નિદેશક, ઉત્કલ વિશ્વવિદ્યાલયના પ્રથમ મહિલા સેનેટ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ઉડિયા મહિલા પ્રતિનિધિ પણ હતા. તેઓ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષણ આયોગમાં ઓડિશાના એકમાત્ર પ્રતિનિધિ હતા.
સરલા દેવીનો જન્મ તત્કાલીન બંગાળ પ્રેસીડન્સીના ઓરિસ્સા વિભાગના નારીલો ગામ (વર્તમાન જગતસિંહપુર જિલ્લામાં, ઓરિસ્સા ) ખાતે ખૂબ જ ધનવાન, કુલીન જમીનદાર પરિવારમાં ૧૯ ઓગસ્ટ ૧૯૦૪ના રોજ થયો હતો. તેમના પિતા દીવાન બાસુદેવ કાનુનગો હતા અને માતા પદ્માવતી દેવી હતા. તેમને તેમના પિતાના મોટા ભાઈ, બાલમુકુંદ કાનુનગો, (નાયબ કલેક્ટર) દ્વારા દત્તક લેવામાં અને ઉછેર કરવામાં આવ્યા હતા.[૧] [૨][૩][૪][૫][૬] સરલા દેવીએ તેમનું પ્રાથમિક શિક્ષણ બાંકીમાં મેળવ્યું, જ્યાં તેમના કાકા ફરજ બજાવતા હતા. તે સમયે મહિલાઓને ઉચ્ચ શિક્ષણની પરવાનગી નહોતી, આથી તેમના કાકાએ તેમના માટે ઘરે જ એક શિક્ષકની વ્યવસ્થા કરી. સરલા દેવીએ તેમના શિક્ષક પાસેથી બંગાળી, સંસ્કૃત, ઉડિયા અને અંગ્રેજી ભાષા શીખી. તેઓ ૧૩ વર્ષની વય સુધી કાકા સાથે રહ્યા. બાંકી ખાતેના નિવાસ દરમિયાન તેઓ બાંકીની રાણી સુકા દેવીથી પ્રેરિત થઈને આઝાદીની ચળવળમાં જોડાયાં. તેમણે ભારતની સ્વતંત્રતાની લડતમાં તેમના ઘરેણાં સંગ્રહ અને વિશાળ સ્થાવર મિલકતોનો મોટો ભાગ દાનમાં આપ્યો. તેઓ ૧૯૧૭માં જાણીતા વકીલ ભગીરથી મોહપાત્રા સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને બાદમાં ૧૯૧૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. સરલા દેવી ૧૯૨૧માં મહાત્મા ગાંધીની ઓરિસ્સાની પ્રથમ મુલાકાત બાદ કોંગ્રેસમાં સામેલ થયા હતાં. તેઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, દુર્ગાબાઈ દેશમુખ, આચાર્ય કૃપલાણી, કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને સરોજિની નાયડુની ખૂબ નજીકના હતાં.[૭]
તેઓ ૧૯૪૩થી ૧૯૪૬ દરમિયાન કટક ખાતે ઉત્કલ સાહિત્ય સમાજના સચિવ હતાં.[૮]
સરલા દેવીએ ૩૦ પુસ્તકો અને ૩૦૦ નિબંધો લખ્યા હતા.[૯][૧૦]
|archive-date=
(મદદ)