સૂર્યનારાયણ વ્યાસ | |
---|---|
જન્મની વિગત | ૨ માર્ચ ૧૯૦૨ ઉજ્જૈન, મધ્ય પ્રદેશ, ભારત |
મૃત્યુ | 22 June 1976 | (ઉંમર 74)
વ્યવસાય | જ્યોતિષી / જ્યોતિર્વિદ |
પ્રખ્યાત કાર્ય | ભારતની આઝાદીનું મુહૂર્ત |
પુરસ્કારો | પદ્મભૂષણ |
સૂર્યનારાયણ વ્યાસ (૧૯૦૨-૧૯૭૬) ભારતીય જ્યોતિષી હતા જેમને ભારતની આઝાદીના સમયનું મુહૂર્ત કાઢવાનાર જ્યોતિષી તરીકે યાદ કરવામાં આવે છે.
તેમનો જન્મ મધ્ય પ્રદેશનાં ઉજ્જૈન શહેરમાં ૨ માર્ચ ૧૯૦૨ના રોજ થયો હતો.[૧] તેઓએ ગ્રહો અને નક્ષત્રોને આધારે ભારત અને પાકિસ્તાનની આઝાદી માટે અનુક્રમે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસો સૂચવ્યા હતા.[૨] તેઓ જ્યોતિષ વિદ્યાના પ્રખર જાણકાર હતા અને તેમની એ પારંગતતાને આધારે તેમણે લાલ બહાદુર શાસ્ત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં મૃત્યુ તેમજ ૨૧મી સદીમાં ભારતના વિશ્વફલક પર પ્રભાવ વિષે પણ આગાહીઓ કરી હતી. ૧૯૬૭થી ૧૯૬૯ દરમ્યાિન ગોવિંદ નારાયણ સિંહના સમયગાળામાં તેઓ મધ્ય પ્રદેશ સરકારના સલાહકાર મંડળમાં સભ્ય હતા.[૩] તેમણે જ્યોતિષશાસ્ત્રમાં કરેલા યોગદાનો બદલ ભારત સરકારે ૧૯૫૮માં તેમને પદ્મભૂષણ એનાયત કર્યો હતો.[૪]
૨૨ જૂન ૧૯૭૬ના દિવસે તેમનું અવસાન થયું. ભારતીય ટપાલ સેવાએ વર્ષ ૨૦૦૨માં તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે.[૫]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |