સીસમ

સીસમ
જાવાના બોગોરમાં ગલીના વૃક્ષ તરીકે ઉગેલું સીસમનું વૃક્ષ.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Faboideae
Genus: 'Dalbergia'
Species: ''D. latifolia''
દ્વિનામી નામ
Dalbergia latifolia

સીસમ એ લાકડું મેળવવા માટે ઉપયોગિ એવું આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું વૃક્ષ છે. આ વૃક્ષ પૂર્વી ભારતના ઉષ્ણ કટિબંધિય વર્ષાવનોનું વતની છે. તેનું શાસ્ત્રીય નામ 'ડાલ બર્ગીયા કીટિફોલિયા' કે 'ઍમેરીમોનોન લેટિફોલિયમ' છે.[][] આ સિવાય સીસમનું લાકડું અંગ્રેજીમાં બ્લેકવુડ (blackwood), બોમ્બે વુડ (Bombay blackwood), રોસવુડ (rosewood), રોસેટા રોસવુડ(Roseta rosewood), ઈસ્ટ ઈંદિયન રોસવુડ (East Indian rosewood),બ્લેકરોસવુડ (black rosewood), ઈંડિયન પેલીસેન્ડ્રે (Indian palisandre) અને જાવા પેલીસેન્ડ્રે (Java palisandre) જેવા નામોથી પણ ઓળખાય છે.[][] અન્ય ભારતીય ભાષાઓમાં આને બીટે અને સીત્સલકહે છે.[] આનું વૃક્ષ નિત્યલીલું હોય છે અને તે ૪૦ મીટર સુધી ઉંચું ઊગે છે. સ્થાનીય ક્ષેત્રોમાં સૂકી પાનખર પ્રજાતિઓ જોવા મળે છે. [][]

વર્ણન અને જીવ શાસ્ત્ર

[ફેરફાર કરો]
જાવામાં ઉગેલા સીસમના વૃક્ષના પાંદડાની સંયુક્ત પર્ણ રચના

સીસમના થડની છાલ રાખોડી રંગની હોય છે. જેમાં લાંબા ત્qઅંતુઓ હોય છે. તેના પાંદડા સંયુક્ત હોય છે અને તેના સફેદ નાના ફૂલના ગુચ્છામાં ઊગે છે. [] આ વૃક્ષ નિત્ય લીલા અને મોન્સુનના પાનખર એમ બંને સ્વરૂપે ઊગે છે. આને કારાને તેનું લાકડું મજબૂત હોય છે.

જાવાના સીસમ વાવેતરોમાં હીમેટોનટ્રીયા હીમેટોકોકો નામની ફૂગ તેના પાંદડા અને કેંદ્રીય લાકડાને નુકશાન પહોંચાડે છે.[] ભારતમાં ફાયટોફ્થોરા નામની પાણીની સૂક્ષ્મ ફૂગ સીસમના વૃષને ઘાતક નુકશાન પહોંચાડે છે.[]

સીસમ પ્રજાતિના વૃક્ષના બીજ આદિને થ્રિશુર, કેરળની કેરલા ફોઇરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં સાચવવામાં આવે છે.[]

સીસમનું વૃક્ષ સખત, ટકાઉ અને ભારી લાકડું પેદા કરે છે. આ લાકડાપર જો બરોબર પ્રક્રિયા કરાય તો તે સડા અને કીટાણુ રોધી અને ઘણું વધુ ટકાઉ બને છે. [] ભારત અને જાવા એ બંને દેશમાં તેની વાડી (વાવેતરો)માં ખેતી કરાય છે. આ વાડીઓ ઘણી ગીચ હોય છે અને તેમાં એક જ પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવે છે.[] આ વૃક્ષના લાકડાનો ઉપયોગ મોંઘું રાચરચીલું બનાવવા માટે થાય છે. આ સિવાય એમાંથી વીનીર, પ્લાયવુડ, બહારના રાચરચીલાના બેન્ટવુડ (ગોળાકારે વાળી શકાય તેવું લાકડું) આદિ બનાવવા તે વપરાય છે.[][]

સીસમમાંથી બનેલાં શતરંજના પ્યાદા

ભારતીય જંગન કાયદો, ૧૯૨૭ અનુસાર જંગલમાંથી સીસમના લાકડાની નિકાસ કરવા પર પ્રતિબંધ છે.[] સીસમની મજબુતાઈ, વજન,લંબા સીધા તંતુ આદિને કારાને આંતરાષ્ટ્રીય બજારમાં સીસમની ઘણી માંગ છે અને તેની ઘણી સારી કિમ્મત મળે છે.[]પરંતુ આ વૃક્ષનો વિકાસ અત્યંત ધીમો હોઈ તેના વાવેતરો ભારત અને જાવા બહાર ખાસ વિકસ્યા નથી. ભારત અને જાવામાં તેના વાવેતરો છે. જાવામાં ૧૯મી સદીમાં આ વાવેતરો શરૂ થયા હતા. []સીસમનું સ્થાન દાલ્બેર્ગીર્યા સીસ્સુ એ લીધું છે.

પેરાવુરમાં રસ્તાની બાજુમાં ઊભેલું સીસમનું વૃક્ષ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ World Agroforestry Centre, Agroforestry Tree Database, archived from the original on 2012-03-09, https://web.archive.org/web/20120309132543/http://www.worldagroforestrycentre.org/sea/Products/AFDbases/af/asp/SpeciesInfo.asp?SpID=1726, retrieved 2011-03-21 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ IUCN Redlist Dalbergia latifolia, archived from the original on 2010-11-14, https://web.archive.org/web/20101114055215/http://www.iucnredlist.org/apps/redlist/details/32098/0 
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ Louppe, D.; Oteng-Amoaka, A A (2008). Plant resources of tropical Africa. Timbers 1. 7(1). PROTA Foundation. ISBN 978-90-5782-209-4. મેળવેલ 2011-03-21.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]