વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સ્વપ્ના બર્મન (જન્મ: ૨૯ ઓક્ટોબર ૧૯૯૬) એક ભારતીય હેપ્ટાથ્લીટ છે. ૨૧ વર્ષની ઉંમરે સ્વપ્ના બર્મન ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સાત ટ્રેક અને ફીલ્ડની શિસ્તને આવરી લેતા હેપ્ટાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં. હેપ્ટાથલોનમાં સૌથી મુશ્કેલ ટ્રેક અને ફીલ્ડ રમતમાંથી એક માનવામાં આવે છે અને તેમણે દાંતના દુખાવા સાથેઆ સ્પર્ધા પૂરી કરી હતી. પીડા ઘટાડવા માટે તેમને ભારે ટેપ કરાયેલા જડબા અને દાઢી સાથે સ્ટેડિયમમાં હાજર રહેવું પડ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૯માં તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સ્વપ્ના બર્મનનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી નજીકના ઘોસ્પારા ગામે 1996 માં એક ગરીબ રાજબોંગશી પરિવારમાં થયો હતો. તેમનાંગૃહિણી માતા અને રિક્ષાચાલક પિતા પરિવાર માટે દિવસમાં માત્ર બે ટંક ભોજન મળી રહે એટલા પૂરતું કમાઈશકતા હતા. તેમની પાસે તેમની પુત્રીની ઍથ્લેટિક્સ કારકિર્દીને ટેકો આપવા માટે પૂરતાં પૈસા નહોતા. તેમનાં પિતા તેમને રિક્ષામાં નજીકના રમતના મેદાનમાં મૂકી આવતા. [3][2] સ્વપ્ના બર્મનને જન્મથી જબંને પગ પર છ આંગળીઓ હતી. વર્ષો સુધીતેમણેપોતાની છ આંગળીઓને પાંચ આંગળીઓ માટેનાં જૂતાંમાં ફિટ કરી. હેપ્ટાથલોન જેમાં સાત ટ્રૅક અને ફીલ્ડની શાખાઓ સામેલ છે, ઍથ્લીટ્સને તેમની સહનશીલતા અને તાકાતની ટોચ મર્યાદા સુધી ખેંચે છે. બહુદિવસીય સ્પર્ધામાં શક્ય તેટલા વધુ પોઇન્ટ મેળવવા માટે તેમને રનિંગ,થ્રો અને જમ્પિંગની મજબૂત તકનીકની જરૂર હોય છે. બર્મન માટેજમ્પિંગ ઇવૅન્ટમાં દરેક લૅન્ડિંગથી પીડા વધતી જતી અને દોડ ખરાબ થતી જતી હતી. ૨૦૧૨માં તેઓ સારી તાલીમ મેળવવા માટે કોલકાતા આવ્યાં. ૨૦૧૩માં, કોલકાતાના સૉલ્ટ લેક સિટીમાં સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના (SAI) નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસના કોચ સુભાષ સરકારસ્વપ્ના બર્મનને SAI છાત્રાલયમાં લઈ આવ્યા. ૨૦૧૩માં સરકારે તેમને ગુંટુરમાં યુવા હેપ્ટાથલોન સ્પર્ધા માટે મોકલ્યાં હતાં. તેમણે ૪,૪૩૫નો સ્કોર કર્યો અને સિલ્વર મેડલ જીત્યો. આ તેમની હેપ્ટાથલોન કારકિર્દીની શરૂઆત હતી. હવેતેમની પાસે જૂતાં બનાવનાર કંપનીઓ અને અન્ય લોકો પાસેથી તેમનાંમાટે ખાસ જૂતાંબનાવવા માટેની ઘણી ઑફર્સ છે.. [4]