સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન സൈലന്റ് വാലീ ദേശിയ ഉദ്യാനം | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
સ્થળ | મન્નરક્કડ, પલક્કડ જિલ્લો, કેરળ |
નજીકનું શહેર | મન્નરક્કડ |
અક્ષાંશ-રેખાંશ | 11°08′N 76°28′E / 11.133°N 76.467°ECoordinates: 11°08′N 76°28′E / 11.133°N 76.467°E |
વિસ્તાર | 236.74 acres (95.81 ha) |
સ્થાપના | ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ |
નિયામક સંસ્થા | કેરળ વન વિભાગ |
સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન અથવા સાયલન્ટ વેલી નેશનલ પાર્ક (મલયાલમ: സൈലന്റ് വാലീ നാഷണല് പാര്ക്ക്) એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 236.74 square kilometres (91 sq mi) (કેરળનું બીજું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન). તે નીલગિરિ પર્વતોમાં, પલક્કડ જિલ્લો, કેરળ, દક્ષિણ ભારતમાં સ્થિત થયેલ છે. આ પ્રદેશ ૧૮૪૭ના વર્ષમાં રોબર્ટ વિગ્ટ નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધવામાં આવ્યો હતો.
આ ઉદ્યાન અણખુંદેલ દક્ષિણ પશ્ચિમી ઘાટના પર્વતીય વરસાદી જંગલો અને ભારતનાં ભેજવાળાં ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલ પૈકીનો એક છે. સંલગ્ન સૂચિત કરીમપુઝા રાષ્ટ્રીય ઉદ્યાન (૨૨૫ કિ. મી.૨) ઉત્તર દિશામાં અને મુકુર્થી રાષ્ટ્રીય ઉદ્યાન (૭૮.૪૬ કિ. મી.૨) ઉત્તર-પૂર્વમાં આવેલ છે, તે નીલગિરિ આંતરરાષ્ટ્રીય જૈવક્ષેત્ર (૧૪૫૫.૪ કી. મી.૨) અને નીલગિરિ ઉપ-ક્ષેત્ર (૬૦૦૦+ કિ. મી.૨), પશ્ચિમી ઘાટ વિશ્વ ધરોહર સ્થળ (જેને વર્ષ ૨૦૦૭માં યૂનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવેલ છે)નો એક ભાગ છે.[૧]
એક જળવિદ્યુત યોજનાને કારણે આ ઉદ્યાનની વિશાળ વન્યજીવન જોખમાતાં એક પર્યાવરણવાદી સામાજિક ચળવળ ૧૯૭૦ના વર્ષમાં શરૂ થઈ હતી, જે સેવ સાયલન્ટ વેલી ચળવળ તરીકે ઓળખાય છે, જેના પરિણામે યોજના રદ કરવામાં આવી હતી અને ૧૯૮૦ના વર્ષમાં ઉદ્યાન બનાવવામાં આવ્યો હતો. મુલાકાતીઓ માટે આ ઉદ્યાન ખાતે સૈરંધ્રી (Sairandhri) કેન્દ્ર છે.
આ સાયલન્ટ વેલી ઉદ્યાન લંબચોરસ છે, જે બાર કિલોમીટર ઉત્તર-દક્ષિણ અને સાત કિલોમીટર પૂર્વ-પશ્ચિમની લંબાઈ ધરાવે છે. તે 11°03' થી 11°13' N (અક્ષાંસ) અને 76°21' થી 76°35' ઇ (રેખાંશ) વચ્ચે સ્થિત થયેલ છે. તે પૂર્વ અને ઉત્તરના ઉચ્ચ પ્રદેશ (નીલગિરિ પર્વતો)ના ઉચ્ચ શિખરો (સિસપારા શિખર - ૨૨૦૬ મીટર સહિત, જે ઉદ્યાનની ઉત્તર દિશા તરફ અંતે આવે છે) ને જુદા પાડે છે. આ ઉદ્યાન ધીમે ધીમે દક્ષિણમાં નીચે પલક્કડ મેદાનો તરફ ઢળે છે અને પશ્ચિમ દિશામાં તે અનિયમિત ટેકરીઓ વડે સીમા બનાવે છે. આ ઉદ્યાનની ઉંચાઈ અલગ અલગ છે. ૬૫૮ મીટરથી ૨૩૨૮ મીટર (આંગીન્ડા શિખર) સુધીની ઊંચાઈ ધરાવે છે, પરંતુ મોટા ભાગના પાર્ક ૮૮૦ મીટર થી ૧૨૦૦ મીટરની ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલો છે. અહીંની માટી કાળી છે અને સહેજ એસિડિક છે. સદાબહાર જંગલો છે કે જ્યાં કાર્બનિક પદાર્થોનો સારો સંચય થાય છે. આ ઉદ્યાનના તળ વિસ્તારમાં આરસપહાણ સાથે અન્ય ખડકો છે, જે ઢોળાવની ગોરાડુ જમીનની લાલાશને વધારે છે.[૨]
આ ઉદ્યાનના ખીણ વિસ્તારો ઉષ્ણકટિબંધીય અને અર્ધઉષ્ણકટિબંધીય ભેજવાળાં મોટાપાન જંગલોનો પર્યાવરણીય પ્રદેશ છે. અહીંના પર્વતીય વિસ્તારો ૧,૦૦૦ મીટર થી વધુ ઊંચાઈ ધરાવતો દક્ષિણ પશ્ચિમી ઘાટના ડુંગરાળ વરસાદી જંગલોનો પ્રદેશ છે. ઉપર ૧૫૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર સદાબહાર જંગલો શરૂ થાય છે અને પછી ઉષ્ણકટિબંધીય ડુંગરાળ જંગલો શરૂ થાય છે, જેને કહેવાય sholas કહેવાય છે. તેની સાથે ઘાસના મેદાનો આવે છે, જે પર્યાવરણ-વિજ્ઞાનીઓ તથા જૈવવિવિધતાના વિજ્ઞાનીઓ એમ બંને માટે રસપ્રદ છે, જેને અહીં માનવ વસાહતો દ્વારા ક્યારેય નષ્ટ કરવામાં આવી નથી. નવી વનસ્પતિઓ અને પ્રાણી પ્રજાતિઓ ઘણી વખત અહીં શોધાયેલ છે.
આ ખીણપ્રદેશની વનસ્પતિઓમાં ૧૦૦૦ પ્રજાતિઓ ફૂલોના છોડ, ૧૦૮ પ્રજાતિઓના ગુલાબ, ૧૦૦ બીજવિહીન અને ફૂલવિહીન પ્રજાતિઓ, ૨૦૦ નસવિહોણી પ્રજાતિઓ, ૭૫ ફુગજન્ય પ્રજાતિઓ અને લગભગ ૨૦૦ શેવાળ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના આ છોડ સ્થાનિક પશ્ચિમી ઘાટની વનસ્પતિઓ છે.[૩]