સાબરમતી મેરેથોન એ અમદાવાદ ખાતે યોજાતી વાર્ષિક દોડ સ્પર્ધા છે. તેની શરુઆત ૨૦૧૦ માં કરવામાં આવી હતી.[૧]તે દર વર્ષે ડિસેમ્બર - જાન્યુઆરી માસ દરમિયાન યોજાય છે. તેમાં સ્થાનિક અને વિદેશી સ્પર્ધકો મોટી સંખ્યામાં ભાગ લે છે.[૨] તેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ડિસ્ટન્સ રનર સાથે મળીને કરે છે.[૩][૪]
તેમાં પાંચ પ્રકારની દોડ હોય છે: સંપૂર્ણ મેરેથોન, હાફ-મેરેથોન, ૭ કિમી ડ્રીમરન, ૫ કિમીની અંધજનો માટેની અને ૫ કિમીની અપંગ વ્યક્તિઓ માટેની વ્હીલચેર દોડ.[૫]
૨૦૧૧માં ૭૩ વિદેશી સહિત ૮૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.[૨]
આ સ્પર્ધા શ્રેણીની ત્રીજી દોડ ૬ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ યોજાઈ હતી અને ૨૭ જાન્યુઆરીના રોજ સાયકલ મેરેથોન યોજાઇ હતી.[૫]
૨૦૧૩માં કૂલ ૧૯,૬૮૯ લોકોએ ભાગ લીધો હતો. ૫૨૮ લોકોએ ફૂલ મેરેથોન માં ભાગ લીધો હતો અને ૧૯૩૪ લોકોએ હાફ મેરેથોન માં ભાગ લીધો હતો.[૬]
૫ જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે યોજાયેલ ચોથી આવૃત્તિમાં સત્તર હજાર લોકોએ ભાગ લીધો હતો. ૧૯ જાન્યુઆરીએ સાયકલોથોન પણ યોજાઈ હતી.[૭]
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે યોજાયેલ પાંચમી આવૃત્તિમાં ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.[૮][૯]