વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
વ્યક્તિગત માહિતી | |
---|---|
Nationality | ભારતીય |
જન્મ | 10 જુલાઈ, 1995 (ઉંમર 25) ચાકર, પંજાબ, ભારત |
Sport | |
રમત | મહિલા બૉક્સિંગ |
Weight class | લાઇટ વેલ્ટરવેઇટ |
Medal record
પ્રતિનિઘિત્વ : ભારત
આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ - 2018માં નવી દિલ્હી ખાતે બ્રૉન્ઝ મેડલ
લાઇટ વેલ્ટરવેઇટ એશિયન ચૅમ્પિયનશિપ - 2019માં બેંગકૉક ખાતે સિલ્વર મેડલ
|
પંજાબનાં સિમરનજીત કૌર બાથ (જન્મ 10 જુલાઈ, 1995) ભારતીય બૉક્સર છે.[૧] તેમણે વર્ષ 2011થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. કૌરે ભારત માટે 2018 AIBA વિશ્વ મહિલા બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તુર્કીના ઇસ્તંબૂલમાં રમાયેલી અહમેટ કૉમેર્ટ આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ટુર્નામેન્ટમાં તેઓ ભારતીય મહિલા બૉક્સિંગ ટીમનો ભાગ હતાં અને64 કિલોગ્રામ વર્ગમાં તેમણેગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. કૌરટોક્યો ઑલિમ્પિકમાં બૉક્સિંગના 60 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેશે.[૧][૨]
ભારતના પંજાબમાં આવેલ ચાકર ગામના ગરીબ પરિવારમાં કૌરનો જન્મ થયો હતો. તેમનાં માતા લોકોના ઘરોમાં કામ કરીને ગુજરાન ચલાવતાં હતાં. તેમનાં પિતા પણ દારૂની દુકાનમાં ખૂબ જ ઓછા પગારે કામ કરતા હતા. ઘણા અવરોધો હોવા છતાં કૌરના માતાએ તેમને મોટા ભાઈ-બહેનનાં પગલે આગળ વધીને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં. કૌરનાં મોટાં બહેન અને બે નાના ભાઇઓ પણ બૉક્સર છે.જોકે તેમાંથી કોઈ પણ તેમનાં જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરી શક્યાં નથી.[૩]
કૌર શિક્ષક બનવાં માગતાં હતાં પરંતુ તેમનાં માતાએ આગ્રહ કરીને તેમને ગામની શેર-એ-પંજાબ બૉક્સિંગ એકૅડેમીમાં પ્રવેશ અપાવ્યો અને તેઓ બૉક્સર બન્યાં.[૪]
જુલાઈ, 2018માં કૌરના પિતાનું મૃત્યુ થઈ ગયું.[૫]કૌરનાં માતા પુત્રીને બૉક્સર બનાવવા માટે મક્કમ રહ્યાં.
વર્ષ 2011માં પટિયાલામાં રમાયેલી છઠ્ઠીજુનિયર મહિલા રાષ્ટ્રીય બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે બ્રૉન્ઝ મેડલ જીત્યો અને વર્ષ 2013માં વધુ મહેનત કરીને તેમણે આઠમીજુનિયર મહિલા રાષ્ટ્રીય બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલમેળવ્યો હતો. તેમણે 48 કિલોગ્રામ વર્ગમાં શરૂઆત કરી હતી. બાદમાં તેઓ વધુ વજનની શ્રેણીમાંરમવાં લાગ્યાં. વર્ષ 2013માં તેમણે 60 કિલોગ્રામ વર્ગમાં યૂથ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને બ્રૉન્ઝમેડલ વિજેતા બન્યાં. વર્ષ 2015માં તેમણે ગુવાહાટીના ન્યૂ બૉન્ગાયગાંવમાં રમાયેલી 16મીસિનિયર (ઇલીટ) મહિલા રાષ્ટ્રીય બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પણ બ્રૉન્ઝ મેડલ જીત્યો. વર્ષ 2016માં હરિદ્વારમાં રમાયેલી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો અને તેમાં શ્રેષ્ઠ બૉક્સર પણ રહ્યાં. તેમણેવરિષ્ઠ રાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાંરજત અને ઓપન નેશનલમાં કાંસ્ય ચંદ્રકપણ જીત્યો. તેમણે 2017માં કઝાકસ્તાનમાં રમાયેલી સિનિયર આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં વધુ બે બ્રૉન્ઝ મેડલપોતાને નામે કર્યા. 2018માં પિતાને ગુમાવ્યા બાદ કૌરે તુર્કીમાં રમાયેલ 32મી અહમેટ કૉમેર્ટ આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ટુર્નામેન્ટમાં 64 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલજીત્યો અને પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો હતો.[૬]
ભારતની રાજધાની દિલ્હીમાં રમાયેલી 2018 એઆઈબીએ (AIBA)વિશ્વ મહિલા બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ 10સભ્યોની ટીમનો ભાગ બન્યાં. તેમણે ભારત માટે લાઇટ વેલ્ટરવેઇટ વર્ગમાં બ્રૉન્ઝમેડલ જીત્યો હતો.[૬]
2019માં ઇન્ડોનેશિયાના લબુઆન બાજુમાં 23મી પ્રેસિડેન્ટ કપ ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટ આયોજિત થઈ હતી જેમાં કૌરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.[૧]
માર્ચ 2020માં તેઓ ટોક્યો ઑલિમ્પિકમાટે ક્વૉલિફાય થયાં. પંજાબ સરકારે તેમની લાયકાતના આધારે રોકડ રકમ અને નોકરી આપવાનું વચન પણ આપ્યું છે.[૭]